રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
શેરબજારમાં બુધવારે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ ૬૪૬ પોઇન્ટના સુધારાનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ સ્વરૂપે ૫% મોંઘવારી ભથ્થુ વધારવામાં આવતા તેની અસર જોવા મળી હતી. માર્કેટને વેગ આપવા માટે સરકારે ફિલગુડ ફેક્ટરને એક્ટીવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માત્રને માત્ર બુધવાર પુરતું સિમિત રહ્યું હતું. આજે તા.૧૦.૧૦.૨૦૧૯ ના રોજ ગુરુવારે ખુલતાની સાથે બજાર નેગેટિવ ટ્રેન્ડ રહ્યો છે. નિફ્ટી કંપનીઓ માટે સપ્ટેમ્બર ત્રિમાસીક તબક્કો અર્નિંગ્સની રીતે જોઇએ તો નબળો બની રહેવાની ધારણા છે સરકારે વૃદ્ધિને ઉત્તેજન આપવાની જાહેરાત કરી ત્યારબાદ સેન્ટિમેન્ટમાં સુધારાએ નેગેટિવ ફીડબેક અટકાવ્યું છે અને સ્થિતિ જ બદલી નાખી છે પરંતુ અંડરલાઇંગ ડિમાન્ડ હજુ પણ નબળી છે ઇન્ટ્રા ડે ટ્રેડીંગ રુખ સવારે ૧૦ કલાકે…
સેન્સેક્સ :- સપ્તાહના ચોથા દિવસે ટ્રેડીંગની શરૂઆત મંદી સાથે થઈ હતી ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૭૭.૯૫ સામે ૩૮૧૩૦.૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૯૭૮.૮૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૦૪૦ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૪૭.૭૦ સામે ૧૧૨૭૬.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૨૬૭.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૮૯.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
ગોલ્ડ-સિલ્વર :- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક પગલાઓના કારણે ટ્રેડવોર મુદ્દે સતત વણસી રહ્યો છે જેના કારણે સેફહેવન એવા સોના-ચાંદીમાં તેજીને સપોર્ટ મળી રહ્યો છે.ટ્રેડવોરના કારણે યુરોપિયન દેશો, ચીન, અમેરિકા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા ભારત સહિત અનેક દેશો મંદીના વમળમાં વધુને વધુ ફસાતા જાય છે જેના કારણે સોનામાં સેન્ટ્રલ બેન્કો, હેજફંડો તથા ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનું પ્રભૂત્વ વધી રહ્યું છે જેના પરિણામે સોનામાં તેજી જળવાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૧૨ ડોલર જ્યારે ચાંદી ૧૫.૮૫ ડોલરની સપાટી નજીક ટ્રેડ થવા લાગ્યા છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૫૦૦ની સપાટી નજીક ૩૮૪૬૫ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે ઉંચકાઇ ઉપરમાં ૩૮૬૭૦ અને ૩૮૭૫૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૩૭૦ મજબૂત સપોર્ટ છે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૬૦૦૦ની સપાટી કુદાવી છે. અત્યારે ૪૬૦૯૨ છે જે ઉપરમાં ૪૬૨૫૦ અને નીચામાં ૪૫૯૦૦ સુધી જઇ શકે.
ક્રૂડ :- ક્રૂડની મૂવમેન્ટ જિયો પોલિટીક ઇશ્યુ આધારીત બની ગઇ છે. ગઇકાલે બ્રેન્ટ ક્રૂડ ઉંચકાઇ ૫૯ ડોલરની સપાટી પહોંચ્યા બાદ આજે ફરી ઠંડુ પડી ૫૮ ડોલર આસપાસ પહોંચ્યું છે. અમેરિકામાં ચાલુ સપ્તાહમાં ક્રૂડ ઇનવેન્ટરી રેશિયો કેવો રહે છે અને પુરવઠા સામે માગ કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૫૮.૮૦ ડોલરની સપાટી ઉપર રહ્યું છે. જ્યારે એમસીએક્સ ઓક્ટોબર ૩૭૩૫ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ફરી ઘટીને ૩૭૦૦ અને ત્યાર બાદ ૩૬૭૦ સુધી પહોંચી શકે છે. હાલ ક્રૂડમાં ઝડપી તેજીના સંકેતો નહિંવત્ છે.
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સ્થાનિક ક્ષેત્રે આગામી સપ્તાહે ત્રિમાસિક ગાળાના પરિણામનો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ અર્નિંગનો ગ્રોથ ૫ % રહેશે જે આગલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ૯ ટકા હતો. જ્યારે નફાનો અંદાજ ૮ ટકાનો ધારવામાં આવે છે જે ગત વર્ષ સમાન ગાળામાં ૧૪ ટકા હતો. કોર્પોરેટ ટેક્સના લાભ સાથે ૧૪ ટકાનો અંદાજ છે. એટલે કે લગભગ ગત વર્ષના સમાન સ્તરે રહેશે. જ્યારે સંપૂર્ણ નાણાં વર્ષ માટે રેવેન્યૂ ગ્રોથ ૯ ટકા અને ચોખ્ખા નફાનો ગ્રોથ ૧૯ ટકા ધારવામાં આવે છે.નાણાકીય વર્ષ ૨૦૨૦માં કંપનીઓનો અર્નિંગ ગ્રોથ ૨૪ % થી ઘટીને ૧૮ % થવાનો અંદાજ હતો પરંતુ તાજેતરમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હોવાથી હવે ફરીથી ૨૪ %નો અંદાજ મૂકવામાં આવે છે. બીજા ક્વાર્ટરમાં શેરબજાર કંપનીઓના પરિણામને ડિસ્કાઉન્ટ કરે તો માર્કેટ વેલ્યૂએશન વધુ સુધરશે.ઉપરાંત આગામી સમયગાળે ઇકોનોમી સ્લો ડાઉન, એસએમઈ ઉદ્યોગની સમસ્યા, ઓટો ઉદ્યોગની મંદી, કોર્પોરેટ લોન ગ્રોથ ધીમો રહેવો જેવા અનેક કારણોની અસર પણ રહેશે. ઙજઞ બેન્કોને અંદાજીત ૭૦૦૦૦ કરોડ આપવાના નિર્ણયની અસર ત્રીજા-ચોથા ક્વાર્ટરનાં પરિણામ પર વિશેષ જોવાશે અને તેને કારણે આ ગાળામાં કેટલીક પીએસયુ બેન્કોનું રિ-રેટિંગ થવાની સંભાવના છે. અભ્યાસમાં લેવામાં આવેલી ૧૯ બેન્કોનો ચોખ્ખો નફો પ્રથમ ત્રિમાસિક ગાળામાં અંદાજીત ૨૧૦૦૦ કરોડ થયો હતો જે ગત વર્ષના સમાન ગાળામાં અંદાજીત ૧૧૩૯૦ કરોડ હતો ટૂંકમાં પ્રથમ ક્વાર્ટરમાં બેન્કોએ નીચી જોગવાઈ કરતા નફો સુધર્યો હતો.
મિત્રો NBFC સેક્ટર પર હજી નેગેટિવ સેન્ટીમેન્ટ દૂર થયું નથી. આથી AUMમાં ગ્રોથ ૧૭ % ની આસપાસ જોવાશે જે આગલા વર્ષના સમાન ગાળામાં ૨૪ %નો હતો. કન્ઝ્યૂમર સ્પેસમાં વોલ્યૂમ ગ્રોથ ૬ % અને રેવેન્યૂ ગ્રોથ ૮ % રહેવાનો અંદાજ છે. કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૬૧ અને વધનારની સંખ્યા ૭૩૭ રહી હતી. ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય કંપનીઓના અર્નિંગ પર પડેલી નરમાઈની અસર દેખાય છે એના કરતાં વધુ ગંભીર છે. તાજેતરમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં કાપ મૂક્યો હોવા છતાં કોર્પોરેટ પ્રોફિટ ગ્રોથ વધ્યો નથી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓનો નફો નબળો રહેશે. એક અંદાજ મુજબ નિફ્ટી કંપનીઓ માટે વાર્ષિક ધોરણે નફામાં ઘટાડો ૫ થી ૮ % જેટલો હશે એનું એક કારણ નીચા સેલ્સ વોલ્યુમની સામે ડિસ્કાઉન્ટમાં વધારાના કારણે માર્જિનમાં ઘટાડો થયો છે. ઓટોમોબાઇલ સેક્ટરને તે ફટકા સમાન છે. મેટલ અને માઇનિંગ કંપનીઓને ધીમી માંગ અને નરમ ભાવપ્રાપ્તિથી અસર થઈ છે. જો કે બેન્કો, કન્ટ્રક્શન મટિરિયલ્સ, ડાઇવર્સિફાઇડ ફાઇનાન્શિયલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા સેક્ટરમાં પીબીટીમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ શકે છે. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે તેમજ સરકાર દ્વારા તાજેતરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે જેની પોઝિટીવ અસર દેખાતા એકાદ ક્વાર્ટર જેટલો સમય લાગી જશે તેવું અનુમાન છે. ઓટોમોબાઇલ, એનર્જિ, માઇનિંગ-મેટલ્સ તથા બેન્કિંગ-ફાઇનાન્સ કરતી કંપનીઓની આવકમાં મોટા પાયે ઘટાડો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. ગઈકાલે બેન્કિંગ સાથે-સાથે મોટા ભાગના તમામ સેક્ટરમાં મજબૂતી રહ્યાં બાદ આજે પ્રોફિટબુકિંગના કારણે નફારૂપી વેચવાલી નોંધાવી હતી. ક્રૂડ ઓઇલમાં ભાવ સપાટી ફરી મજબૂત બની ૫૯ ડોલરની સપાટી પહોંચ્યા છે. તેમજ ડોલર સામે રૂપિયો છેલ્લા ત્રણેક ટ્રેડિંગ સેસનથી ધીમો ઘસાઇ રહ્યો છે જેના કારણે બજારમાં તેજી થવી મુશ્કેલ જણાય છે.સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પ્રોફિટબુકિંગ જોવા મળ્યું છે સાથે માર્કેટબ્રેઝથ નેગેટિવ બની હતી.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૨૮૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૦૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૦૩ પોઈન્ટ થી ૧૧૩૧૮ પોઈન્ટ, ૧૧૩૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
લ્યુપીન લીમીટેડ ( ૬૮૦ ) :- રૂ.૬૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૬૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૬૯૩ થી રૂ.૭૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
HDFC બેન્ક ( ૧૨૧૨ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૪૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૧૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
HCL ટેક્નોલોજી ( ૧૦૪૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૨ થી રૂ.૧૦૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!