રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૧.૧૦.૨૦૧૯ ના રોજ….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૫૨.૦૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૦૮૭.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૯૬૩.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો… સરેરાશ ૩૯૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૨૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ રહ્યા હતા…!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૦૦.૬૫ સામે ૧૧૫૬૯.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૫૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ રહ્યા હતા…!!!
MAX ગોલ્ડ ટ્રેડીંગ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ રૂ.૩૮૧૪૨ ના મથાળેથી ખુલીને ૩૮૧૯૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૯૬૫ ના નીચા મથાળે નોંધાવી ૧૦૭ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૮૦૮૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MAX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એમસીએક્સ ડિસેમ્બર સિલ્વર રૂ.૪૫૪૮૩ ના મથાળેથી ખુલીને ૪૫૫૬૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૧૧૦ ના નીચા મથાળે નોંધાવી ૯૨ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૫૪૫૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
આજે સોમવારે ૨૧,ઓકટોબર સોમવારે ના મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઈ અને ખાસ મહારાષ્ટ્રમાં ચૂંટણી હોવાથી ભારતીય શેરબજારો બંધ રહ્યા હતા. વૈશ્વિક મોરચે યુ.કે. દ્વારા યુરોપીય યુનિયન સાથે બ્રેક્ઝિટ ડીલ માટે સંમતી સધાઈ જતાં વૈશ્વિક બજારોમાં તેજી બાદ અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોરની નેગેટીવ અસરે ચાઈનાના જીડીપી વૃદ્વિના જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિકના આંકડા ઘટીને ૬%ના ૨૭ વર્ષના તળીયે આવી જતાં એશીયાના બજારોમાં નરમાઈ છતાં ભારતીય શેરબજારોમાં કોર્પોરેટ પરિણામોના આકર્ષણે અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને આર્થિક વિકાસને વેગ આપવા વધુ પ્રોત્સાહનો-પગલાં જાહેર કરવામાં આવશે એવું સ્પષ્ટ જણાવતાં લોકલ-ફોરેન ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં શેરોમાં ઓલ રાઉન્ડ તેજી જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થતાં પૂર્વે જ ફંડોએ શેરોમાં આક્રમક ખરીદી કરતાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું અને રિલાયન્સ દેશની પ્રથમ આ આંક પાર કરનાર કંપની બની હતી.
કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૯ અને વધનારની સંખ્યા ૧૫૮૮ રહી હતી. ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૨૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા પર બજારની નજર સાથે આગામી દિવસોમાં અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોર ટેન્શન વધે છે કે અને ચાઈના તેના સતત ઘટતાં આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિને લઈને કેવા સ્ટીમ્યુલસના પગલાં જાહેર કરે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. આ સાથે કોર્પોરેટ પરિણામોમાં હવે ઓકટોબરના અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી ઈન્ફ્રાટેલ તેમ જ મંગળવારે ૨૨,ઓકટોબરના બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક, એશીયન પેઈન્ટસના રિઝલ્ટ પર નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ….
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૬૭૨ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૭૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૯૬ પોઈન્ટ થી ૧૧૭૦૭ પોઈન્ટ, ૧૧૭૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ ( ૧૩૫૭ ) :- રેસ્ટોરન્ટ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
ટાઈટન કંપની લિ. ( ૧૩૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિ. ( ૭૪૭ ) :- રૂ.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૬૨ થી રૂ.૭૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
અમર રાજા બેટરીઝ ( ૬૭૦ ) :- ઓટો પાર્ટસ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૩ થી રૂ.૬૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૫૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
ખખ ફાયનાન્સીયલ ( ૩૧૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક .૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાયનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!