સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૯૬૬.૮૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૧૩૧.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૧૩૧.૫૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૨૨૦.૨૩ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૬૮.૦૦ સામે ૧૨૧૧૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૦૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૪૩.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૦૧૧૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૧૧૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૦૬૬ ના નીચા મથાળે નોંધાવી ૧૫૮ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૦૮૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૩૯૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૪૫૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૨૫૭ ના નીચા મથાળે નોંધાવી ૭૪ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૫૪૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
ચાઈનાના અહેવાલ મુજબ હજારો લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત હોવાના આંકડા સાથે એક બ્રિટિશ અહેવાલમાં આ વાઈરસની ઝપટમાં ચાઈનામાં એક કરોડથી વધુ લોકો આવી ગયાના આંકડા આવતાં અને આ વાઈરસથી અમેરિકા, કેનેડે, જાપાન સહિતના દેશોમાં લોકો અસરગ્રસ્ત બન્યાના અહેવાલે વૈશ્વિક શેરબજારોમાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું. ચાઈનાએ તેના કોરોના વાઈરસના ઉપદ્રવને અંકુશમાં લેવા યુદ્વના ધોરણે પગલાં લેવા છતાં આ ઉપદ્રવ અંકુશમાં નહીં આવતાં વધુ પગલાંના ભાગરૂપ ચાઈના અને હોંગકોંગ વચ્ચે મુસાફરી પર પ્રતિબંધ મૂક્યાના અહેવા અને અમેરિકા, કેનેડા સહિતના દેશોએ પણ તેમના નાગરિકોને ચાઈના નહીં જવાની સલાહ જારી કરતાં વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ ઘટી આવ્યા હતા. પરંતું ભારતીય શેરબજારોમાં આજે વૈશ્વિક બજારોથી વિપરીત ફરી ફોરેન ફંડોની ઓલ રાઉન્ડ તેજી જોવાઈ હતી. ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પર્સનલ ટેક્ષના સ્લેબમાં વધારો કરવામાં આવે એવી શકયતા અને ખાસ લોકોના હાથમાં ખર્ચપાત્ર આવક વધે એ માટે આ પ્રોત્સાહનો કારગત સાબીત થવાના અંદાજો અને અન્ય ઉદ્યોગોને પણ બજેટમાં ફાયદો-રાહતો જાહેર થવાની અપેક્ષાએ ફંડો-મહારથીઓ આજે ફરી તેજીમાં આવી ગયા હતા. બજેટ પ્રોત્સાહનોની અપેક્ષા સાથે આજે શેરોમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું શોર્ટ કવરિંગ કર્યા સાથે ફાર્માસ્યુટિકલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં તેજી કરતાં અને ક્ધઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, પાવર-કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૦૦ અને વધનારની સંખ્યા ૧૧૪૪ રહી હતી. ૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી અફડાતફડીનું ફંગોળાતી ચાલનું બની રહેવાની પૂરી સંભાવના છે. આ સાથે આગામી દિવસોમાં હવે ડિસેમ્બર ૨૦૧૯ મહિના માટેના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપૂટના ૩૧,જાન્યુઆરી ૨૦૨૦ના રજૂ થનારા આંક પર અને ચાઈનાના ઘાતક વાઈરસના જોખમ પર અને અમેરિકામાં ફેડરલ રિઝર્વની ૨૮ થી ૨૯ જાન્યુઆરીના પોલીસી મીટિંગ પર વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૧૦૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૪૭ પોઈન્ટ થી ૧૨૧૬૦ પોઈન્ટ, ૧૨૧૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ACC લિ. ( ૧૫૬૪ ) :- રૂ.૧૫૫૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
રિલાયન્સ ઇન્ડ. ( ૧૪૮૦ ) :- રીફાઇનરી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૪૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
એક્સિસ બેન્ક ( ૭૪૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૫૩ થી રૂ.૭૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!