રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૮.૧૧.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ભારતીય શેરબજારમાં દેવદિવાળી જોવા મળી છે. માર્કેટ ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે. કેન્દ્ર સરકાર ઔદ્યોગિક અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે આગળ જતા વધુ પ્રોત્સાહક પગલા લેશે તેવા સંકેતોથી બજારને સપોર્ટ મળ્યો છે. કોર્પોરેટ ઇન્ડિયાના પોઝિટીવ પરિણામોના કારણે બજાર નવી ઉંચી સપાટી પહોંચવામાં સફળ રહ્યો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૫૩.૭૪ સામે ૪૦૬૩૦.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૫૦૩.૬૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૦૫૭૧.૨૦ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- બજારની તેજીની ચાલમાં નિફ્ટી પાંચ માસની ટોચે ૧૨૦૦૦ પોઇન્ટ ઉપર બંધ રહ્યાં બાદ આજે શરૂઆતી તબક્કામાં પ્રોફિટ બુકિંગ રહેતા ગેપમાં માર્કેટ ખુલ્યું હતું. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૪૭.૯૫ સામે ૧૨૦૦૨.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૯૮૯.૮૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં સુધારાની ચાલ અટકી છે. વૈશ્વિક બજારોમાં ભાવ સપાટી નરમ પડવા સાથે સ્થાનિકમાં માગ ઠંડી રહેતા ભાવ ઘસાઇ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને ૧૪૫૦ ડોલર અને ચાંદી ૧૭ ડોલરની સપાટી ગુમાવે તેવા સંકેતો છે. આગામી સમયમાં ડોલરની ચાલ કેવી રહે છે અને હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્ક તથા ગોલ્ડ ઇટીએફની ખરીદી કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી નજીક ૩૮૦૫૫ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૦૦ અને ૩૮૨૫૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૯૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૭૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૪૮૨ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૭૫૦-૪૬૦૦૦ અને નીચામાં ૪૫૦૦૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં બે તરફી રેન્જ જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર મુદ્દે સમાધાન થાય અને ચીનની ખરીદી આવે તો ક્રૂડમાં સુધારો આવી શકે છે પરંતુ માગ કરતા પુરવઠો વધુ હોવાથી ક્રૂડમાં ઝડપી તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. એમસીએક્સ નવેમ્બર ૪૦૭૦ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૧૦૦ અને ત્યાર બાદ ૪૧૩૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૩૯૭૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના છેલ્લા દિવસની શરૂવાત સાવચેતી સાથે થઇ હતી. દેશમાં વિવિધ ઉદ્યોગો મંદીના સંકટનો સામનો કરી રહ્યા હોઈ એમાં પાછલા દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આર્થિક સુધારા-પ્રોત્સાહનોના પગલાંથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને અલિપ્ત રાખવામાં આવ્યા બાદ આખરે ગઈકાલે નાણા પ્રધાન નિર્મલા સીતારમને દેશમાં ફંડના અભાવે અધૂરાં અટકી પડેલા રિયાલ્ટી પ્રોજેકટોને પૂર્ણ કરવા રાહત આપવા રૂ.૨૫,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરતાં ફોરેન ફંડોએ શેરોમાં અવિરત તેજી કરતાં સેન્સેક્સે નવો વિક્રમી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧૨,૦૦૦ની સપાટી કુદાવી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. આર્થિક સુધારા-પ્રોત્સાહનોના સરકારના પગલાંની સાથે કોર્પોરેટ ઈન્ડિયાને પાછલા દિવસોમાં સરકારે કોર્પોરેટ ટેક્ષમાં આપેલી રાહતથી કંપનીઓના પરિણામો અપેક્ષાથી સારા આવતાં ફંડોનું શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર સાધારણ નબળો પડયો હતો. વૈશ્વિક મોરચે ચાઈનાએ અમેરિકા જો ટ્રેડ ડીલ થશે તો તબક્કાવાર ટેરિફ રોલબેક કરવા સંમત થયાનું જણાવતાં હવે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદે અમેરિકી બજારો સાથે વૈશ્વિક બજારોમાં તેજીનો સપોર્ટ પણ મળ્યો હતો.

એફકેઝેડ

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૩૪ અને વધનારની સંખ્યા ૭૪૨ રહી હતી. ૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો તથા ટ્રેડતણાવ અને બ્રેક્ઝિટના ગ્લોબલ જોખમમાં ઘટાડો જેવાં વિવિધ પરિબળોથી છેલ્લા બે મહિનામાં બજારને રાહત મળી છે. રેલીનું એક કારણ એ પણ હતું કે બજારને સરકાર પાસેથી સુધારાનાં વધુ પગલાંની અપેક્ષા હતી. ભવિષ્યમાં સરકાર ડાયરેક્ટ ટેક્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સમાં કાપ મૂકશે તેવી અપેક્ષા હતી. સરકારનો ઇરાદો ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો અને ટેકાનાં વધુ પગલાં જાહેર કરવાનો છે. સરકારે અગાઉ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો જેનાથી બીજા ક્વાર્ટરનાં પરિણામો સુધર્યાં છે. આ ઉપરાંત વ્યાજના દરમાં ઘટાડો તથા કાચી સામગ્રીનો ખર્ચ ઘટવાથી પણ એવી આશા બંધાઈ છે કે ઇં૨ઋઢ૨૦માં બિઝનેસનું આઉટલૂક વધારે સુધરશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૯૯૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૦૯ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૨૨ પોઈન્ટ થી ૧૨૦૪૭ પોઈન્ટ, ૧૨૦૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

લ્યુપિન લિમિટેડ ( ૭૪૦ ) :- રૂ.૭૨૪ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૫૩ થી રૂ.૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઇન્ફોસિસ ( ૭૧૭ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૮ થી રૂ.૭૩૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૮૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.