રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૧૬.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૮૫૦૬.૦૯ સામે શરૂઆતી તબક્કામાં ઝડપી સુધારા સાથે ૩૮૬૩૭.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૧૯.૮૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૫૮૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૩૯.૪૦ સામે ૧૧૪૫૮.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૩૭.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૪૪૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં ધીમી તેજીનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. જોકે, રોકાણકારો માટે સોના-ચાંદીની તુલનાએ હવે પેલેડિયમ શ્રેષ્ઠ વળતરદાયી સાબીત થઇ શકે છે. પેલેડિયમ અત્યારે ઓલટાઇમ હાઇ ૧૭૨૭ ડોલર આસપાસ બોલાઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેલેડિયમ ડિસેમ્બર અંત સુધીમાં ઝડપી વધી ૧૭૭૦-૧૮૦૦ ડોલર થાય તેવા સંકેતો છે. તેની તુલનાએ સોનું ૧૫૫૦-૧૫૭૦ ડોલરની રેન્જમાં રહેશે. સોનાની તેજી માટે અનેક ફેક્ટર કારણભૂત છે. જ્યાં સુધી ભારત અને ચીનની મોટા પાયે માગ ન ખુલે તેમજ હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી સક્રિય ન બને ત્યાં સુધી તેજી નકારાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૦૦ ડોલરની રેન્જમાં રમી રહ્યું છે. સ્થાનિકમાં ભાવ ૪૦૦૦૦ની સપાટી નજીક સરક્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૦૦ ડોલર અંદર ૧૪૮૭ જ્યારે ચાંદી ૧૭.૪૬ ડોલરની સપાટી નજીક ટ્રેડ થવા લાગ્યા છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૧૬૨ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે સુધર્યું છે. આજે ઉપરમાં ૩૮૨૫૦ અને ૩૮૩૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૦૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૯૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૪૨૭ ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૭૫૦ અને નીચામાં ૪૫૨૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં તેજીને પુરતો સપોર્ટ મળતો નથી. જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડ ૫૭ ડોલરની સપાટી ન ગુમાવે ત્યાં સુધી મંદીની શક્યતા નહિંવત્ છે. જ્યારે સ્લો ડાઉનના કારણે ૬૨ ડોલરથી વધુ તેજીના ચાન્સ પણ જણાતા નથી. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૦૦ની સપાટી ગુમાવી ૩૭૯૫ આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૭૫૦ અને ત્યાર બાદ ૩૭૩૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૮૫૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

અમેરિકા-ચાઈના વચ્ચે ગત સપ્તાહમાં ટ્રેડ વાટાઘાટ આગળ વધ્યા બાદ ફરી ચાઈનાની આ મામલે વધુ ચર્ચાની માંગને લઈ બન્ને દેશો વચ્ચે વાટાઘાટ ઘોંચમાં પડતાં વૈશ્વિક બજારો પાછળ શેરોમાં ઉછાળે આંચકા આવ્યા બાદ કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિક સીઝનમાં હિન્દુસ્તાન યુનિલિવર સહિતના સારા પરિણામે આજે બજારમાં ફરી તેજી આવી હતી. હિન્દુસ્તાન યુનિલિવરના રિઝલ્ટ બાદ બજાર બંધ થયા બાદ વિપ્રોના અપેક્ષાથી સારા રિઝલ્ટ જાહેર થતાં પૂર્વે આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ છતાં ઓવરસોલ્ડ ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજી કરતાં અને પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે સતત મોંઘો બનતો રહીને ૩૧ પૈસા વધીને રૂ.૭૧.૫૪ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહીને બ્રેન્ટ ક્રુડ ૪૫ સેન્ટ ઘટીને ૫૮.૯૦ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૭ સેન્ટ ઘટીને ૫૩.૦૨ ડોલર રહ્યા હતા. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોએ ફરી અફડાતફડી બોલાવી અંતે તેજી કરી હતી.ઓટોમોબાઈલ શેરોમાં ફરી તેજીએ વેગ પકડયો હતો. તહેવારોની સીઝનમાં વાહનોના વેચાણને નબળા પ્રતિસાદ છતાં ફંડોએ ઓવરસોલ્ડ ઓટો  શેરોમાં શોર્ટ કવરિંગ વધ્યું હતું.બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની લેવાલી સતત વધતી જોવાઈ હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૬ અને વધનારની સંખ્યા ૯૨૪ રહી હતી. ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે પોઝિટીવ સંકેતે ફરી શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટની પ્રગતિ અને ચાઈનાના ત્રીજા ત્રિમાસિકના જીડીપી વૃદ્વિના ૧૮,ઓકટોબર ૨૦૧૯ના જાહેર થનારા આંક અને અમેરિકાના સપ્ટેમ્બર ૨૦૧૯ મહિનાના રીટેલ વેચાણના ૧૬,ઓકટોબર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર નજર અને ફરી ક્રુડ ઓઈલના ભાવ વધવા લાગતાં ક્રુડના ભાવ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૪૩૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૭૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૬૦ પોઈન્ટ થી ૧૧૪૮૮ પોઈન્ટ, ૧૧૫૦૫ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૭૧૭ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૯૩ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૭૨૮ થી રૂ.૭૩૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

એસ્કોર્ટ્સ લિ. ( ૬૩૬ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૩ થી રૂ.૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

જસ્ટ ડાઈલ ( ૫૮૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પબ્લિશિંગ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૩ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.