IPOINT LOGO FOR HEADER 1 4

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૧૬૪૨.૬૬ સામે ૪૧૬૮૪.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફા રૂપી વેચવાલી દ્વારા ૪૧૪૨૩.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૯.૯૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૧.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૧૪૬૧.૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૭૬.૪૫ સામે ૧૨૨૫૯.૯૫ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૨૨૨૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬.૯૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૯૫ પોઈન્ટના ઘટડા સાથે ૧૨૨૩૬.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂપિયા ૩૮૩૩૦ ના મથાળેથી ખુલીને રૂપિયા ૩૮૪૩૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂપિયા ૩૮૨૯૨ ના નીચા મથાળે નોંધાવી ૧૧૬ પોઈન્ટ ઉછળા સાથે રૂપિયા ૩૮૪૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે માર્ચ સિલ્વર રૂપિયા ૪૫૭૮૬ ના મથાળેથી ખુલીને ૪૬૧૪૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂપિયા ૪૫૭૮૬ ના નીચા મથાળે નોંધાવી ૪૩૫ પોઈન્ટ ઉછળા સાથે રૂપિયા ૪૬૦૯૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસની ટ્રેડીંગની શરૂ આત ગઇકાલે મજબૂતીએ થઈ હતી પરંતુ પ્રારંભિક સુધારો પચાવી ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૧૯ પૂરૂ થવામાં છે, માર્કેટને હાલમાં વૈશ્વિક અને સ્થાનિક તમામ સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે. યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ લગભગ નિશ્ચિત છે અને બંને દેશો અગાઉ એકબીજાની આયાત પર લાદવામાં આવેલી ટેરિફ્સમાં છૂટછાટ મૂકે તેવી શક્યતા છે. ચીને તો યુએસની કૃષિ પેદાશો પરનાં નિયંત્રણો ઘણાંખરાં હળવાં કર્યાં છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના અંતિમ અને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં ડિસેમ્બર વલણના અંતિમ દિવસોમાં ફોરેન ફંડોની ઘટતી સક્રિયતા વચ્ચે ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટને બ્રેક લાગી હતી. આગામી કેન્દ્રિય બજેટમાં આર્થિક સુધારાને નેગે મૂકીને સરકાર દ્વારા ફરી આમઆદમીને લુભાવવાના પગલાં જાહેર થવાની બતાવાતી શકયતા વચ્ચે ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. આ સાથે ફોરેન ફંડો ક્રિસમસ વેકેશનને લઈ હોલીડે મૂડમાં આવવા લાગતાં લોકલ ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ, મેટલ, પાવર અને રિયલ્ટી વધ્યા હતા, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં ફંડોની પ્રોફિટ બુકિંગે ઘટીને બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૩ અને વધનારની સંખ્યા ૧૧૪૪ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર મીટ મંડાયેલી છે. અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે પાછલા દિવસોમાં અનેક રાહતો-પ્રોત્સાહનો છતાં અપેક્ષિત રિકવરી નહીં આવતાં આ અનિશ્ચિતતાના માહોલમાં ડિસેમ્બર ૨૦૧૯ અંતના પરિણામોની ચિંતાએ શેરોમાં ઉછાળે ફરી સાવચેતી જોવાય અને બજાર વધ્યામથાળે અથડાઈ જઈ કરેકશનના ઝોનમાં પ્રવેશે એવી શકયતા રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૨૨૩૬ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૩૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૦૨ પોઈન્ટ થી ૧૨૧૮૮ પોઈન્ટ, ૧૨૧૭૨ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

HDFC બેન્ક બંધભાવ ( ૧૨૯૨ ) :- રૂપિયા .૧૨૮૦ નો પ્રથમ તેમજ રૂપિયા ૧૨૭૩ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂપિયા ૧૩૦૩ થી રૂપિયા ૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

લ્યૂપીન લિ. બંધભાવ ( ૭૬૭ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂપિયા ૭૭૩ થી રૂપિયા ૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂપિયા ૭૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

HCL ટેકનોલોજી  બંધભાવ ( ૫૬૨ ) :- રૂપિયા ૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂપિયા ૫૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂપિયા ૫૭૩ થી રૂપિયા ૫૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.