રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૪.૦૭.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૪૦.૪૭ સામે ૩૭૯૪૯.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૮૦૪.૫૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૭.૦૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦.૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૯૦૯.૯૫ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૦૭.૫૫ સામે ૧૧૦૯૩.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૦૯૩.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૧૧૬.૭૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૫૦૮૦૯ ના મથાળેથી ખુલીને રૂ.૫૦૮૭૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૦૭૨૫ ના નીચા મથાળે નોંધાવી ૧૦૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૫૦૮૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૧૧૩૭ ના મથાળેથી ખુલીને રૂ.૬૧૨૧૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૦૮૭૪ ના નીચા મથાળે નોંધાવી ૧૭૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૧૦૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડે થઈ હતી. અમેરિકાએ ચાઈનાને હ્યુસ્ટન ખાતેના તેના કોન્સ્યુલેટને બંધ કરવાના આપેલા આદેશ અને સામે ચાઈનાએ પણ વળતાં પગલાંની ચેતવણી આપતાં બન્ને દેશો વચ્ચે સંબંધો વણસ્યા હોવાથી વૈશ્વિક મોરચે તંગદિલી વધતાં અમેરિકન શેરબજારમાં કડાકો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી હતી. વૈશ્વિક બજારની ની વાત કરીએ તો ગુરુવારે અમેરિકી માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૩૫૦ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૧.૨૩% અને નેસ્ડેક ૨.૨૯% ઘટીને બંધ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આજે અવિરત લેવાલી રહેતાં નવો વિક્રમ સ્થપાયો હતો. જિયો બાદ હવે રિલાયન્સ રિટેલમાં ફોરેન ઈન્વેસ્ટરોના હોલ્ડિંગ ખરીદીમાં સક્રિયતાના અહેવાલમાં એમેઝોન દ્વારા રિલાયન્સ રિટલમાં હોલ્ડિંગ ખરીદવામાં આવશે એવા અહેવાલે શેરમાં ફંડોની આક્રમક લેવાલીએ રૂ.૨૧૪૬.૯૦ નવો ઈતિહાસ રચીને રૂ.૨૧૩૪ આસપાસ ટ્રેડ થતો હતો. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આજે બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેન્કેક્સ, ફાઈનાન્સ, યુટિલિટીઝ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૨ અને વધનારની સંખ્યા ૭૭૯ રહી હતી. ૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, દેશમાં ૨૫ માર્ચથી અમલી બનેલું લોકડાઉન મે મહિનાથી તબક્કાવાર ધોરણે હળવું થયા પછી અર્થતંત્રમાં રિકવરીનો સંકેત છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં દેશના અમુક ભાગોમાં કોરોનાના કેસ ફરી વધવાથી અચાનક લોકડાઉનને કારણે રિકવરીની પ્રક્રિયા અવરોધાઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી નેગેટિવ ઝોનમાં રહેવાનો અંદાજ છે તેથી સરકાર વૃદ્ધિને ફરી વેગ આપવા આર્થિક સ્ટિમ્યુલસની યોજના તૈયાર કરી રહી છે, પણ તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે એ બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. મારા અંદાજ અનુસાર સરકાર દ્વારા આવનારા નવા સ્ટિમ્યુલસનો યોગ્ય સમય વેક્સિનના લોન્ચિંગની આસપાસનો રહેશે જેથી એ સમયે કોરોના સંબંધી અનિશ્ચિતતા દૂર થઈ હશે અને સ્ટિમ્યુલસનો સંપૂર્ણ ઉપયોગ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે કરાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ જણાવ્યું હતું કે અર્થતંત્ર પર સરકારની નજર છે અને આગામી સમયમાં જરૂર જણાશે તો તે વધુ દરમિયાનગીરી માટે તૈયાર છે અને કોઈ પણ સંજોગે સરકાર યોગ્ય સ્ટિમ્યુલસ દ્વારા ભારતીય અર્થતંત્રને ફરી ધમધમતું કરવાનો સરકારનો ઇરાદો સ્પષ્ટ છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૦૭૩ ) :- રિફાઇનરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૪૪ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૦૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૯૭ થી રૂ.૨૧૦૯ સુધી તેજી તરફી ધ્યાન…!!!
બાટા ઈન્ડિયા ( ૧૨૯૩ ) :- રૂ.૧૨૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૬ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૮૮૮ થી રૂ.૮૯૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ઈન્ફોસિસ ( ૯૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૨૨ થી રૂ.૯૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ઓરબિન્દો ફાર્મા ( ૮૨૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૭ થી રૂ.૮૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
સિપ્લા લિ. ( ૬૭૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૩ થી રૂ.૬૯૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતોwww.nikhilbhatt.in ને આધીન…!!