IPOINT LOGO FOR HEADER 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૧૬૦૫.૨૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૧૮૨૭.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૧૬૪૧.૭૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૪.૫૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૧.૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૧૯૩૭.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૩૦૯.૪૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૩૨૮.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૩૧૯.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩.૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૩૯૨.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૬૪૪૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૫૮૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૩૫૬ ના નીચા મથાળે નોંધાવી ૧૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૬૫૪૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૪૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૫૬૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૨૮૦ ના નીચા મથાળે નોંધાવી ૬૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૪૫૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત અપેક્ષિત તેજીએ થઈ હતી. વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં આજે આરંભથી ઉછાળો નોંધાયો હતો. ભારતમાં ૩૧,મે ૨૦૨૦ના લોકડાઉનનું ચોથું ચરણ પૂરું થવાનું હોઈ લોકડાઉનમાં દેશવ્યાપી મોટી છૂટછાટો મળવાના અને હવે લોકડાઉન માટે રાજય સરકારો પર નિર્ણય છોડવામાં આવશે એવા અહેવાલોએ દેશભરમાં ૧,જૂનથી આર્થિક પ્રવૃતિ વ્યાપક સ્તરે ધમધમતી થવાના અંદાજો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. આ સાથે આજે ડેરિવેટીવ્ઝ-ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં મે – ૨૦૨૦ વલણનો અંત હોઈ પાછલા દિવસોમાં શેરોમાં મોટી શોર્ટ પોઝિશન ઊભી કરનારા ફંડો, મહારથીઓએ આજે શોર્ટ કવરિંગ કરતાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે હોંગકોંગમાં ચાઈનાએ પોતાનો અંકુશ વધારતા સર્જાયેલી અશાંતિ અને અમેરિકા દ્વારા ચાઈના પર આર્થિક પ્રતિબંધોની થઈ રહેલી તૈયારી છતાં યુરોપમાં યુરોપીયન યુનિયન દ્વારા અંદાજીત ૮૨૫ અબજ ડોલરના સ્ટીમ્યુલસ પેકેજની તૈયારી વચ્ચે વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં આજે તેજી જોવાઈ હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઉપરાંત બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં તમામ સેક્ટર્સમાં પણ આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૨.૨% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૪૪ અને નેસ્ડેક ૭૨ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૭૨ અને વધનારની સંખ્યા ૧૨૫૪ રહી હતી, ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ભારતના જીડીપીના અંદાજીત ૧૦.૫% એટલે કે રૂ.૨૦ લાખ કરોડ આત્મનિર્ભર ભારત પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ગરીબ મજૂરોને રોકડ અને અનાજ, એમએસએમઇને રૂ.૩ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરન્ટી, એનબીએફ્સી એમએફઆઇને ક્રેડિટ ગેરન્ટી, મનરેગા મજૂરો માટે વધારાની ફાળવણી સહિત ખેડૂતો માટે કેટલાંક મહત્વના પગલાં લેવાયા છે. આ આત્મનિર્ભર પ્રોત્સાહન પેકેજ ની જાહેરાત બાદ પણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતની અર્થવ્યવસ્થામાં ૫% સુધીનો ઘટાડો થઇ શકે તેવો અંદાજ રેટિંગ એજન્સી ઇક્રા દ્વારા કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની પહેલા ત્રિમાસિકમાં જીડીપીમાં વધુ ઘટાડાનો અંદાજ દર્શાવ્યો છે. તેમજ અર્થતંત્રને આ મહા સંકટમાંથી બહાર લાવવું અત્યંત કઠીન હોવાનું ખુદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ સ્વિકારીને ભારતની આર્થિક વૃદ્વિ-જીડીપીનો દર ચાલુ નાણાકીય વર્ષ માટેનો અંદાજ નેગેટીવ મૂકી આગામી સમય અત્યંત પડકારરૂપ બની રહેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે જાપાનના ઔદ્યોગિક ઉત્પાદનના એપ્રિલ-૨૦૨૦ મહિના માટેના ૨૯,મે – ૨૦૨૦ના જાહેર થનારા આંકડા પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

HDFC લિ. ( ૧૫૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૫૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

બાટા ઈન્ડિયા ( ૧૩૦૭ ) :- રૂ.૧૨૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૦ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

લુપિન લિ. ( ૮૭૭ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૪ થી રૂ.૯૦૯ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૮૬૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૫૬૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૫ થી રૂ.૫૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.