રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૦૪.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૦૬.૮૭ સામે ૩૮૪૦૧.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૨૫૮.૦૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૩૨૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૬૧.૮૦ સામે ૧૧૪૧૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૮૯.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૯૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ ટ્રેડીંગ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૮૪૨૯ ના મથાળેથી ખુલીને ૩૮૪૨૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૩૨૦ ના નીચા મથાળે નોંધાવી ૪૩ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૮૩૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૫૬૫૦ ના મથાળેથી ખુલીને ૪૫૬૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૪૦૩ ના નીચા મથાળે નોંધાવી ૧૯૯ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૫૪૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
ગોલ્ડ-સિલ્વર :- હાલમાં સોનાના સૌથી મોટા ખરીદદાર બે દેશો ભારત અને ચીનની ખરીદશક્તિ ધીમી પડી છે જેના કારણે સોનામાં ધારણા મુજબની તેજી આવતી નથી. જો કે, છેલ્લા બે દિવસથી વૈશ્વિક સ્લો ડાઉન તેમજ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ૧૦ વર્ષના તળિયે પહોંચતા અને આજે જાહેર થનારા જોબ ડેટા પર બજારની નજર છે. આ ઉપરાંત આગળ જતા ડોલર ઇન્ડેક્સની ચાલ અને હવે ફેડરલ રિર્ઝવ વ્યાજદરમાં ઘટાડો આપે છે કે કેમ તેના પર બજારનો આધાર રહેલો છે. વૈશ્વિક સોનું નજીવું ઉંચકાઇ ૧૫૧૫ ડોલર અને ચાંદી ૧૭.૬૮ ડોલર ક્વોટ થઇ રહી છે. ચાંદી ઉંચકાઇ ૧૮ ડોલર થશે પરંતુ સોનું ૧૬૦૦ ડોલર થવામાં સમય લાગશે.એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી કુદાવી ૩૮૩૫૮ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે ઉંચકાઇ ઉપરમાં ૩૮૬૫૦ અને ૩૮૭૫૦ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૫૪૭૭ ક્વોટ થઇ રહી છે. જે ઉપરમાં ૪૫૭૫૦ અને નીચામાં ૪૫૩૭૦ સુધી જઇ શકે.
ક્રૂડ :- અમેરિકા તથા સાઉદીમાં પુરવઠામાં ફરી વધારો થતા ક્રૂડ ઓઇલ સતત ઘટી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૫૮ ડોલરની સપાટી ગુમાવી ૫૭.૯૧ ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ઓક્ટોબર ૩૭૫૦ની સપાટી અંદર ૩૭૪૦ બોલાઇ રહ્યું છે જે હજુ ઘટીને ૩૬૭૦ અને ત્યાર બાદ ૩૬૦૦ સુધી પહોંચી શકે છે. હાલ ક્રૂડમાં તેજીના સંકેતો નહિંવત્ છે.
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
વૈશ્વિક મોરચે અમેરિકામાં મેન્યુફેકચરીંગ વૃદ્વિના આંકડા છેલ્લા ૧૦ વર્ષની નીચી સપાટી આવતાં ફરી મોટી આર્થિક મંદીના એંધાણના પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી. બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે મોટી કટોકટીના એંધાણ આપતી તાજેતરની ઘટનાઓથી દેશની ફાઈનાન્સ સિસ્ટમ પરનો લોકોનો વિશ્વાસ ઉઠવા લાગતાં અને હવે બેંકોની એનપીએમાં વધુ જંગી વધારો થવાના સંકેત સાથે સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો નબળા જાહેર થવાના ફફડાટમાં ફંડોએ શેરોમાં સાવચેતી જોવા મળી હતી.આ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૧૯ મહિનામાં જીએસટી આવક એક્ત્રિકરણ પણ ઘટીને રૂ.૯૧,૯૧૬ કરોડના તળીયે આવી જતાં ઔદ્યોગિક-આર્થિક મંદી વકરી રહ્યાના સ્પષ્ટ સંકેતની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પાછલા દિવસોમાં કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરીને રૂ.૧.૪૫ લાખ કરોડનું આર્થિક પેકેજ આપ્યા બાદ શેરોમાં જોવાયેલો તોફાની ઉછાળા સાથે રોકાણકારોની સંપતિનું અસાધારણ ધોવાઈ થતું અટક્યું હતું. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સુધારા સાથે માર્કેટબ્રેઝથ પોઝિટીવ બની હતી.
કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૪ અને વધનારની સંખ્યા ૧૦૦૦ રહી હતી. ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડીંગની શરૂઆત પોઝિટીવ રહી હતી. યુકે બ્રેક્ઝિટનો મુદ્દો અને અમેરિકામાં આજે જાહેર થનારા જોબ ડેટા પર આગામી સપ્તાહ માટે તેજીનો આધાર રહેલો છે. બેન્કિંગ શેર્સમાં ઘટાડે ખરીદી ઉપરાંત આજે આરબીઆઇની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજદર મુદ્દે કેવો નિર્ણય આપે છે તેના પર આધાર છે. જો કે, રોકાણકારો વ્યાજદરમાં અંદાજીત ૪૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો આપે તેવા અહેવાલે બજારમાં સુધારાનો માહોલ છે. આજે મોટા ભાગના સેક્ટરમાં શરૂઆતી તબક્કામાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. શેરબજારની તેજી માટે ક્રૂડઓઇલનો સપોર્ટ છે પરંતુ જ્યાં સુધી ડોલર સામે રૂપિયો ફરી મજબૂત નહિં બને અને વિદેશી રોકાણકારોનું આકર્ષણ નહિં આવે ત્યાં સુધી ઝડપી તેજી નથી જો કે રૂપિયો ફરી મજબૂત બનતા અને આજે વ્યાજદરમાં કાપ આવે તો રૂપિયો વધુ મજબૂત બની શકે છે. પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં સુધારાની ચાલ છે.
ખાનગી ક્ષેત્રમાં રોકાણ અને વિશ્વાસને વેગ આપવા કોર્પોરેટ ટેક્સમાં તીવ્ર ઘટાડા બાદ બજાર હાલમાં રાજકોષીય ખાધમાં વધારાની વિચારણા કરી રહ્યું છે. જો આ યોજના સફળ નહીં થાય તો સરકારના જાહેર ખર્ચને અસર થશે અને તેનાથી આર્થિક વૃદ્ધિને પણ અસર થશે. તેનાથી ભવિષ્યમાં શેરબજારને પણ તીવ્ર અસર થશે. આ તમામ ડેટા દર્શાવે છે કે હાલની આર્થિક નરમાઈ ચાલુ રહી શકે છે. આ તમામ પરિબળોને જોતા લાગે છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટર સુધીમાં આર્થિક નરમાઇનો સૌથી ખરાબ સમય પૂરો થઈ શકે છે…..!!!
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૩૮૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૮૬ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૦૪ પોઈન્ટ થી ૧૧૪૨૪ પોઈન્ટ, ૧૧૪૪૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
સેન્ચ્યુરી ટેક્ષટાઈલ ( ૮૮૮ ) :- રૂ.૮૭૩ નો પ્રથમ તેમજ રૂ.૮૬૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૯૦૯ થી રૂ. ૯૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
સન ફાર્મા ( ૩૮૬ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૪ થી રૂ. ૪૧૦ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
એકસિસ બેન્ક ( ૬૭૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૪ થી રૂ.૬૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે