IPOINT LOGO FOR HEADER 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૭૮૯.૩૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૯૨૧.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૭૦૩.૩૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૯૪૦.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૬૪.૨૫ સામે ૧૧૯૬૩.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૪૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૦૬.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૦૧૦૮ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૧૭૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૧૦૮ ના નીચા મથાળે નોંધાવી ૨૦૦ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૦૧૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૬૯૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૭૯૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૬૯૦ ના નીચા મથાળે નોંધાવી ૨૫૦ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૫૭૮૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કેન્દ્રિય બજેટમાં અપેક્ષિત પ્રોત્સાહનો મૂડી બજાર-રોકાણકારોને નહીં આપવામાં આવતાં અને આવકવેરામાં રાહતો જાહેર કરીને પાછલા બારણેથી આ રાહતો પાછી ખેંચી લેવા જેવી ઠગારી જોગવાઈઓથી ખફા લોકલ ફંડો-ઈન્વેસ્ટરોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાવી દીધા બાદ આ બજેટનું સરકાર દ્વારા અર્થઘટન અને ફોરેન ફંડોને બજેટમાં અપાયેલી રાહતોએ  ફોરેન ફંડોએ આક્રમક તેજી કરીને ઈન્ડેક્સનું ગાબડું પૂરી દીધું હતું. બજેટ ઈફેક્ટ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં કોરોના વાઈરસે દેશના અર્થતંત્રને મોટું નુકશાન પહોંચાડયું હોઈ ચાઈના સાથે વેપાર કરનારા દેશો ભારત તરફ વળવાના અને એડવાન્ટેજ ભારત બનવાના પોઝિટીવ પરિબળ અને બીજી તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત તૂટતાં રહીને નાયમેક્ષ ક્રુડ ૫૦ ડોલરની અંદર આવી જતાં અને બ્રેન્ટ ક્રુડ ૫૪ ડોલર નજીક આવી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ૬ પૈસા વધીને રૂ.૭૧.૨૭ નજીક રહ્યો હતો. આ પરિબળ પણ ભારત માટે પોઝિટીવ બનતાં અને વૈશ્વિક બજારોમાં રિકવરીએ ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ફાર્મા શેરોમાં આકર્ષણે સેન્સેક્સ અને  નિફ્ટી ફ્યુચરમાં ઉછાળો જોવાયો હતો.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૮૪ અને વધનારની સંખ્યા ૧૧૮૦ રહી હતી. ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, બજેટમાં અર્થતંત્ર માટે સ્ટિમ્યુલસની આશા ધોવાઈ જવાને કારણે બજાર ચાલુ સપ્તાહે પણ વધુ ઘટવાની શક્યતા છે. એક મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ ૩-૫% ના ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. બજેટ ઉપરાંત, વૈશ્વિક બજારો પર કોરોના વાઇરસની અસર પણ બજાર પર દબાણ વધારશે. બજેટમાં અર્થતંત્રને ઝડપી વૃદ્ધિ લાવે તેવાં પગલાંનો અભાવ અને લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં રાહત નહીં મળવાથી ટૂંકા ગાળામાં બજારનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૫૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૮૮ પોઈન્ટ થી ૧૨૦૦૮ પોઈન્ટ, ૧૨૦૩૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ઈન્ડીગો લિ. ( ૧૪૧૭ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૦ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • રામકો સિમેન્ટ્સ ( ૮૦૩ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી રૂ.૮૨૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • વોલ્ટાસ લિ. ( ૭૦૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઈલેકટ્રોનિક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૪ થી રૂ.૭૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.