IPOINT LOGO FOR HEADER 1 3 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૯૮.૬૬ સામે ૪૧૩૮૦.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૯૫૮.૨૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૭ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૦૯૬૦.૬૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૨૧.૫૫ સામે ૧૨૧૧૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૪૬.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૦૪૮.૧૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૦૪૮૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૫૮૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૪૭૨ ના નીચા મથાળે નોંધાવી ૨૨૨ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૦૫૭૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૭૪૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૯૭૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૭૪૦ ના નીચા મથાળે નોંધાવી ૩૯૯ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૫૯૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો… ચાઈનાના કોરોના વાઈરસે અંદાજીત ૧૩૨થી વધુ લોકોનો ભોગ લીધા સાથે અનેક નવા કેસો દેશ-વિદેશોમાં નોંધાતાં  આ ઉપદ્રવ ગંભીર બની અંકુશમાં નહીં આવતાં ચાઈનીઝ અર્થતંત્રને અગાઉના સાર્સના ઉપદ્રવ કરતાં વધુ મોટો ફટકો પડવાના નોમુરાના અંદાજ સાથે આ વાઈરસથી અત્યાર સુધીમાં ૧.૫ ટ્રીલિયન ડોલરની મૂડીનું ધોવાણ થઈ જતાં વૈશ્વિક અર્થતંત્ર પર ટૂંકાગાળા માટે મોટી નેગેટીવ અસરના અંદાજોમાં વૈશ્વિક બજારોમાં સતત ધોવાણની સામે  ભારતીય શેરબજારો ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના આવતીકાલે ગુરૂવારે અંત પૂર્વે ફરી બજેટ ફીવરમાં આવી ગયા હતા.બજેટની આશા-અપેક્ષાઓ વચ્ચે ફંડો, મહારથીઓએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વેચવાલી જોવા મળી હતી. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત તેજીના વળતાં પાણી જોવાયા હતા. આંતરરાષ્ટ્રીય મોરચે હવે યુ.એસ.ફેડરલ રિઝર્વના રેટ મામલે નિર્ણય પૂર્વે ટ્રેઝરીઝ વધતાં અને ફેડરલ રિઝર્વ દ્વારા આ વખતે અનપેક્ષિત કોરોના વાઈરસના પરિણામે વ્યાજ દરમાં ઘટાડો કરવાની ફરજ પડવાના સમીક્ષકોના અભિપ્રાય સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઘટતાં અટકીને વધી આવ્યા હતા. હોંગકોંગના શેરબજારો ફરી ખુલતાંની સાથે ઝડપી ઘટી આવ્યા હતા. ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૬૫ સેન્ટ વધીને ૬૦.૧૬ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૫ સેન્ટ વધીને ૫૪.૦૩ ડોલર નજીક રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૦ પૈસા નબળો પડીને રૂ.૭૧.૪૫ રહ્યો હતો.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૧૧ અને વધનારની સંખ્યા ૫૮૯ રહી હતી. ૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આજે ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણનો અંત હોવાથી અને શનિવારે ૧,ફેબ્રુઆરીના કેન્દ્રિય બજેટના દિવસે પણ શેરબજારો ચાલુ રહેવાની હોવાથી આગામી દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી અફડાતફડી જોવાય એવી શકયતા છે. વૈશ્વિક પરિબળથી વિશેષ હવે બજારની નજર આગામી દિવસોમાં ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર મંડાઈ છે. આ વખતે બજેટમાં અનેક મોટા પ્રોત્સાહનોની અપેક્ષાએ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની લેવાલી વધતી જોવાઈ છે. જે આગામી સપ્તાહ પણ આરંભમાં જળવાઈ રહેવાની શકયતા છે. ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૫૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઈન્ટ થી ૧૨૧૦૮ પોઈન્ટ, ૧૨૧૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ડિવિ’ઝ લેબ ( ૧૯૩૭ ) :- રૂ.૧૯૨૦ નો પ્રથમ તેમજ રૂ.૧૯૦૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

HCL ટેક્નોલોજી ( ૬૦૯ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ થી રૂ.૬૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ટાટા સ્ટીલ ( ૪૪૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.