રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૫.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૨૦.૩૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૨૦૧.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૦૦૭.૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૫૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૧૧.૧૫ સામે ૧૧૬૧૬.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૭૮.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૨૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના – ચાંદીમાં સુધારા તરફી ટ્રેન્ડ રહેવાની શક્યતા છે. ધનતેરસના સોના – ચાંદીમાં ખરીદી વળતરદાયી સાબીત થઇ શકે છે. સોનું આગામી વર્ષે ધનતેરસ સુધીમાં ૧૦-૧૨% જ્યારે ચાંદી ૧૭-૨૦% સુધીનું રિટર્ન અપાવે તેવું અનુમાન છે. સોના કરતા ચાંદીમાં રોકાણ ઉત્તમ સાબીત થઇ શકે છે. અત્યારે ૪૬૫૦૦ની ચાંદી વધઘટે એક વર્ષમાં નીચામાં ૪૨૫૦૦ અને ઉપરમાં ૫૭૦૦૦ સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે સોનું ઉપરમાં ૪૪૫૦૦-૪૫૦૦૦ અને નીચામાં ૩૫૦૦૦ સુધી જઇ શકે છે. લોંગટર્મ ધ્યાનમાં લેતા સોના-ચાંદીમાં રોકાણ અન્ય રોકાણલક્ષી માધ્યમોમાં સૌથી શ્રેષ્ઠ સાબીત થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૪૭૭ ડોલરની સપાટી અંદર બંધ ન આપે ત્યાં સુધી ઘટાડાના સંકેતો નથી. જ્યારે ઉપરમાં ૧૫૨૦ ડોલરની સપાટી ઉપર બંધ આપે પછી જ ઝડપી તેજી જોવા મળી શકે છે. જ્યારે ચાંદી પણ ૧૭.૩૦-૧૭.૮૦ ડોલરની રેન્જમાં રમી રહી છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૨૫૦ની સપાટી કુદાવી ૩૮૩૫૦ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૫૦૦ અને ૩૮૬૭૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૧૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૮૦૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૬૦૧૩ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૬૨૫૦-૪૫૫૦૦ અને નીચામાં ૪૫૭૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં રોકાણ જોખમી સાબીત થઇ શકે છે. ક્રૂડનો વપરાશ સતત ઘટી રહ્યો છે જેના કારણે હવે ક્રૂડમાં કમાણી દૂર થઇ રહી છે. ક્રૂડની તુલનાએ આગામી બે માસ માટે નેચરલ ગેસમાં રોકાણ શોર્ટટર્મમાં વળતરદાયી સાબીત થઇ શકે છે. ક્રૂડના અમેરિકામાં ઇન્વેન્ટરી ડેટા કેવા રહે છે તેના પર મૂવમેન્ટ જોવા મળશે. વૈશ્વિક સ્તરે માગ કરતા પુરવઠો વધારે હોવાથી ક્રૂડ ૫૯ ડોલરની સપાટી ઉપર ટકતું નથી. જ્યારે નીચામાં ૫૭ ડોલર તૂટતું ન હોવાથી મોટી મંદી અટકી છે. એમસીએક્સ નવેમ્બર ૪૦૧૩ ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૯૭૦ અને ત્યાર બાદ ૩૯૦૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૪૦૭૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

ગઇકાલે રજૂ થયેલા ચૂંટણી પરિણામોમાં હરિયાણામાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહિં મળવાના કારણે અને મહારાષ્ટ્રમાં પાતળી બહૂમતીના પરિણામે શેરબજારમાં ૨૬૮ પોઇન્ટનો આવેલો સુધારો ધોવાઇ અંતે ૩૮ પોઇન્ટના ઘટાડા સાથે બંઘ રહ્યો હતો. આ ઉપરાંત ઘટાડાનું મુખ્ય કારણ આઇટી શેર્સમાં ઇન્ફોસિસમાં વધુ ૨%નો ઘટાડો રહ્યો હતો. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઓક્ટોબર અંતમાં તેજીવાળાઓએ તેજીની પોઝિશન હળવી કરી હતી જેના કારણે પણ બજારમાં અસર પડી છે. કોર્પોરેટ કંપનીઓના ઉત્કૃષ્ઠ પરિણામો સારા આવતા બજારને સપોર્ટ મળી રહ્યો છે. સેન્સેક્સ આગામી ધનતેરસ સુધીમાં ૪૪૦૦૦ની સપાટી પર પહોંચશે તેવા નિર્દેશો છે આગામી વર્ષાન્તમં બેન્કિંગ સેક્ટરમાં સારા રિટર્નની અપેક્ષાઓ સેવાઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટને વેગ આપવા માટે તાજેતરમાં જે પ્રોત્સાહક જાહેરાતો કરવામાં આવી છે તેની અસર નવેમ્બર મધ્યમાં જોવા મળશે તેવું અનુમાન છે. વિક્રમ સંવત ૨૦૭૫માં સરવાળે ઇક્વિટી, ડેટમાં રોકાણકરનાર પોઝિટીવ રહ્યાં છે આગામી વર્ષે પણ બજારમાં સારા રિટર્નનો આશાવાદ સેવાઇ રહ્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્લો ડાઉન, જિઓ પોલિટીકલ ઇશ્યુ અને ટ્રેડવોરના મુદ્દે બજારમાં બે તરફી ચાલ રહી છે પરંતુ વિદેશી નાણાંકિય સંસ્થાઓ તથા સ્થાનિક સંસ્થાઓની આક્રમક ખરીદીના સપોર્ટથી ભારતીય શેરબજારમાં સુધારાનો માહોલ રહેશે. નવા વર્ષે વધઘટના અંતે સરવાળે પોઝિટીવ રિટર્ન છૂટે તેવું અનુમાન છે. રૂપિયો ૧૧ પૈસા નબળો પડી ૭૧ની સપાટી ફરી કુદાવી અંદર ૭૧.૦૨ પહોંચ્યો છે આગળ જતા ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેનો પણ સપોર્ટ મળી રહેશે. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે સાથે માર્કેટબ્રેઝથ પોઝિટીવ બની હતી. કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૭૨ અને વધનારની સંખ્યા ૭૭૦ રહી હતી. ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, સંવત ૨૦૭૫નો અંત રાહતદાયી બની રહ્યો છે. બે મહિના અગાઉ ખૂબ જ નિરાશામાંથી પસાર થઈ રહેલા બજારને લઈને માર્કેટ મધ્યસ્થીઓ એવા સ્ટોક બ્રોકર્સ ભવિષ્યને લઈને આશાવાદી બન્યા છે. સરકારે માંગમાં રિકવરી માટે જાહેર કરેલાં તાજેતરનાં પગલાં, ખાનગીકરણ તરફી ઝોક અને વૈશ્વિક બજારમાં સ્થિરતાના કારણે સ્થાનિક બિઝનેસને મદદ મળશે અને આગામી કેટલાક મહિનામાં તેમના શેર્સમાં વધારો નોંધાશે તેમજ કોર્પોરેટ ટેક્સમાં તાજેતરના ઘટાડા પછી કંપનીઓની નફાવૃદ્ધિને વેગ મળવાની ધારણાએ બજાર માટે તેજીનો અંદાજ દર્શાવાયો છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૬૩૬ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૧૭૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૫૯૦ પોઈન્ટ થી ૧૧૫૭૫ પોઈન્ટ, ૧૧૫૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

અમર રાજા બેટરી ( ૬૫૭ ) :- રૂ.૬૪૦ નો પ્રથમ તેમજ રૂ.૬૨૩ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટસ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

તાતા કેમિકલ ( ૬૧૩ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૯૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ભારત પેટ્રો ( ૫૧૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઙજઞ ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.