તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર …..!!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૦૩.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- સપ્તાહના ચોથા દિવસે ટ્રેડીંગની શરૂઆત મંદી સાથે થઈ હતી ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૮૩૦૫.૪૧ સામે ૩૮૧૩૭.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૯૫૭.૫૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૧૪૦.૦૦ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૨૯.૮૫ સામે ૧૧૩૫૩.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૧૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૬૩.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
ગોલ્ડ-સિલ્વર :- વૈશ્વિક સ્તરે અનિશ્ચિત્તાઓના કારણે સોના-ચાંદીમાં બે તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં સ્લોડાઉનની અસરે સેફ હેવન સોનામાં ફરી આકષર્ણ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી ૧૫૦૦ ડોલરની સપાટી કુદાવી ૧૫૦૫ ડોલર જ્યારે ચાંદી ૧૭.૬૦ ડોલર ઉપર ક્વોટ થવા લાગી છે. શુક્રવારે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર ખેલાડીઓની નજર છે. બૂલિનયમાં ફંડામેન્ટલ હાલઝડપી તેજીના જણાતા નથી. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ ની સપાટી ગુમાવી ૩૭૮૯૨ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે ઉંચકાઇ ઉપરમાં ૩૮૦૦૦ અને ૩૮૧૭૦ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૫૬૩૫ ક્વોટ થઇ રહી છે. જે ઉપરમાં ૪૫૭૫૦ અને નીચામાં ૪૫૫૭૦ સુધી જઇ શકે.
ક્રૂડ :- ક્રૂડના વધી રહેલા પુરવઠા સામે વૈશ્વિક સ્તરે નબળી માંગથી ભાવ સતત ઘટી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૫૮ ડોલરની સપાટી ગુમાવી ૫૭.૭૧ ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ઓક્ટોબર ૩૮૦૦ની સપાટી અંદર ૩૭૭૬ બોલાઇ રહ્યું છે જે હજુ ઘટીને ૩૬૭૦ અને ત્યાર બાદ ૩૬૦૦ સુધી પહોંચી શકે છે. હાલ ક્રૂડમાં તેજીના સંકેતો નહિંવત છે.
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
વૈશ્વિક બજારોમાં વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં મેન્યુફેકચરીંગ આંકડા અત્યંત ખરાબ છેલ્લી મંદી બાદના સૌથી નીચા તળીયએ અને ૧૦ વર્ષની નીચી સપાટીએ આવતાં ફરી વૈશ્વિક મંદીના ફફડાટ વચ્ચે અમેરિકા પાછળ નરમાઈ જોવાઈ હતી જ્યારે વૈશ્વિક કરન્સીઝ સામે અમેરિકી ડોલર મજબૂત બન્યો હતો.એશીયાના બજારોમાં પણ અમેરિકી સ્ટોક-ઈન્ડેક્સ ફયુચર્સમાં ધોવાણ પાછળ પીછેહઠ જોવાઈ હતી.અમેરિકાના આશ્ચર્યજનક મેન્યુફેકચરીંગ અને યુરોપના નબળા આંકડાથી ફંડો, ઈન્વેસ્ટરોએ પોતાના વ્યુહની સમીક્ષા કરવા લાગીને અમેરિકી બજારોમાં મોટું ઓફલોડિંગ કર્યા સાથે યુ.કે.માં બ્રેક્ઝિટ મામલે અનિશ્ચિતતાને લઈ યુ.કે.ના શેરોમાં કડાકાએ શેરો બે મહિનાના તળીયે આવી ગયા હતા.આ સાથે અમેરિકા-ચાઈના ટ્રેડ વોરને લઈને વૈશ્વિક વૃદ્વિ મંદ પડવાની ચિંતા વધ્યાનું સ્પષ્ટ થતાં તેમ જ ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ વર્ષમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે એવી શકયતાએ ફંડોની વૈશ્વિક બજારોમાં વેચવાલી રહી હતી.
કુલ ટ્રેડીંગ થયેલી ૧૪૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૭૪ અને વધનારની સંખ્યા ૬૧૯ રહી હતી. ૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થતાં પૂર્વેના તેજીનો ફૂંફાળામાં ફંડો શેરોમાં ઉછાળે ફરી તેજીનો વેપાર હળવો કરતાં જોવાય એવી શકયતા રહેશે તેમજ ૪, ઓકટોબર ૨૦૧૯ના સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટ ઓકટોબરથી આગળ વધવાના પોઝિટીવ સંકેત આપવામાં આવ્યા બાદ એકાએક સપ્તાહના અંતે અમેરિકાએ ચાઈનીઝ કંપનીઓને તેમના શેરબજારો પરથી ડિલિસ્ટ કરવાની આપેલી ચીમકીને લઈ આ મામલે અમેરિકા-ચાઈના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની પણ નજર રહેશે….!!!
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૩૩૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૭૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૭૩ પોઈન્ટ થી ૧૧૪૦૪ પોઈન્ટ, ૧૧૪૧૪ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ઈન્ફોસિસ ( ૭૯૨ ) :- રૂ.૭૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૬૭ ના બીજા સપોર્ટથી ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
સેન્ચ્યુરી ટેક્સ્ટ ( ૮૯૦ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૩ થી રૂ.૯૧૩ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
એકસિસ બેન્ક ( ૬૭૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૪ થી રૂ.૬૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.