IPOINT LOGO FOR HEADER 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૯૭૩૫.૫૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૭૦૧.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૫૬૩.૦૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૮૯૩.૪૩ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૫૪.૯૦ સામે ૧૧૫૯૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૯૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૭૦૩.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૧૦૧૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૧૦૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૯૦૨ ના નીચા મથાળે નોંધાવી ૩૪૬ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૯૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૬૬૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૬૯૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૫૦૫ ના નીચા મથાળે નોંધાવી ૫૯૩ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૬૫૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

બજેટ બાદ સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ થઈ હતી. ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડોને પ્રોત્સાહન આપવા સામે લોકલ ફંડો, રોકાણકારોને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદીની કોઈ અપેક્ષિત રાહત નહીં આપીને સામે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ(ડીડીટી)નો બોજ કંપનીઓના માથા પરથી દૂર કરીને રોકાણકારોના માથે નાખવામાં આવતાં અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં પણ કોઈ રાહત નહીં આપીને રોકાણકારો, બજારને હતાશ કરનારું કેન્દ્રિય બજેટ પૂરવાર થયું હતું. કેન્દ્રિય બજેટમાં આવકવેરા દરોમાં એક પ્રકારે રાહતો આપવાનું જાહેર કરીને નવી વ્યવસ્થામાં રૂ.૫ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં અનેરૂ.૫ લાખથી રૂ.૭.૫ લાખ સુધીની આવક પર ૨૦%ના બદલે ૧૦% ટેક્ષ અને રૂ.૧૦ થીરૂ.૧૨.૫ લાખ પર ૩૦%ના બદલે ૨૦% અને રૂ.૧૨.૫ લાખ થી રૂ.૧૫ લાખ સુધીની આવક ધરાવનારાને ૩૦% ના બદલે ૨૫% ના નવા રાહતના દરો જાહેર કરાયા છતાં આ નવી વ્યવસ્થાને અપનારા માટે આ રાહતો સામે કોઈ એક્ઝેમ્પશન-છૂટ નહીં લેવાની શરત લાગુ કરાતાં અને સરકારે આ વખતે ઈન્કમ ટેક્ષ એક્ટ હેઠળ મળતા વિવિધ ૧૦૦ થી વધુ એક્સઝેમ્પશન પૈકી ૭૦ એક્ઝેમ્પશન રદ-નાબૂદ કરવાનું જાહેર કરીને અનેકને ટેક્ષ નેટમાં જ કાયમ રાખવાની ઠગારી જોગવાઈ કરતા અને એલટીસીજી નાબૂદ નહીં કરતાં બજેટને લોકલ ફંડો-રોકાણકારોએ જાકારો આપીને શેરોમાં સાર્વત્રિક ઓફલોડિંગ જોવા મળ્યું હતું. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ અફડા – તફડી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૨ અને વધનારની સંખ્યા ૧૦૫૨ રહી હતી. ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટના ઇતિહાસમાં સૌથી લાંબું વક્તવ્ય આપ્યું પરંતુ તેનાથી બજેટ સફળ રહેવાની આશા છે. તેમના બજેટમાં રાજકોષીય પ્રોત્સાહનોનો અભાવ હતો. કેટલીક રક્ષણવાદી ડ્યૂટી લાદવામાં આવી છે. સાથે સાથે ધીમા પડતા અર્થતંત્રને વેગ આપવા અમુક સારાં પગલાં પણ છે. આર્થિક નરમાઈનો સામનો કરવા સીતારામને રાજકોષીય ખાધ ૩.૩% થી વધીને વર્ષ ૨૦૧૯-‘૨૦માં ૩.૮% થઈ જવા દીધી હતી. આગામી વર્ષે તે ૩.૫% રહેવાનો અંદાજ છે. બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૬૧૬ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૫૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૪૭ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૪૬ પોઈન્ટ થી ૧૧૭૦૭ પોઈન્ટ, ૧૧૭૧૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ACC લિ. ( ૧૪૩૪ ) :- રૂ.૧૪૨૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૦૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લાર્સન લિ. ( ૧૨૯૦ ) :- કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૮ થી રૂ.૧૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટેક મહિન્દ્રા ( ૮૧૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૨૩ થી રૂ.૮૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.