IPOINT LOGO FOR HEADER 1 3

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૫૫૮.૫૭ સામે ૪૧૫૭૧.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૪૫૬.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૪૯૭.૮૩ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૪૩.૧૫ સામે ૧૨૨૨૮.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૦૭.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૨૧૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

Max ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૭૯૫૯ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૯૭૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૯૨૨ ના નીચા મથાળે નોંધાવી ૧૩ પોઈન્ટ વધારા સાથે રૂ.૩૭૯૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MAX  સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૪૫૧૧ ના મથાળેથી ખુલીને ૪૪૬૩૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૪૮૯ ના નીચા મથાળે નોંધાવી ૫૮ પોઈન્ટ વધારા સાથે રૂ.૪૪૫૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી પરંતુ પ્રારંભિક સુધારો પચાવી ઘટાડા સાથે કરોબાર થઈ રહ્યો છે. જીએસટી કાઉન્સિલની મળનારી મીટિંગ પૂર્વે સરકાર દ્વારા અગાઉ જીએસટીના બેઝ રેટમાં વધારો કરવામાં આવે એવી શકયતા બતાવ્યા બાદ ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયામાં પ્રવર્તમાન ઔદ્યોગિક મંદીને લઈ વિરોધ-નારાજગી બતાવાતાં સરકાર જીએસટી દરો યથાવત રાખવામાં આવે એવી શકયતા બતાવાતાં અને વૈશ્વિક મોરચે પણ અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલની પોઝિટીવ અસરે રિકવરીને પગલે ભારતીય શેરબજારોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીની ચાલુ રહી હતી પરંતુ આજે ઉછાળે વેચવાલી જોવા મળી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂતી બાદ અંતે રૂ.૭૦.૯૭ સ્થિર રહ્યો હતો. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડ ૬૬ ડોલરની સપાટી કુદાવી આજે ફરી ૩૧ સેન્ટ ઘટીને ૬૫.૭૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૪૮ સેન્ટ ઘટીને ૬૦.૪૬ ડોલર નજીક બોલાતાં હતા. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દર જાળવી રાખવામાં આવશે એવી શકયતા બતાવાતાં અને આગામી કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગોને પ્રોત્સાહનો આપીને તેમ જ આવકવેરા વ્યક્તિગત મર્યાદામાં વધારો કરીને ક્ધઝયુમર માંગમાં વૃદ્વિ લાવીને અર્થતંત્રને ફરી ધમધમતું કરવાના મોટાપાયે પ્રયાસ થવાની બતાવાતી શકયતાએ શેરોમાં ફંડોએ આજે સતત વિક્રમી તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, એફએમસીજી, આઈટી-સોફટવેર શેરો તેમજ પસંદગીના મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.

7537d2f3 14

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૦૫ અને વધનારની સંખ્યા ૭૮૪ રહી હતી. ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનની તાજેતરમાં યોજાયેલી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ બાદ હવે આજ રોજ આ મીટિંગની જાહેર થનારી મીનિટ્સ પર બજારની નજર રહેશે. આ સાથે હવે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અને રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૧૨ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૪૭ પોઈન્ટ થી ૧૨૨૬૦ પોઈન્ટ, ૧૨૨૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ડીવી’ઝ લેબ ( ૧૮૪૪ ) :- રૂ.૧૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૧૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૮૫૭ થી રૂ.૧૮૬૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઇન્ડીગો ( ૧૨૮૨ ) :- એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૭ થી રૂ.૧૩૧૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૨૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૦ થી રૂ.૫૪૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.