સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૪૧૨.૫૭ સામે શરૂ આતી તબક્કામાં સુધારા સાથે ૪૦૫૬૧.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૪૯૬.૮૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૫૪૫.૯૮ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૩૮.૧૫ સામે ૧૧૯૯૮.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૬૬.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૮૯.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ખઈડ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે ગોલ્ડ રૂ .૩૭૭૭૦ ના મથાળેથી ખુલીને રૂ .૩૭૭૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ .૩૭૭૩૦ ના નીચા મથાળે નોંધાવી ૩૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ .૩૭૭૩૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

ખઈડ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ આતે સિલ્વર રૂ .૪૩૯૬૯ ના મથાળેથી ખુલીને રૂ .૪૪૦૫૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ .૪૩૯૬૯ ના નીચા મથાળે નોંધાવી ૧૮૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ .૪૪૦૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ચોથા દિવસની ભારતીય શેરબજારની શરૂ આત તેજી સાથે સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાં એક તરફ નબળા આર્થિક આંકડા આવી રહ્યા હોઈ શેરોમાં મોટી તેજીથી દૂર રહીને ઓવરબોટ પોઝિશન હળવી કર્યા બાદ આરંભમાં તેજી જોવા મળી છે. રીટેલ ફુગાવાનાના નવેમ્બર ૨૦૧૯ મહિના માટેના આંક અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના(આઈઆઈપી)ના ઓકટોબર ૨૦૧૯ મહિનાના જાહેર થનારા આંક પર નજરે બજારમાં આરંભમાં સાવચેતી જોવાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ નરમાઈ તરફી રહી બ્રેન્ટ ક્રુડના ૬૪.૨૩ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૫૯.૧૪ ડોલર નજીક રહ્યા હતા. અમેરિકા અને ચાઈના વચ્ચેના ટ્રેડ વોરમાં હવે અમેરિકા ૧૫, ડિસેમ્બરથી ચાઈનાની ચીજો પર આકરી ટેરિફ લાગુ કરવાનું મુલત્તવી રાખશે એવા અહેવાલ અને યુ.એસ.ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગ અને યુ.કે.માં ચૂંટણીઓ પર નજરે વૈશ્વિક બજારોમાં એકંદર નરમાઈ જોવાયા સામે ભારતીય શેરબજારોમાં પણ આરંભમાં ઉછાળો સાથે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં પસંદગીની તેજી કરીને સેન્સેક્સન અને નિફટીમાં ઉછાળો જોવાયો હતો.

IPOINT LOGO FOR HEADER 1 1બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૯૨ અને વધનારની સંખ્યા ૧૦૨૫ રહી હતી. ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, દેશની આર્થિક વિકાસની ગાડી પટરી પરથી ઊતરતી જઈને તાજેતરના દિવસોમાં આવવા લાગેલા નેગેટીવ આંકડાઓને લઈ ભારતીય શેરબજારોમાં પણ સેન્ટીમેન્ટ ફરી ડહોળાતું જોવાઈ શકે છે. આર્થિક પડકારના સમયમાં અત્યારે બજાર ફરી કરેકશનના ઝોનમાં પ્રવેશતું જોવાઈ રહ્યું છે, ત્યારે હવે ફરી કેન્દ્ર સરકાર માટે ઉદ્યોગોને મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડવાની પૂરી શકયતા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૭૧ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૦૯ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૯૦ પોઈન્ટ થી ૧૨૦૦૮ પોઈન્ટ, ૧૨૦૨૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૪૩૩ ) :- રૂ .૧૪૧૭ નો પ્રથમ તેમજ રૂ .૧૪૦૪ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ .૧૪૪૭ થી રૂ .૧૪૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

એક્સિસ બેન્ક ( ૭૨૨ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ .૭૩૪ થી રૂ .૪૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ .૭૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ટાટા સ્ટીલ ( ૪૦૮ ) :- રૂ .૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ .૩૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ .૪૧૪ થી રૂ .૪૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.