રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૨૭૭૮.૧૪ સામે ૩૧૨૧૪.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૯૩૮૮.૯૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૫૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૩૧૧૩૭.૬૮ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૫૪૬.૬૦ સામે ૮૯૩૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૯૯.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૫૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૯૧૭૬.૮૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૧૭૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૨૦૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૧૪૪૩ ના નીચા મથાળે નોંધાવી ૨૩૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૧૯૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૩૨૮૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૨૮૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૨૭૩૫ ના નીચા મથાળે નોંધાવી ૧૦૧૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૩૧૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે જબદસ્ત કડાકો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી WHOએ કોરોનાને વિશ્વ માટે મહામારી જાહેર કરવાની બીજી તરફ અમેરિકાએ પણ યુરોપના દેશોમાંથી અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મુકવાના અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં કડાકો બોલી ગયા બાદ આજે વિશ્વભરના અન્ય બજારો પર તેની ગંભીર અસર થવા પામી હતી. આ અહેવાલો પાછળ આજે સવારે એશિયાઇ બજારોમાં પ્રચંડ કડાકા નોંધાયા બાદ ભારતીય શેરબજારમાં પણ ચોમેરથી આવેલ વેચવાલીના પગલે બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૧૦૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. ઐતિહાસિક કડાકાને પગલે નિફ્ટી અને બેન્કનિફ્ટી પર સવારે ખુલ્યાના થોડા સમય બાદ ૧૦%થી વધુનો કડાકો નોંધાતા લોઅર સર્કિટ લાગી હતી. જેના કારણે ભારતીય શેરબજાર ૧ કલાક માટે ટ્રેડિંગ બંધ રાખવામાં આવ્યું હતું. ઐતિહાસિક કડાકાને પગલે ફફડાટ જારી રહેતાં વિશ્વભરના શેરબજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. આ ઉપરાંત મોટાભાગે વિવિધ સેક્ટર્સમાં પણ વેચવાલીને પગલે મંદ વલણ જોવા મળી રહ્યું છે. બીએસઈ પર ઓટો ઈન્ડેક્સ ૧૧.૧૪%, મેટલ ઈન્ડેક્સ ૧૧.૬૨%, રિયલિટી ઇન્ડેક્સ ૯.૪૫% અને આઈટી ઈન્ડેક્સ ૧૨.૩૮% પટકાઈને કારોબાર કરી રહ્યા હતા. કોરોનાના કારણે વૈશ્વિકબજારમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. અમેરિકન શેરબજારમાં પણ ડાઉ જોન્સમાં લોઅર સર્કિટ જોવા મળી છે. ત્યારે ભારતીય શેરબજાર જબરદસ્ત રીતે પ્રભાવિત થયા છે.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૪ અને વધનારની સંખ્યા ૨૦૪ રહી હતી. ૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, કોરોના વાઇરસના પગલે એશિયાઇ દેશોના તેમજ યુરોપીયન દેશોના શેરબજાર પર ગંભીર અસર થવા પામી હતી. જેના પગલે આજે ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, હોંગકોંગ, સિંગાપોર સહિતના અન્ય દેશોના શેરબજારોમાં પાંચ ટકા સુધીના ગાબડાં નોંધાયા હતા. યુરોપિયન શેરબજારોમાં પણ કોરોના વાઇરસના પ્રબળ બનેલા હાઉ પાછળ મોટાપાયે વેચવાલીનું દબાણ આવતા ત્યાંના બજારોમાં પણ ૧૦% થી વધુના ગાબડાં નોંધાયા હતા. ઉપરોક્ત અહેવાલો તેમજ કોરોના વાઇરસના મુદ્દે સાવચેતીના પગલા રૂપે ભારતે પણ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પર અંકુશ લાદતા ભારતીય શેરબજારોનું મોરલ ખરડાયું હતું. આ સાથે કોરોના વાઇરસ, ક્રુડ ઓઈલના તૂટતાં ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૮૩૭૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૮૨૭૦ પોઈન્ટના પ્રથમ અને ૮૦૮૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૮૪૮૪ પોઈન્ટ થી ૮૮૦૮ પોઈન્ટ, ૯૦૦૯ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૯૦૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- લુપિન લિ. ( ૫૪૧ ) :- રૂ.૫૪૧ નો પ્રથમ તેમજ રૂ.૫૨૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૫૫૭ થી રૂ.૫૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- સન ફાર્મા ( ૩૩૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- અદાણી પોર્ટ ( ૨૩૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૨૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૪૭ થી રૂ.૨૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!