રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૧૫૭૫.૧૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૬૮૬.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૬૦૮.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૬૧૮.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૩૧૯.૨૫ સામે ૧૨૩૨૬.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૩૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૩૨૮.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૦૬૭ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૦૯૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૯૮૦ ના નીચા મથાળે નોંધાવી ૬૫ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૯૦૧૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૧૩૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૯૫૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૧૩૯ ના નીચા મથાળે નોંધાવી ૧૩૩ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૬૮૩૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના શેરબજારોમાં પૂરું થવામાં છે, ત્યારે ફંડોની શેરોમાં આક્રમક ખરીદી જોવાઈ હતી. કેન્દ્ર સરકારે પીએસયુ બેંકો યુકો બેંક સહિતમાં નવી પ્રેફન્શિયલ મૂડી લાવતાં પીએસયુ બેંકોની હાલત સુધરવાની અપેક્ષાએ અને હવે નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ફોરેન ફંડોનું એલોકેશન સ્મોલ, મિડ કેપ શેરોમાં વધવાની અપેક્ષાએ ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં એનએવી બેઝડ મોટી ખરીદી કરી હતી. આ સાથે ઈન્ડેક્સ બેઝડ ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, આઈટી, એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પીએસયુ બેંકોમાં નવી મૂડી લાવવાના સરકારના નિર્ણયની સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોએ ફરી આક્રમક લેવાલી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ રીટેલના શેર ધારકોને ચાર શેર સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એક શેર એક્સચેન્જમાં આપવાની સ્વોપ ઓફર કરાતાં આ આકર્ષણે ફંડોની શેરમાં ફરી મોટી લેવાલી થઈ હતી
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૨૪ અને વધનારની સંખ્યા ૯૯૯ રહી હતી. ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વર્ષ ૨૦૨૦માં કેન્દ્રિય બજેટમાં સંખ્યાબંધ પ્રોત્સાહનો-રાહતોની દરખાસ્તો કરાશે. જે આર્થિક રિકવરીને વેગ આપીને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં વધુ સુધારો લાવનારા નીવડે એવી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ વધુ સુધરવાની સંભાવના રહેશે. બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૩૨૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૩૬૦ પોઈન્ટ થી ૧૨૩૭૩ પોઈન્ટ, ૧૨૩૯૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- કોટક બેન્ક ( ૧૬૯૬ ) :- રૂ.૧૬૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૪૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- ટેક મહિન્દ્રા ( ૭૮૭ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૪ થી રૂ.૮૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- ઈન્ફોસિસ ( ૭૩૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલૉજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૭ થી રૂ.૭૫૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!