રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૫.૧૧.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ભારતીય સેન્સેક્સ સતતત સાત ટ્રેડિંગ દિવસથી પોઝિટીવ રહ્યાં બાદ આજે વિક્રમી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવે તેવા સંકેતો છે. ગઇકાલે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૪૦૪૮૩ પોઇન્ટ પહોંચ્યો હતો આજે આ લેવલ પાર કરે તો નવાઇ નહિં. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૩૦૧.૯૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૪૪૫.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૨૩૭.૯૭ પોઈન્ટના નીચા મથાળથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૩૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- બજાર મોમેન્ટરમ તેજી તરફી રહ્યું છે ત્યારે સેન્સેક્સ સાથે નિફ્ટીમાં પણ સુધારાની ચાલ રહી છે. પોઝિટીવ કંપની પરિણામના સથવારે બજારમાં તેજીની ચાલ જળવાઇ રહી છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૭૯.૭૦ સામે ૧૧૯૮૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૫૧.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૮૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં બે તરફી ચાલ રહી છે. જ્યાં સુધી સોનું ૧૫૩૦ ડોલરની સપાટી કુદાવવામાં સફળ નહિં રહે ત્યાં સુધી ઝડપી તેજીના સંકેતો નહિંવત્ છે. જોકે, સ્થાનિક બજારમાં ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બની ૭૦ની સપાટી નજીક સરક્યો હોવા છતાં લગ્નગાળાની સિઝનની માગના કારણે સુધારા તરફી ચાલ રહી છે. સ્થાનિકમાં સોનું ઉંચકાઇ ૪૦૧૦૦ બોલાયું છે પરંતુ ૪૦૫૦૦ની ઓલટાઇમ હાઇ સપાટી પહોંચવા પૂર્વે ભાવ ઘટી ૩૯૭૫૦ થઇ શકે છે. ચાંદીમાં પણ તેજીને સપોર્ટ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૧૮ ડોલરની સપાટી ઉપર છે પરંતુ જ્યાં સુધી ૧૮.૭૦ ડોલરની ઉપર બંધ ન આપે ત્યાં સુધી ઝડપી તેજીનું ધ્યાન નથી. સ્થાનિક બજારમાં ચાંદી ૪૭૫૦૦ આસપાસ ટ્રેડ થઇ રહી છે જે ગમે ત્યારે ૪૮૦૦૦ થઇ શકે છે. નીચામાં ૪૬૦૦૦ નો મજબૂત સપોર્ટ છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૫૦૦ ની સપાટી નજીક ૩૮૪૯૦ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૫૦૦ અને ૩૮૬૫૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૪૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૮૨૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૬૮૫૦ ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૭૦૦૦-૪૭૨૫૦ અને નીચામાં ૪૬૫૦૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં બે તરફી તોફાની વધઘટ જોવા મળી રહી છે. ક્રૂડ ૫૭ ડોલરથી ૬૨ ડોલરની રેન્જમાં સતત અથડાઇ રહ્યું છે. ક્રૂડનો વપરાશ સતત ઘટી રહ્યો છે. બીજી તરફ માગ કરતા પુરવઠો વધુ છે જેના કારણે ક્રૂડમાં તેજી અટકી છે. ક્રૂડમાં સુધારો હવે માત્ર જીઓ પોલિટીકલ ઇશ્યુ આધારિત જ બની રહેશે. જ્યાં સુધી ક્રૂડ ૬૩ ડોલરની સપાટી ન કુદાવે ત્યાં સુધી ઝડપી તેજીના સંકેતો નથી. એમસીએક્સ નવેમ્બર ૪૦૧૯ ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૦૭૦ અને ત્યાર બાદ ૪૧૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૩૯૩૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન એકંદર અપેક્ષાથી સારી સાબીત થઈ રહી હોઈ હાઉસીંગ ફાઈનાન્સ જાયન્ટ એચડીએફસી લિમિટેડના સારા પરિણામ જાહેર થતાં તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ફોરેન રોકાણકારોને આકર્ષવા ટેક્ષમાં વધુ રાહતો આપશે એવું નિવેદન આશીયાન દેશોની મીટિંગમાં કરતાં પોઝિટીવ અસરે ફોરેન ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સતત સાતમાં દિવસે તેજી કરીને સેન્સેક્સમાં નવો રેકોર્ડ સર્જયો હતો. આ પોઝિટીવ પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટ આગળ વધતાં અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થવાના વિશ્વાસે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ફંડોનું શેરોમાં આકર્ષણ રહ્યું હતું. મેટલ-માઈનીંગ શેરોમાં તેજી સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ઈન્ફોસીસમાં તાજેતરમાં કંપની મેનેજમેન્ટ સામે વિસલબ્લોઅર દ્વારા આક્ષેપો કરતી ફરિયાદ મામલે કંપનીએ એનએસઈના ઈમેઈલનો જવાબ આપીને આ આક્ષેપો-આરોપોમાં કોઈ આધારરૂપ પુરાવા રજૂ નહીં થયા હોવાનું જણાવાતાં ઈન્ફોસીસની આગેવાનીએ તેજી તેમજ ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ નવી ઊંચાઈનો વિક્રમ સર્જીને તેજીની દોટ આગળ વધતી રહીને સેન્સેક્સ-નિફટી બેઝડ ફંડોએ તેજીની દોટને આગળ વધારી હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૩૪ અને વધનારની સંખ્યા ૯૦૮ રહી હતી. ૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતીય શેરબજાર હતાશામાંથી બહાર આવી ચૂક્યું છે અને નાના-મોટા તમામ રોકાણકારો માર્કેટ તરફ પરત વળ્યા છે. નાણાપ્રધાને સપ્ટેમ્બર મહિનામાં લીધેલા આર્થિક નિર્ણયોની અસર આવતાં હજુ થોડો સમય લાગશે પરંતુ તેમના પ્રયાસોએ રોકાણકાર સમુદાયના મોરલને મોટો સપોર્ટ પૂરો પાડ્યો અને તેને કારણે બજાર મોટી વેચવાલીની સ્થિતિમાં જતું અટક્યું એટલું જ નહીં પરંતુ તે તેજીના નવા ઝોનમાં જવા તૈયાર થઈ રહ્યું હોય તેવું જણાય છે. કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝન એકંદર અપેક્ષાથી સારા રિઝલ્ટની પૂરવાર થઈ રહી છે,ત્યારે હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા ત્રિમાસિક પરિણામોમાં આજરોજ ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, બુધવારે ૬,નવેમ્બર ૨૦૧૯ના સિપ્લા, લુપીન, રિઝલ્ટ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૯૫૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૮૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૯૭ પોઈન્ટ થી ૧૨૦૦૮ પોઈન્ટ, ૧૨૦૨૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

અઈઈ લિમિટેડ ( ૧૫૫૫ ) :- રૂ.૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૨૩ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૯૦ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૩ થી રૂ.૬૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

જસ્ટ ડાયલ ( ૫૬૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પબ્લિશિંગ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.