સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૧૬૭૨.૯૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૭૪૬.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૬૭૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૭૭૨.૭૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૬૮.૯૫ સામે ૧૨૨૭૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૫૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૮૪.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MAX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૮૦૪૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૦૪૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૦૦૦ ના નીચા મથાળે નોંધાવી ૧૦૧ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૮૦૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MAX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૪૬૨૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૪૬૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૫૯૦ ના નીચા મથાળે નોંધાવી ૧૯૧ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૪૬૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટી બેઝ રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને જૈસે થે સ્થિતિ રાખવામાં આવતાં હવે કેન્દ્રિય બજેટની તૈયારીઓ વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે પ્રિ-બજેટ મુલાકાતોના દોર શરૂ કરી દેવાતાં અને આ વખતે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે બજેટમાં રાહતો-પ્રોત્સાહનોની શકયતા તેમ જ આઈટી ઉદ્યોગ માટે પણ રાહતોની જોગવાઈ થવાની અપેક્ષા અને વ્યક્તિગત આવક વેરા મર્યાદામાં વધારો થવાની શકયતા બતાવાઈ રહી હોઈ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને આગળ વધારી હતી. રાષ્ટ્રીય મોરચે આ પોઝિટીવ પરિબળો સામે હજુ ફુગાવાનું જોખમ યથાવત રહેવા સાથે આર્થિક વિકાસ દર સતત મંદ પડવાના જોખમ છતાં અર્થતંત્ર નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં બોટમ આઉટ થવાની અને ફરી રિકવરીના પંથે પડવાના નિષ્ણાતો-સમીક્ષકોના અંદાજો વચ્ચે ફંડોની આજે શેરોમાં સતત લેવાલી રહી હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરો સાથે ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ શેરો તેમજ ક્ધઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની લેવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૧૪ અને વધનારની સંખ્યા ૯૪૦ રહી હતી. ૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, કેન્દ્ર સરકાર માટે ઉદ્યોગોને મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડવાની પૂરી શકયતા છે. અલબત આ સ્ટીમ્યુલસ પેકેજ ટૂંકાગાળામાં મળવાની શકયતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગત સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષાને ધ્યાનમાં લેતાં હવે ઓછી બની છે. કેન્દ્ર સરકાર ઉદ્યોગોને આગામી કેન્દ્રિય બજેટમાં અનેક રાહતો-પ્રોત્સાહનો જાહેર કરે અથવા એ પૂર્વે મીનિ બજેટ આપીને પ્રોત્સાહનો જાહેર કરે એવી શકયતા છે. કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં નવા નાણાકીય વર્ષથી વધુ ઝડપી રિકવરની અપેક્ષાએ સારા ફંડામેન્ટલ ધરાવતી સ્મોલ, મિડ કેપ કંપનીઓના શેરોમાં એક્યુમ્યુલેશન શરૂ થતું જોવાશે. જેથી કરેકશનમાં સારા શેરોમાં ખરીદીની તક બની રહેવાની શકયતા છે. બાકી અંગત સલાહ એ છે કે તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર …કેમ ખરું ને …!!!
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૬૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૮૦ પોઈન્ટ થી ૧૨૩૦૩ પોઈન્ટ, ૧૨૩૧૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ACC લિમિટેડ ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ટાટા એલેક્સી ( ૮૪૮ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ થી રૂ.૮૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૮૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૭ થી રૂ.૫૦૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!