રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૬૨૬.૬૪ સામે ૪૧૬૩૪.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૪૭૪.૯૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૧૫૩૭.૬૧ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૩૩૯.૩૦ સામે ૧૨૨૯૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૫૫.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૨૭૬.૩૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૫૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૭૭૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૫૦૦ ના નીચા મથાળે નોંધાવી ૪૪૦ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૯૭૧૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૭૧૯૯ ના મથાળેથી ખુલીને ૪૭૪૮૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૧૯૯ ના નીચા મથાળે નોંધાવી ૪૧૨ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૭૪૩૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના બીજા દિવસની ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. ઘરઆંગણે આવી રહેલી સાનુકૂળ અહેવાલો તથા નવા વર્ષની રજા બાદ ફરી ખૂલેલા વૈશ્વિક બજારોમાં જોવાયેલા નોંધપાત્ર સુધારાને પગલે ભારતીય બજારોમાં પણ માનસ ઊંચુ રહ્યું હતું અને ગઈકાલે પસંદગીના ક્ષેત્રો ખાસ કરીને પાવર, સ્ટીલ તથા સિમેન્ટમાં રોકાણકારોની જંલી લેવાલી રહી હતી. રૂપિયા ૧૦૫ ટ્રિલિયનના માળખાકીય ઈન્વેસ્ટમેન્ટ ઉપરાંત જીએસટીના ડીસેમ્બરના આંકડા પ્રમાણમાં પ્રોત્સાહક રહેતા ૨૦૨૦નો પ્રારંભ સારો થયાનું રોકાણકારો માની રહ્યા છે. આ ઉપરાંત ડીસેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ સાત મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. જો કે બિઝનેસ ઓપ્ટિમિઝમ હજુ નબળો છે. ૨૦૨૦માં રૂપિયા ૩૦,૦૦૦ કરોડના આઈપીઓ આવી રહ્યા છે. આમ સેકન્ડરી માર્કેટની પાછળ પ્રાઈમરી માર્કેટ પણ ધમધમતુ રહેવા ધારણાં છે. ઓટો ક્ષેત્રની સ્થિતિમાં સુધારો હજુ નજરે પડતો નથી. ૨૦૨૦ના પ્રથમ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેશમાં અંદાજીત રૂ.૫૮.૮૭ કરોડની નેટ વેચવાલી કરી હતી જ્યારે એફએન્ડઓમાં અંદાજીત રૂ.૨૯૨.૧૩ કરોડની નેટ ખરીદી રહી હતી. આની સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ કેશમાં અંદાજીત રૂ.૨૦૮.૪૭ કરોડ જ્યારે એફએન્ડઓમાં અંદાજીત રૂ.૨૬૩.૨૧ કરોડની નેટ ખરીદી કરી હતી. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મિડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સ ઈન્ડેકસ બેન્ચમાર્કની સરખામણીએ આઉટ પરફોર્મ્સ રહ્યા હતા. માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૬૯ અને વધનારની સંખ્યા ૯૬૬ રહી હતી. ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આર્થિક રિકવરીને વેગ આપીને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં વધુ સુધારો લાવનારા નીવડે એવી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ વધુ સુધરવાની સંભાવના રહેશે. ઈન્ડેક્સ બેઝડ બજારે નવા વિક્રમો સર્જયા છે, ત્યારે વર્ષ ૨૦૨૦માં આર્થિક રિકવરની શરૂઆત થવાની શકયતા વચ્ચે સારા ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધવાની અને આ શેરોમાં રોકાણકારોને અણધાર્યું આકર્ષક ઊંચું વળતર મળે એવી સંભાવના રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૬૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૪૪ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૧૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૮૧ પોઈન્ટ થી ૧૨૩૦૩ પોઈન્ટ, ૧૨૩૧૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- ટેક મહિન્દ્રા ( ૭૬૯ ) :- રૂ.૭૫૭ નો પ્રથમ તેમજ રૂ.૭૪૪ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૮૦ થી રૂ.૭૮૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- ઈન્ફોસીસ ( ૭૩૮ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૧ થી રૂ.૭૫૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- HCL ટેકનોલોજી ( ૫૭૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૮ થી રૂ.૫૯૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!