સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૭૫.૧૭ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૬૫૩.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૪૬૮.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૦૪૯૪.૮૦ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૭૪.૫૫ સામે ૧૧૯૭૩.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૩૫.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૯૪૬.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૯૨૯ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૯૭૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૯૧૬ ના નીચા મથાળે નોંધાવી ૦૯ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૯૪૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૪૪૬૮૫ ના મથાળેથી ખુલીને ૪૪૬૯૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૬૩૨ ના નીચા મથાળે નોંધાવી ૭૮ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૬૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
નાણા પ્રધાન નિર્મલા સીતારમને કેન્દ્ર સરકારના જાહેર સાહસો-પીએસયુ કંપનીઓમાં બીપીસીએલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ક્ધટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિતમાં મેગા ડિસઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંટ્રોલ આપવા સાથે કરવાનો પ્રોગ્રામ જાહેર કર્યા છતાં મેગા એનાઉન્સમેન્ટ શેરબજારોમાં વિક્રમી તેજીને આગળ વધારવામાં નિષ્ફળ રહ્યું હતું. સરકારની આ યોજના સામે દેશની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિનકથળી રહી હોવાના આવી રહેલા આંકડાએ ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને નબળા પ્રતિસાદની આશંકાએ અને ટેલીકોમ ઓપરેટરો-કંપનીઓને સરકારે તેના સ્પેક્ટ્રમ ફીની ચૂકવણી કરવા માટે વધુ બે વર્ષનો સમય આપતાં ટેલીકોમ કંપનીઓને રાહત સાથે હવે ટેલીકોમ ક્ષેત્રે એનાઉન્સમેન્ટ સ્ટોરી પૂરી થઈ જતાં ટેલીકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. આ સાથે દેશમાં હજુ ૫૬૬ રોડ ઈન્ફ્રા પ્રોજેક્ટો તેના નિયત સમય માળખાથી વિલંબથી ચાલી રહ્યા હોવાનું રોડ ટ્રાન્સપોટેશન પ્રધાન નીતિન ગડકરીએ જાહેર કરતાં ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં પણ આરંભિક તેજીનો ઊભરો અંતે શાંત થઈ ગયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ સતત ચોથા દિવસે તેજીનું તોફાન ફંડોએ મચાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ કર્યા સાથે વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ફરી વિલંબમાં પડતા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ચાઈનાની આયાતો પર આકરી ટેરિફ લાદવાની ચીમકીએ અને હોંગકોંગમાં અશાંતિના નેગેટીવ પરિબળે ભારતીય શેરબજારોમાં ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં ઓફલોડિંગ કર્યા સાથે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં સતત વેચવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૮૩ અને વધનારની સંખ્યા ૭૫૮ રહી હતી. ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, સ્થાનિક સ્તરે જોઈએ તો એનબીએફસીને છેલ્લા પોણા વર્ષથી સતાવી રહેલી લિક્વિડિટીની સમસ્યા ત્યાંની ત્યાં છે. જેની પાછળ આ કંપનીઓના વેલ્યુએશન્સમાં મોટું ધોવાણ થયું છે. તેમજ માર્કેટના રોકાણકારોના વિશ્વાસ પર મોટી માનસિક અસર ઊભી થઈ છે. જુલાઈ મહિનાની પાંચમી તારીખે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. સરકાર કેવા પ્રકારની આર્થિક નીતિઓ રજૂ કરે છે તે મહત્ત્વનું રહેશે. ક્રૂડના ભાવમાં વોલેટિલિટી વધી છે. જોકે આમ છતાં રૂપિયો મહદ્ અંશે સ્થિર ટકેલો છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૭૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૩૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૨૯ પોઈન્ટ થી ૧૧૯૦૯ પોઈન્ટ, ૧૧૮૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ACC લિમિટેડ ( ૧૪૭૫ ) :- રૂ.૧૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ઇન્ડીગો ( ૧૩૮૩ ) :- એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૧૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૪૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે