રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૮૧.૭૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૭૫૪.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૭૩૬.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૯૨૬.૧૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૨૮.૬૫ સામે ૧૨૦૬૦.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૫૪.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૦૬.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૭૪૬૬ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૫૬૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૪૬૬ ના નીચા મથાળે નોંધાવી ૩૯ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૩૭૫૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૩૯૦૮ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૯૯૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૮૮૪ ના નીચા મથાળે નોંધાવી ૧૧ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૩૯૩૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ચોથા દિવસની ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. ફુગાવાના રીટેલ આંક અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના આંક જાહેર થતાં પૂર્વે યુ.એસ.ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગના અંતે વ્યાજ દર યથાવત રાખવામાં આવતાં અને અમેરિકી અર્થતંત્રની સતત મજબૂતીને લઈ વર્ષ ૨૦૨૦માં પણ વ્યાજ દરમાં સ્થિરતા જળવાઈ રહેવાનો સંકેત આપવામાં આવતાં આજે વૈશ્વિક બજારોમાં રિકવરીની સાથે ભારતીય શેરબજારોમાં સતત ઈન્ડેક્સ બેઝડ ઝડપી તેજી જોવાઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વના નિર્ણય સાથે હવે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ મામલે પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની ટીમ સાથે મળીને આપવામાં આવનારા નવા સંકેત તેમ જ યુ.કે.માં યોજાનારી ચૂંટણી સાથે ઈસીબીની મીટિંગ પર નજર વચ્ચે ફંડોએ વૈશ્વિક બજારોમાં સતત તેજી કરી હતી. સ્થાનિકમાં કેન્દ્ર સરકાર દ્વારા હવે આર્થિક રિકવરીને વેગ આપવા વધુ પગલાં ટૂંક સમયમાં જાહેર થવાની શકયતા સાથે કેન્દ્રિય બજેટમાં મોટું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષાએ ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગની ઝડપી તેજી જોવા મળી હતી. ડેરિવેટીવ્ઝમાં આજે નિફટી બેઝડ વિકલી કોન્ટ્રેકટસના સેટલમેન્ટમાં ફંડોએ સતત શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૦૯ અને વધનારની સંખ્યા ૧૧૯૮ રહી હતી. ૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતનો આર્થિક વિકાસ દર ઐતિહાસિક નીચી સપાટીએ છે વૈશ્વિક નાણાં બજારો ભારતમાં વૃદ્ધિ મંદ પડી રહ્યાનું જોઈ રહી છે, જે ભારત માટે એક સમશ્યા છે. મંદીમાંથી બહાર આવવાનું અને લોકોની માનસિકતા બદલવામાં ઘણો જ સમય નીકળી શકે છે. ઈન્ડેક્સ બેઝડ તેજીના વિક્રમી ઉછાળા સાથે બજારમાં પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતું જોવાશે. પરંતું શેરોમાં ઉછાળે ફરી સાવચેતી રાખીને હળવા થવું સલાહભર્યું રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૬૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઈન્ટ થી ૧૨૧૦૮ પોઈન્ટ, ૧૨૧૨૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૨૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- ડીવી’ઝ લેબ ( ૧૮૩૦ ) :- રૂ.૧૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૮૫૩ થી રૂ.૧૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- ટાટા એલેક્સી ( ૮૫૭ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૯૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૨ થી રૂ.૫૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!