રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૬૩.૭૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૨૯૭.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૨૬૪.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૩૭૬.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૯૫.૭૫ સામે ૧૨૨૨૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૦૯.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૪૭.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૮૯૩૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૯૮૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૯૧૮ ના નીચા મથાળે નોંધાવી ૫૧ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૮૯૩૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૮૬૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૯૨૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૭૭૦ ના નીચા મથાળે નોંધાવી ૪૩ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૬૭૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ડિસેમ્બર વલણના અંતે અપેક્ષિત ઈન્ડેક્સ બેઝડ ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.ત્યારબાદ સપ્તાહના છેલ્લા દિવસે તેજી જોવા મળી હતી. વર્ષ ૨૦૧૯માં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજી બતાવ્યા બાદ અંતિમ સપ્તાહમાં ફરી ઉછાળો જોવાયો હતો. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ બાદ ચાઈનાએ પણ અમેરિકાની ચીજોની આયાતો પર ટેરિફમાં ઘટાડો જાહેર કર્યા સાથે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાયા છતાં અમેરિકામાં ઈન્વેન્ટરીમાં ઘટાડાના પરિણામે ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં રહીને બ્રેન્ટ ક્રુડના ૬૭.૫૦ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૧.૩૨ ડોલર થઈ જતાં ભારતની મુશ્કેલી વધવાના નેગેટીવ પરિબળ અને આર્થિક મોરચે મંદ પડતાં જતાં વિકાસની ચિંતાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. અલબત ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની આજે પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલથી મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ સામે આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, એફએમસીજી, આઈટી શેરોમાં ખરીદી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૧૧ અને વધનારની સંખ્યા ૧૧૨૧ રહી હતી. ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ક્રિસમસના તહેવારને કારણે કેટલોક સમય માર્કેટમાં વોલ્યુમ ઘટાડા સાથે રેંજ બાઉન્ડ ટ્રેન્ડ જોવા મળી શકે છે પરંતુ જાન્યુઆરીમાં માર્કેટ ચોક્કસ ફૂલગુલાબી જોવા મળી શકે છે. માર્કેટને હાલમાં વૈશ્વિક અને સ્થાનિક તમામ સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે. યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ લગભગ નિશ્ચિત છે અને બંને દેશો અગાઉ એકબીજાની આયાત પર લાદવામાં આવેલી ટેરિફ્સમાં છૂટછાટ મૂકે તેવી શક્યતા છે બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૧૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૪૭ પોઈન્ટ થી ૧૨૨૬૦ પોઈન્ટ, ૧૨૨૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- લાર્સન લિ. ( ૧૨૯૧ ) :- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૬ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રક્શન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- HCL ટેકનોલોજી ( ૫૬૨ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૩ થી રૂ.૫૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૩૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૪ થી રૂ.૫૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!