IPOINT LOGO FOR HEADER 1 1

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૫૬૫.૯૦ સામે ૪૧૭૦૭.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૪૧૭.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૪૬૨.૫૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૨૮.૪૫ સામે ૧૨૨૧૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૯ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૧૬૯.૩૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૦૫૫૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૬૫૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૫૫૧ ના નીચા મથાળે નોંધાવી ૧૬૮ પોઈન્ટ ઉછાળે સાથે રૂ.૪૦૬૫૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૫૯૦ ના મથાળેથી ખુલીને ૪૫૮૪૩ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૫૯૦ ના નીચા મથાળે નોંધાવી ૩૦૯ પોઈન્ટ ઉછાળે સાથે રૂ.૪૫૮૦૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

આજે ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ગઇકાલે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજી આગળ વધી હતી. ચાઈનામાં કોરોના વાઈરસના કારણે ૧૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા સાથે ૪૪૦૦૦થી વધુ લોકો આ વાઈરસના ભરડામાં વિશ્વભરમાં સપડાયાના આંકડા છતાં ચાઈના આ ભયમાંથી બહાર આવવાના પ્રયાસો વચ્ચે ફરી લોકો રૂટીનમાં આવવા લાગ્યાના અહેવાલો અને અમેરિકી, યુરોપના બજારોમાં પણ રિકવરી સાથે એશીયાના બજારોમાં મજબૂતીની પોઝિટીવ અસર જોવાઈ હતી. સ્થાનિકમાં ફોરેન ફંડોનું ઈન્ડેક્સ બેઝડ શેરોમાં શોર્ટ કવરિંગ વધ્યા સાથે ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ રહેતાં સેન્સેક્સ, નિફટીમાં તેજીની ચાલ આગળ વધી હતી. આજે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક પરિણામોના અંતિમ દોરમાં અનેક સ્મોલ, મિડ કેપ, ફ્રન્ટલાઈન કંપનીઓના પરિણામો નબળા જાહેર થતાં  ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૪ અને વધનારની સંખ્યા ૮૫૫ રહી હતી. ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં વધુ રિકવરીની અપેક્ષાએ ફંડોની ભારતીય શેર બજારોમાં ખરીદી વધતી જોવાઈ શકે છે. અલબત આગામી દિવસોમાં બજાર વધ્યામથાળેથી ઈન્ડેક્સ બેઝડ અથડાઈ જવાની શકયતા પણ રહેશે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ વધતું જોવાશે. આગામી દિવસોમાં ૧૪, ફેબ્રુઆરી ૨૦૨૦ના શુક્રવારે જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૧૬૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૦૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૮૮ પોઈન્ટ થી ૧૨૨૦૨ પોઈન્ટ, ૧૨૨૨૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ફોસિસ ( ૭૮૭ ) :- રૂ.૭૭૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૦ ના બીજા સપોર્ટથી ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૯૪ થી રૂ.૮૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

રામકો સિમેન્ટ ( ૭૮૦ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઓરબિન્દો ફાર્મા લિ. ( ૫૪૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૭ થી રૂ.૫૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.