ગત સપ્તાહે લિક્વિડીટીની સરળતાના પગલે પૂર્ણ થયેલા જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન સેન્સેક્સમાં અંદાજીત ૧૯% અને નિફટીમાં અંદાજીત ૨૦%નો ઊછાળો નોંધાતા ભારતે વિકસતા બજારોમાં પણ આગેકૂચ નોંધાવી હતી. જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન વિદેશી પોર્ટફોલીયો રોકાણકારો દ્વારા અને સ્થાનિક સંસ્થાઓ અને ખેલાડીઓ તેમજ રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં જંગી રોકાણ થયું હતું. આમ, ચોમેરથી થતા રોકાણના પગલે બજારમાં લિક્વિડીટીની સરળતા ઉદ્ભવી અને સાથોસાથ સ્મોલકેપ અને મિડકેપ કંપનીના શેરોમાં પણ ઉછાળા નોંધાતા આ બંને ક્ષેત્રના ઇન્ડેક્સમાં પણ સંગીન ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત વૈશ્વિક બજારોમાં તેજીના પગલે અને દવા કંપની ફાઇઝર અને બાયોટેક ફર્મ બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલ પ્રાયોગિક કોવિડ-19 વેક્સીનનું પહેલું ક્લીનિકલ ટ્રાયલ સફળ રહ્યું હોવાના અહેવાલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
મિત્રો, બજારમાં હાલમાં ચર્ચાતો વિષય એ છે કે ભારતીય શેરબજારમાં વર્ષ ૨૦૦૮ની મંદી જેવું પુનરાવર્તન થશે ખરું? માર્ચ મહિનાના બોટમથી નિફ્ટી ફ્યુચર અને સેન્સેક્સ અંદાજીત ૩૬% રિકવર થયા છે અને ટોચથી ૧૬% જ ડાઉન છે. આમ છતાં બજારમાં હજી સુધારાનો વિશ્વાસ નથી. વૈશ્વિક સ્તરે કોરોનાના કેસ વધી રહ્યા છે અને હજી કોરોના વાઇરસની વેક્સિન બજારમાં ક્યારે આવશે તે અંગે અનિશ્ચિતતા છવાયેલી છે. આને કારણે શેરબજારમાં મે અને જૂન માસમાં ખાસ્સી રિકવરી આવી હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સની ગેરહાજરી જોવા મળી હતી.
મારા મતે કોરોનાની સ્થિતિ હળવી થતાં જ ઓધૌગિક પ્રવૃત્તિને વેગ મળશે. ઉપરાંત વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પ હારશે તો ટ્રેડ વોરની સ્થિતિ હળવી થતાં તેની વૈશ્વિક સ્તરે પોઝિટીવ અસર જોવાશે. આને કારણે વર્ષ ૨૦૦૮ જેવી મંદી આ વર્ષે જોવા મળે તેવી સંભાવના ઓછી છે. ઉપરાંત વરસાદી માહોલ પણ ધીરે ધીરે સક્રિય થઇ રહ્યો છે, જે એગ્રીકલ્ચર અને કેપિટલ ગૂડ્સ, ફર્ટીલાઈઝર અને સિમેન્ટ સેક્ટર માટે આશાવાદી વલણ છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સોનાના ભાવ લગભગ તમામ ચલણોમાં વિક્રમ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે ગત સપ્તાહે સોનાનો ભાવ દસ ગ્રામે આઠ વર્ષની ઊંચી સપાટીએ રૂ.૫૦૬૦૦ પર પહોંચ્યો હતો. એમસીએક્સ ગોલ્ડ દસ ગ્રામે રૂ.૪૮૯૮૨ની નવી સપાટીને સ્પર્શ્યો હતો. જ્યારે એમસીએક્સ સિલ્વર પર પ્રતિ કિલોગ્રામ રૂ.૫૦૦૦૦ આસપાસ ભાવ જોવા મળ્યો હતો. અમેરિકા અને અન્ય દેશોમાં કોરોનાના કેસ વધતાં આ બીમારીના બીજા રાઉન્ડનો ભય અને અમેરિકા-ચીન વચ્ચેના વેપારયુદ્ધને લઈને ચિંતા હોવાથી સલામત વિકલ્પ તરીકે સોનાની માંગમાં વધારો થતાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
કોમેક્સ પર સોનાના હાજર ભાવમાં પ્રતિ ઔંસ ૧૮૦૮નો સ્તર મહત્ત્વની પ્રતિકારક સપાટી છે. જો સોનું આ સપાટી તોડે તો મધ્યમ ગાળામાં તેનો ભાવ પ્રતિ ઔંસ ૧૮૩૩ થી ૧૮૬૦ ડોલર સુધી જઈ શકે છે. મારું માનવું છે કે સોનાનો વર્તમાન ટ્રેન્ડ તેજીનો છે અને આગામી બે વર્ષમાં તેમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના છે. વ્યાજદરમાં ઘટાડાનો ટ્રેન્ડ, કોરોના વાઇરસની મહામારી, ફુગાવામાં ઉછાળો અને અમેરિકા-ચીનના કથળતા સંબંધો તથા વિવિધ સેન્ટ્રલ બેન્કની હળવી નાણાનીતિ જેવાં પરિબળો સોનાના ભાવને વેગ આપી શકે છે અને આગામી છ મહિનાથી એક વર્ષના સમયગાળા દરમિયાન સોનાનો ભાવ દસ ગ્રામે અંદાજીત રૂ.૫૫,૦૦૦ને સ્પર્શી શકે છે. સોનું એક એવી એસેટ છે જેનો રોકાણકારોએ પોર્ટફોલિયોમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ અને આ વર્ષે સોનામાં બીજી તમામ એસેટ કરતાં વધુ વળતર મળ્યું છે. તેથી તમારા પોર્ટફોલિયોના પુનર્ગઠનનો પણ આ સારો સમય છે.
અનલોક – ૧ના અમલ સાથે જ પ્રથમ મહિનામાં જ આર્થિક પ્રવૃત્તિએ ઝડપી રિકવરી દર્શાવી છે. જે ભારતીય અર્થતંત્ર માટે એક પ્રોત્સાહક સંકેત છે. જૂનમાં GST કલેક્શન તીવ્ર ઉછાળા સાથે પ્રિ-લોકડાઉનના સ્તરની નજીક પહોંચી ગયું છે. જે મે મહિનાની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, જૂનમાં GST કલેક્શન અંદાજીત રૂ.૯૦૯૧૭ કરોડ નોંધાયું છે, જે મે મહિનામાં અંદાજીત રૂ.૬૨૦૦૯ કરોડ અને એપ્રિલમાં અંદાજીત રૂ.૩૨૨૯૪ કરોડ હતું. જૂન મહિનાના મેન્યુફેક્ચરિંગ PMIએ પણ અર્થતંત્રની રિકવરી માટે પ્રોત્સાહક સંકેત આપ્યો છે. ગયા મહિને મેન્યુફેક્ચરિંગ PMI ૪૭.૨ રહ્યો છે, જે મે મહિનાના ૩૦.૮ના સ્તરની તુલનામાં નોંધપાત્ર રિકવરી દર્શાવે છે.
મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો મે ૨૦૨૦માં અંદાજીત રૂ.૧૨,૨૯૩.૧૯ કરોડની ખરીદી, જૂન ૨૦૨૦માં અંદાજીત રૂ.૨૪૩૪.૪૦ કરોડની ખરીદી તેમજ ૦૨ જુલાઇ ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૨૨૮૫.૭૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો મે ૨૦૨૦માં અંદાજીત રૂ.૧૩,૯૧૪.૪૯ કરોડની ખરીદી, જૂન ૨૦૨૦માં અંદાજીત રૂ.૫૪૯૨.૯૫ કરોડની ખરીદી તેમજ ૦૨ જુલાઇ ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૨૨૫૩.૧૭ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…..
સ્થાનિક સ્તરે માર્ચ મહિના દરમિયાન ઇક્વિટીઝમાં વેચવાલી નોંધાવનાર વિદેશી રોકાણકારો જૂન શરૂઆતથી ચોખ્ખા રોકાણકાર રહ્યા છે. આગામી સમયમાં આરબીઆઇએ સ્થાનિક સ્તરે કરેલા રેટ કટની અસર પણ ભારતીય શેરબજારમાં જોવા મળશે. એમએસએમઇ સહિત ક્રેડિટ ઓફ-ટેકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. સરકાર તરફથી બાંહેધરીને કારણે બેન્કોએ પણ જરૂરિયાતમંદ સાહસિકોને નાણાકીય સપોર્ટ પૂરો પાડ્યો છે અને આ બધાં પરિબળો પાછળ આગામી દિવસોમાં અર્થતંત્રમાં કેટલાક પોઝિટિવ સંકેતો જરૂર જોવા મળશે. એપ્રિલ-મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં આર્થિક ક્ષેત્રે મોટી રિકવરી જોવા મળી રહી છે.
આગામી દિવસોમાં કોરોના વાઇરસની વેક્સિન તૈયાર થઈ જશે તો વર્ષ ૨૦૨૦ના બીજા છ મહિનામાં પણ બજારમાં અપટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. જો આ મહામારીની વેક્સિનની શોધ નહીં થાય તો વર્ષના બીજા છ મહિનાથી બજારમાં કરેક્શન જોવા મળી શકે છે, કારણ કે બજારના નબળા અર્નિંગની અસર ચાલુ થશે. નિફ્ટી ફ્યુચરે પણ ૧૦૩૭૩ પોઈન્ટનો સ્તર જાળવી રાખ્યો છે તેથી હજુ પણ બજારનો અન્ડરટોન પોઝિટિવ ગણી શકાય. જો બેન્ચમાર્ક ૧૦૩૦૩ પોઈન્ટની નીચે બંધ આવે તો જ ટ્રેન્ડ રિવર્સલની શક્યતા છે. બાકી મારા અંગત અભિપ્રાય તરીકે “તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર”…કેમ ખરું ને ….!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૦૫૬૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૧૦૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૦૫૦૫ પોઇન્ટથી ૧૦૪૭૪ પોઇન્ટ, ૧૦૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૦૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૧૮૩૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૨૨૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઇન્ટથી ૨૧૪૦૪ પોઇન્ટ, ૨૧૨૭૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) સન ટીવી નેટવર્ક ( ૪૦૪ ) :- સન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ભારત ફોર્જ ( ૩૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ટોરેન્ટ પાવર ( ૩૨૭ ) :- રૂ.૩૧૩ નો પ્રથમ તેમજ રૂ.૩૦૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૪૭ થી રૂ.૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) પેટ્રોનેટ LNG ( ૨૬૩ ) :- ઓઈલ માર્કેટિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૨ થી રૂ.૨૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ ( ૨૧૭ ) :- રૂ.૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના સ્ટોગ સપોર્ટથી હાઉસિંગ ફાયનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૬૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૬ થી રૂ.૧૭૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૬ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) ટાટા મોટર્સ ( ૧૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમર્સિયલ વેહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩ આસપાસ રોકાણકારે રૂ.૧૧૩ થી રૂ.૧૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) કોટક બેન્ક ( ૧૩૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૩૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૪૮૮ ) :- આ સ્ટોક રૂ.૪૬૬ નો પ્રથમ તેમજ રૂ.૪૫૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૫૦૩ થી રૂ.૫૧૩ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) સન ફાર્મા ( ૪૭૫ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૪૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૪૮૮ થી રૂ.૫૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) HDFC લિ. ( ૧૮૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૧૯ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ઇન્ફોસિસ લિ. ( ૭૬૦ ) :- રૂ.૭૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) બાયોકોન લિ. ( ૩૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૪૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૩૮૩ થી રૂ.૩૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૨૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) લુમેક્સ ઓટો ( ૯૨ ) :- ઓટો પાર્ટસ & એક્વીપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૮ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) શિવા ટેક્સયાર્ન ( ૮૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઇલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૨ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) એલેમ્બિક લિ. ( ૮૩ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક સ્પેશ્યાલટી કેમિકલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) રેમસન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૬૮ ) :- રૂ.૬૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!