IPOINT LOGO FOR HEADER 1 3

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૧૬૪૨.૬૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૬૮૪.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૬૦૩.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૬૬૭.૯૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૭૬.૪૫ સામે ૧૨૨૫૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૫૯.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૭૮.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૮૩૩૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૩૪૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૨૯૨ ના નીચા મથાળે નોંધાવી ૫૮ પોઈન્ટ વધારા સાથે રૂ.૩૮૩૧૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૭૮૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૯૪૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૭૮૬ ના નીચા મથાળે નોંધાવી ૧૯૯ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૫૮૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના અંતિમ અને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં ડિસેમ્બર વલણના અંતિમ સપ્તાહમાં ફોરેન ફંડોની ઘટતી સક્રિયતા વચ્ચે ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટને બ્રેક લાગી હતી. આર્થિક મોરચે નબળા આંકડા અધોગતિ દર્શાવનારા આવી રહ્યા હોવા સાથે રાજકીય મોરચે સત્તા પક્ષ ભારતીય જનતા પક્ષે(ભાજપ) વધુ એક રાજ્ય ઝારખંડ પણ ગુમાવતાં આર્થિક મોરચે પરિસ્થિતિ વધુ વણસવાના સંકેત અને આગામી કેન્દ્રિય બજેટમાં આર્થિક સુધારાને નેગે મૂકીને સરકાર દ્વારા ફરી આમઆદમીને લુભાવવાના પગલાં જાહેર થવાની બતાવાતી શકયતા વચ્ચે ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. આ સાથે ફોરેન ફંડો ક્રિસમસ વેકેશનને લઈ હોલીડે મૂડમાં આવવા લાગતાં લોકલ ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સરકારે અરામકોને હોલ્ડિંગ વેચવા મામલે દરમિયાનગીરી કર્યાના નેગેટીવ સમાચારે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ સાથે એફએમસીજી, ફાર્મા, બેંકિંગ શેરોમાં પણ નફારૂપી વેચવાલી નીકળી હતી. અલબત બજારમાં ઘટાડે ઈન્ટ્રા-ડે ટ્રેડરોએ શોર્ટ કવરિંગ કરી પ્રોફિટ બુકિંગ કરતાં ઘટાડો પચાવાતો જોવાયો હતો

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૦ અને વધનારની સંખ્યા ૮૬૨ રહી હતી. ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની એકંદર પાંખી હાજરીની સ્થિતિમાં સ્થાનિક ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્ટોક સ્પેસિફિક સક્રિયતા સાથે બજારની નજર આંતરરાષ્ટ્રીય મોરચે આજ રોજ બેંક ઓફ જાપાન દ્વારા જાહેર થનારી મોનીટરી પોલીસી મીટિંગની મીનિટ્સ અને અમેરિકાના નવેમ્બર ૨૦૧૯ મહિના માટેના ગુરૃવારે જાહેર થનારા ડયુરેબલ્સ ગુડઝ ઓર્ડરો તેમજ ગુરૃવારે ૨૬,ડિસેમ્બર ૨૦૧૯ના નવેમ્બર મહિના માટેના અમેરિકાના બેરોજગારીના દાવાઓ અને બેરોજગારીના જાહેર થનારા દર પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૬૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૯૨ પોઈન્ટ થી ૧૨૩૦૩ પોઈન્ટ, ૧૨૩૧૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ડીવીથઝ લેબ ( ૧૮૦૮ ) :- રૂ.૧૭૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૮૨૩ થી રૂ.૧૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

લાર્સન લિ. ( ૧૩૦૪ ) :- ક્ધસ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૨ થી રૂ.૧૩૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઈન્ફોસીસ ( ૭૩૫ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.