શેરબજારમાં બે તરફી મૂવમેન્ટ રહી છે. બુધવારે કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને દિવાળી ભેટ સ્વરૂપે ૫% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું તેની સથવારે ૬૪૬ પોઇન્ટની તેજી આવી પરંતુ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ ઇનવેસ્ટર સર્વિસિઝ દ્વારા દેશનો જીડીપી દર ૨૦૧૯-૨૦ માટે અગાઉના ૬.૨%ના અંદાજથી ઘટાડીને ૫.૮% કરવામાં આવતા અને વપરાશ ઘટવા સાથે નાણાંકિય સ્થિતી તંગ બનતા બજારને ફરી નિરાશ કર્યું હતું. ગુરૂવારે સેન્સેક્સ ફરી ૨૯૮ પોઇન્ટ તૂટ્યો હતો. બેન્કિંગ ફાઇનાન્સ શેરોમાં ઓફલોડિંગ અને તહેવારો છતાં ઓટો સેક્ટરમાં પોઝિટીવ આશાવાદ ન રહેવાના કારણે બજારમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું. આર્થિક વૃદ્ધિના નીચા અંદાજ અને અમેરિકા તથા ચીનના ટ્રેડવોર વાટાધાટ પૂર્વે મેટલ્સ, એનર્જી જેવા સેક્ટરમાં પણ નિરાશા રહી હતી. વિદેશી નાણાંકિય સંસ્થાઓની પણ એકતરફી વેચવાલીનો ટ્રેન્ડ યથાવત રહ્યો હતો. ક્રૂડ ઓઇલમાં ભાવ સપાટી બે તરફી વધઘટે અથડાઇ રહી છે. નજીવી વધઘટ સાથે ક્રૂડ ૫૮ ડોલરની સપાટી પહોંચ્યા છે. તેમજ ડોલર સામે રૂપિયો છેલ્લા ત્રણેક ટ્રેડિંગ સેસનથી ધીમો ઘસાઇ રહ્યો હતો. ઇન્ટ્રા ડે ટ્રેડીંગ રુખ સવારે ૧૦ કલાકે…

સેન્સેક્સ :- સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડીંગની શરૂઆત ઝડપી સુધારા સાથે થઇ હતી. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૭૮૮૦.૪૦ સામે ૩૭૯૯૪.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૯૬૧.૦૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૨૯૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૫૪.૨૫ સામે ૧૧૨૮૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૨૮૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૯.૯૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના વાટાઘાટ પૂર્વે સોના-ચાંદીમાં મજબૂત સ્થિતી રહી છે. વૈશ્વિક સ્લો ડાઉનના કારણે હેજફંડ્સ ઉપરાંત સેન્ટ્રલ બેન્કોની ખરીદીનું આકર્ષણ જળવાઇ રહ્યું છે જેના કારણે ઘટાડાના સંકેતો નકારાઇ રહ્યાં છે. જોક, દેશમાંથી થતી જેમ્સ-જ્વેલરીની નિકાસ સતત ઘટી રહી છે. દેશમાં આકરી સોનાની ડ્યૂટીના કારણે સોનાની આયાત સતત ઘટી રહી છે. આ ઉપરાંત ચીનની ખરીદી પણ ધીમી પડી છે.

પરંતુ બીજી તરફ ફંડહાઉસ અને અન્ય રોકાણકારોની ડિમાન્ડ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૦૦ ડોલર જ્યારે ચાંદી ૧૫.૫૫ ડોલરની સપાટી નજીક ટ્રેડ થવા લાગ્યા છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૧૫૫ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે નજીવું ઘટ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૭૦ અને ૩૮૩૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૯૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૬૭૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૬૦૦૦ની સપાટી ગુમાવી છે. અત્યારે ૪૫૪૩૫ છે જે ઉપરમાં ૪૫૭૫૦ અને નીચામાં ૪૫૦૦૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડની તેજી માટે હાલ કોઇ ફંડામેન્ટલ નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર મુદ્દે હલ થાય તો જ બજારને વેગ મળી શકે. આ ઉપરાંત તૂર્કિ અને સિરિયાના તંગદીલી ભર્યા માહોલના કારણે ક્રૂડમાં મોટી મંદી પણ નકારાઇ રહી છે. માગ સામે પુરવઠો મોટી માત્રામાં હોવાથી તેજીના સંકેતો નથી ઉલટું આજે અમેરિકામાં ક્રૂડ ઇનવેન્ટરી રેસિયો કેવો રહે છે તેના પર આધાર રહેશે. ગઇકાલે બ્રેન્ટ ક્રૂડ ઘટી ૫૮ ડોલરની સપાટી પહોંચ્યા બાદ આજે ફરી ઠંડુ પડી ૫૭.૫૦ ડોલર આસપાસ પહોંચ્યું છે. જ્યારે એમસીએક્સ ઓક્ટોબર ૩૮૧૬ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૩૮૩૦ અને ત્યાર બાદ ૩૮૭૦ સુધી પહોંચી શકે છે.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

તહેવારોની સાથે સાથે કેન્દ્ર સરકારે તેના ૫૦ લાખથી વધુ કેન્દ્રિય કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શન ધારકોના મોંઘવારી ભથ્થાને ૧૨% થી વધારી ૧૭% કરવાનું જાહેર કરીને રૂ.૧૬,૦૦૦ કરોડની લ્હાણી કરતાં અને દિવાળી પૂર્વે  ફિલગુડ ફેકટરને એક્ટીવેટ કરીને આ કરાયેલી જાહેરાત સાથે બજારનું સેન્ટીમેન્ટ પણ ઝડપી સુધર્યું હતું. શેરોમાં પાછલા છ ટ્રેડીંગ દિવસથી સતત નરમાઈને આજે બ્રેક લાગી બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં ફંડોએ આક્રમક તેજીનું તોફાન મચાવ્યું હતું. બીજી તરફ અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ટેન્શન વધી અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ચાઈનાની આઠ ટેકનોલોજી-સર્વેલન્સ કંપનીઓ સહિત ૨૮ કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકવાનું જાહેર કરતાં અને  વોશિંગ્ટનમાં અમેરિકા અને ચાઈના વચ્ચે યોજાનારી ઉચ્ચસ્તરીય ટ્રેડ વાટાઘાટ પૂર્વે જ આ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ નરમાઈ છતાં ભારતીય શેરબજારોમાં ફંડોએ બેંકિંગ શેરોમાં આક્રમક તેજી કર્યા સાથે ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં તેજી કરી હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ તોફાની તેજીમાં મંદીવાળાઓના ઓળીયા સરખા થયા હતા.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૭૭ અને વધનારની સંખ્યા ૧૦૦૫ રહી હતી. ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, સરકારે વર્તમાન કંપનીઓ માટેના કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦%નો અને નવી કંપનીઓ માટે ૧૮%નો જંગી ઘટાડો કર્યા બાદ બજાર માટે હવે ઘટાડાનું જોખમ ઘટ્યું છે.

પરંતુ બજાર હજુ પણ કોન્સોલિડેટ થઈ રહ્યું છે કારણ કે, ઇક્વિટીઝમાં રોકાણ કરવા માટે તેને હજુ કોઈ રાહતો મળી રહી નથી. શોર્ટ-ટર્મમાં ગ્રોથ ઘટ્યો હોવાથી અને સરકારે રાહતો આપી હોવા છતાં એસેટ ક્લાસ તરીકે ઇક્વિટી માટેનો આઉટલૂક નબળો પડી શકે  છે. ડોમેસ્ટિક આર્થિક વૃદ્ધિદર નબળું પ્રદર્શન જાળવી રાખશે અને આ સ્થિતિ હજુ એક કે બે ક્વાર્ટર સુધી યથાવત્ રહી શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૩૧૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૪૭ પોઈન્ટ થી ૧૧૩૭૦ પોઈન્ટ, ૧૧૩૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

લ્યુપીન લીમીટેડ ( ૬૮૪ ) :- રૂ.૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૫૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

એકસિસ બેન્ક ( ૬૭૬ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૮ થી રૂ.૬૯૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

મહિન્દ્ર  મહિન્દ્ર ( ૫૬૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.