સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૬૩૨૯.૦૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૪૫૦.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૪૨૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૩.૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૪.૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૬૬૧૩.૮૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૬૯૬.૩૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૭૨૫.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૭૧૨.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩.૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૪.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૭૭૦.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૯૧૩૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૯૨૦૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૯૧૦૨ ના નીચા મથાળે નોંધાવી ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૯૧૭૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૫૧૪૪૩ ના મથાળેથી ખુલીને રૂ.૫૧૭૩૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૧૪૧૦ ના નીચા મથાળે નોંધાવી ૨૬૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૫૧૬૪૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
ભારતીય શેરબજારમાં ગઈકાલે સતત પાંચ દિવસની ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ બાદ આજે ફરી ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. વૈશ્વિક પોઝિટિવ સંકેતો અને એશિયન માર્કેટ્સના સકારાત્મક વલણના કારણે આજે ભારતીય શેરબજારમાં આરંભથી જ ઉછાળો નોંધાયો હતો. ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૬૮% ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૭૮% અને નેસ્ડેક ૧.૪૪% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, બેન્કેક્સ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, તેમજ અંદાજીત અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. ગઇકાલે વૈશ્વિક મોરચે કોરોના સંક્રમણમાં સતત થઈ રહેલા વધારા અને એના પરિણામે વિશ્વની આર્થિક અધોગતિની વધતી ચિંતાએ ક્રુડ ઓઈલના ફરી ઘટતાં ભાવ સાથે અમેરિકા અને ચાઈના વચ્ચેના સંબંધો વધુ વણસતા વેપાર હરીફાઈ વધવાના એંધાણ વચ્ચે યુરોપ સહિતના વૈશ્વિક શેરબજારોમાં નરમાઈએ ભારતીય શેરબજારમાં ફંડોએ સાવચેતીમાં ગઇકાલે ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૩૭ અને વધનારની સંખ્યા ૧૨૫૬ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતે કોરોનાને નિયંત્રણમાં રાખવાનાં શ્રેણીબદ્ધ પગલાં ભર્યા બાદ મહામારી અકુશમાં આવતા લોકડાઉનના અમલ વખતે અપાયેલી છૂટછાટો તેમજ જૂન માસના પ્રારંભથી અમલી બનેલ અનલોકના કારણે અર્થતંત્રમાં સુધારાના સંકેત જોવા મળ્યા છે તેમ નાણા મંત્રાલય દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલની બીજી તરફ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થતાં તે સ્થળો પર લોકડાઉન પુન: અમલી બનાવાતા આર્થિક ગતિવિધિઓ રૂંધાઇ જવા પામી હોવાના અહેવાલો પણ છે. નાણામંત્રાલયના જૂન માસ માટેના મેક્રોઇકોનોમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ અર્થતંત્રમાં સુધારાના પ્રારંભિક સંકેત જોવા મળ્યા છે અને તે આગામી સમયમાં રિકવરીના માર્ગ પર ઝડપથી લઈ જવામાં મદદરૂપ બનશે. મે માસના મધ્ય ભાગ પછી અને જૂનમાં અર્થતંત્રમાં રિકવરી જોવા મળી છે. વિવિધ અકુશો હળવા થતા ઇ-વે બિલ્સમાં વધારો, રેલવે ફ્રેઇટમાં વધારો, હાઈ-વે પર ટોલ કલેક્શન, પરચેઝિંગ મેનેજર્સ સૂચકાંકમાં પણ અગાઉના બે માસની તુલનાએ સુધારો જોવા મળ્યો છે. તેની સાથોસાથ જીએસટીની આવકમાં થયેલો વધારો પણ અર્થતંત્રને વેગ મળ્યો છે તે બાબત પુરવાર કરે છે. જો કે અગાઉના સમયની સરખામણીએ આ આંકડા હજુ નીચા છે પણ જે આંકડા જાહેર થયા છે તે પ્રોત્સાહક છે. અને આગામી સમયમાં અર્થતંત્રમાં વધુ સુધારો જોવાશે તો તેની અપેક્ષિત અસર ભારતીય શેરબજાર જોવા મળશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
- એપોલો હોસ્પિટલ્સ ( ૧૩૯૭ ) :- હેલ્થકેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૬૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
- એસ્કોર્ટ્સ લિ. ( ૧૧૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૬૧૩ ) :- રૂ.૫૯૬ નો પ્રથમ તેમજ રૂ.૫૮૮ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- એક્સિસ બેન્ક ( ૪૪૮ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૩ થી રૂ.૪૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- હિન્દ પેટ્રો ( ૨૧૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૦૨ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૨૦ થી રૂ.૨૨૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!