રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૧૨૫૩.૭૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૩૪૯.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૩૩૪.૫૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૩૬૯.૨૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૪૬.૨૫ સામે ૧૨૨૫૩.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૪૨.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૫૦.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૧૦૮ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૯૫૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૯૫૭ ના નીચા મથાળે નોંધાવી ૪૭ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૯૦૬૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૬૯૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૬૯૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૨૦૦ ના નીચા મથાળે નોંધાવી ૧૯૩ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૬૫૧૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
વર્ષ ૨૦૨૦ના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ તેજી જોવા મળી હતી તેમજ મિડકેપ તથા સ્મોલકેપ્સમાં વધારો જોવાયો હતો. જો કે એકંદરે ૨૦૧૯ના વર્ષે શેરબજારના ખેલાડીઓને નોંધપાત્ર વળતર આપીને અલવિદા લીધી છે. મિડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સમાં વળતર ખાસ આકર્ષક રહ્યા નથી. આર્થિક મંદીના ઓછાયા હેઠળ સમાપ્ત થયેલા ૨૦૧૯ના વર્ષ દરમિયાન સરકાર દ્વારા લેવાયેલા કેટલાક રાહતના પગલાંના પરિણામો ૨૦૨૦માં જોવા મળવાની આશા રખાઈ રહી છે. વિતેલા ૨૦૧૯ના વર્ષમાં ઓટો, ટેલિકોમ, રિઅલ એસ્ટેટ ક્ષેત્રના શેરો દબાણ હેઠળ રહ્યા હતા. ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે વિવિધ ઘટનાક્રમો વચ્ચે ૨૦૧૯ના વર્ષમાં શેરબજાર અથડાતું રહ્યું. દેશમાં નાણાંકીય ક્ષેત્રની તાણ છતાં કેન્દ્રમાં નવી સ્થિર સરકારની રચનાને શેરબજારે વધાવી લીધી હતી અને સેન્સેકસ તથા નિફટી અનુક્રમે ૪૧૮૦૦ તથા ૧૨૨૦૦ની સપાટી કુદાવવામાં વર્ષ દરમિયાન સફળ રહ્યા હતા. માર્કેટના વળતરમાં વૈવિધ્યતા જોવા મળી છે. સેન્સેકસ તથા નિફટી૫૦એ પોઝિટિવ વળતર પૂરું પાડયું છે જ્યારે સમાપ્ત થયેલા વર્ષ દરમિયાન મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં નકારાત્મક વળતર રહ્યું છે.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૨ અને વધનારની સંખ્યા ૧૦૫૨ રહી હતી. ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આર્થિક વિકાસ અત્યારે રૂંધાયેલો રહ્યા સામે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં મંદ પડેલા વિકાસને વેગ આપવા કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા સહિતના સંખ્યાબંધ રાહતો-પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, પરંતુ આ પ્રોત્સાહનો છતાં અર્થતંત્ર અત્યારે મંદ વૃદ્વિના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. નાણા પ્રધાન દ્વારા શકય છે કે વર્ષ ૨૦૨૦માં કેન્દ્રિય બજેટમાં સંખ્યાબંધ પ્રોત્સાહનો-રાહતોની દરખાસ્તો કરાશે. જે આર્થિક રિકવરીને વેગ આપીને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં વધુ સુધારો લાવનારા નીવડે એવી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ વધુ સુધરવાની સંભાવના રહે બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૪૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૬૭ પોઈન્ટ થી ૧૨૨૮૮ પોઈન્ટ, ૧૨૩૦૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૨૯ ) :- રૂ.૧૫૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૭ ના બીજા સપોર્ટથી રીફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૫૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- એક્સિસ બેન્ક ( ૭૬૧ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૩૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૦ થી રૂ.૫૪૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!