સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૩૪૫.૦૮ સામે ૪૦૩૪૬.૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૨૭૯.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૪૦૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૪૩.૭૦ સામે ૧૧૯૧૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૦૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૫૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ ટ્રેડીંગ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૩૭૭૮૭ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૮૨૧ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૭૮૧ ના નીચા મથાળે નોંધાવી ૮૬ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૭૮૦૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૪૪૧૩૨ ના મથાળેથી ખુલીને ૪૪૨૧૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૦૯૦ ના નીચા મથાળે નોંધાવી ૩૧૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૪૨૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ત્રીજા દિવસે ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ વૈશ્વિક બજારો પાછળ નરમાઈએ થઈ હતી. ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનો સિલસિલો હજુ યથાવત છે સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ ૪.૩%નો ઘટાડો આવ્યો છે. જાહેર થયેલાં સત્તાવાર આંકડાં પ્રમાણે મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે ફેક્ટરી આઉટપુટમાં ૪.૬%નો વધારો થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં ૩.૯%નો ઘટાડો આવ્યો છે. વૈશ્વિક મોરચે ફરી અનેક નેગેટીવ પરિબળોના પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારોમાં પણ સાવચેતી જોવાઈ હતી. આ સાથે મૂડીઝ રેટીંગ એજન્સી દ્વારા ભારતનું ક્રેડિટ રેટીંગ આઉટલૂક ડાઉનગ્રેડ કર્યાની અને ભારતીય બેંકો-આઈટી કંપનીઓના ક્રેડિટ રેટીંગ આઉટલૂકને પણ ડાઉનગ્રેડ કરતાં નેગેટીવ અસર આરંભિક કામકાજમાં જોવાઈ હતી. એફએમસીજી, ઓટોમોબાઈલ, આઈટી શેરોમાં વેચવાલી સામે બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહેતાં ઈન્ડેક્સ બેઝડ બજાર ઘટાડો પચાવી અંતે પોઝિટીવ ઝોનમાં આવ્યું હતું. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની બે-તરફી અફડા – તફડી જોવા મળી હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૭૨ અને વધનારની સંખ્યા ૯૦૮ રહી હતી. ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં ઓટો, બાંધકામ સહિત વિવિધ ક્ષેત્રમાં મંદીની જીડીપી પર અસર જોવા મળી શકે છે. મંદ ઓટોમોબાઈલ વેચાણ, એર ટ્રાફિક હેરફેરમાં ઘટાડો, પાયાના ક્ષેત્રની વૃદ્ધિના નીચા દર તથા બાંધકામ અને માળખાકીય ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડાને ધ્યાનમાં રાખી એસબીઆઈએ વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક માટેના દેશના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૪.૨૦% કર્યો છે. વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દરનો અંદાજ પણ ઘટાડીને ૫% કરાયો છે જે અગાઉ ૬.૧૦% મુકાયો હતો. દેશનો આર્થિક વિકાસ દર જે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૫% રહ્યો હતો તે બીજા ત્રિમાસિકમાં ઘટીને ૪.૨૦ ટકા રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૧૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૬૯ પોઈન્ટ થી ૧૧૯૮૮ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
HDFC બેન્ક ( ૧૨૬૩ ) :- રૂ.૧૨૫૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૮૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
HCL ટેક્નોલોજી ( ૧૧૪૯ ) :- ટેક્નોલોજી કેબલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
તાતા એલેક્સી ( ૮૦૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૨૨ થી રૂ.૮૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે