રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૧૫.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૮૨૧૪.૪૭ સામે શરૂઆતી તબક્કામાં ઝડપી સુધારા સાથે ૩૮૩૧૬.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૨૩૮.૨૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૩૨૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૩૬.૩૦ સામે ૧૧૩૬૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં ધીમી પણ મજબૂત તેજી રહી છે. વૈશ્વિક બજારને તેજીનો પુરતો સપોર્ટ મળતો નથી પરંતુ હેજ ફંડ્સ, સેન્ટ્રલ બેન્ક તથા રોકાણકારોની ખરીદીના ટેકે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૦૦ ડોલરની રેન્જમાં રમી રહ્યું છે. જ્યાં સુધી ૧૪૭૦ ડોલરની સપાટી ન ગુમાવે ત્યાં સુધી ઘટાડાના સંકેતો નથી. સ્થાનિકમાં ભાવ ૪૦૦૦૦ની સપાટી નજીક સરક્યાં છે. તહેવારોની સિઝનના કારણે અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા ભાવ ઉંચકાઇ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૦૦ ડોલર અંદર ૧૪૯૪ જ્યારે ચાંદી ૧૭.૭૦ ડોલરની સપાટી નજીક ટ્રેડ થવા લાગ્યા છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૨૫૦ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે સુધર્યું છે. આજે ઉપરમાં ૩૮૪૫૦ અને ૩૮૬૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૧૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૮૦૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૫૭૫૦ની સપાટી ઉપર રહી છે. અત્યારે ૪૫૯૧૦ છે જે ઉપરમાં ૪૬૨૫૦ અને નીચામાં ૪૫૭૫૦ સુધી જઇ શકે.
ક્રૂડ :- ક્રૂડમાં તેજીને પુરતો સપોર્ટ મળતો નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર મુદ્દો ઉકેલાય અને ચીનની માગ ખુલે તો બજારને સપોર્ટ મળી સકે તેમ છે. જોકે, બજારમાં ઘટાડાની જગ્યા પણ નહિંવત્ છે. જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડ ૫૭ ડોલરની સપાટી ન ગુમાવે ત્યાં સુધી મંદીની શક્યતા નહિંવત્ છે. જ્યારે સ્લો ડાઉનના કારણે ૬૨ ડોલરથી વધુ તેજીના ચાન્સ પણ જણાતા નથી. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૦૦ ની સપાટી ગુમાવી ૩૭૯૯ આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૭૭૦ અને ત્યાર બાદ ૩૭૩૦ સુધી પહોંચી શકે છે.
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
ટ્રેડીંગની શરૂઆત એશીયાના બજારોની તેજી પાછળ આક્રમક તેજીએ થઈ હતી. અમેરિકા અને ચાઈના વચ્ચે ગત સપ્તાહમાં ટ્રેડ વાટાઘાટ ફરી આગળ વધતાં પોઝિટીવ સંકેતે વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી જોવાયા બાદ ચાઈનાએ રંગ બદલીને ટ્રેડ સમજૂતી પૂર્વે વધુ ચર્ચા થવી જોઈએ એવી માંગ કરતાં આ ટ્રેડ ડિલ ફરી વિલંબમાં પડવાના ભયે ફરી વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં ઉછાળે આંચકા આવ્યા હતા.હોલસેલ ફુગાવાનો આંક ઓગસ્ટ ૨૦૧૯ના ૧.૧ ટકાની તુલનાએ સપ્ટેમ્બર ૨૦૧૯માં ઘટીને ૦.૩ ટકા જાહેર થતાં ફંડોની આરંભમાં શેરોમાં આક્રમક લેવાલી નીકળી હતી. કોર્પોરેટ પરિણામોની પણ જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિકની શરૂ થયેલી સીઝનમાં આઈટી કંપનીઓ ટીસીએસ અને ઈન્ફોસીસના નબળા પરિણામે નરમાઈ બાદ પસંદગીના આઈટી શેરોમાં રિકવરી સાથે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, બેંકિંગ, ફાર્મા, એફએમસીજી શેરોમાં ફંડોએ શોર્ટ કવરિંગ સાથે આરંભમાં મોટી તેજી કરી હતી. પરંતુ ઉછાળે ફરી આંચકા આપીને ફંડોએ ફ્રન્ટલાઈન શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કરતાં અને આઈટી શેરોમાં ઈન્ફોસીસમાં હેમરીંગ વધતાં સેન્સેક્સનો આરંભિક મોટો ઉછાળો અંતે ઓસરતો જઈ સેન્સેક્સ અને નિફટી સ્પોટ તેજી જોવા મળી છે.
કુલ ટ્રેડીંગ થયેલી ૧૪૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૧૦ અને વધનારની સંખ્યા ૭૨૩ રહી હતી. ૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિકની શરૂ થયેલી સીઝનમાં આઈટી જાયન્ટ ટીસીએસે નિરાશ કર્યા સામે ઈન્ફોસીસના અપેક્ષિત પરિણામ બાદ હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા રિઝલ્ટમાં હિન્દુસ્તાન યુનિલિવર, વિપ્રો અને એસીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અંબુજા સિમેન્ટના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે. તેમજ ક્રુડના ફરી વધતાં ભાવ, ફુગાવાના સપ્ટેમ્બરના આંક, છઇઈંની મીનિટ્સ, ચાઈના-અમેરિકા ટ્રેડ વાટાઘાટની પ્રગતિ પર નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- (૧૧૩૬૦) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૮૮ પોઈન્ટ થી ૧૧૪૦૪ પોઈન્ટ, ૧૧૪૧૪ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૧૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ટેક મહિન્દ્રા (૭૨૨) :-રૂ.૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૪૦ થી રૂ.૭૪૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
મહિન્દ્રા મહિન્દ્રા (૫૬૯) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૩ થી રૂ.૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૫૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
ઓરબિન્દો ફાર્મા (૪૬૦) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે