રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૧૮.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૫૨.૦૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૦૮૭.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૯૬૩.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૧૬૩ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૦૦.૬૫ સામે ૧૧૫૬૯.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૫૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૨૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર : સોના-ચાંદીની તુલનાએ પેલેડિયમમાં તેજીનો માહોલ જળવાઇ રહ્યો છે. ગઇકાલે પેલેડિયમ ૧૭૬૦-૧૭૭૦ ડોલરની રેન્જમાં રહ્યાં બાદ અત્યારે ૧૭૬૧ ડોલર ટ્રેડ થઇ રહ્યું છે જેમાં રોકાણ આગામી એકાદ માસમાં ૧૮૩૦ ડોલર સુધી પહોંચવા સાથે સારું રિર્ટન મળે તેવા સંકેતો છે. જ્યારે સોનામાં ૧૪૮૦-૧૫૧૦ ડોલરની રેન્જમાં ભાવ સપાટી છેલ્લા એકાદ માસથી અથડાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અત્યારે ૧૪૯૫ ડોલર છે જે વધી ૧૫૦૭ અને નીચામાં ૧૪૮૭ ડોલર થઇ શકે. જ્યારે ચાંદી ૧૭.૫૫ ડોલર છે જે વધી ૧૭.૬૭ અને નીચામાં ૧૭.૪૦ ડોલરના સંકેતો છે. સ્થાનિકમાં સોનાનો ભાવ ૩૯૭૦૦ની સપાટી નજીક સરક્યાં છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૧૪૭ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૩૦૦ અને ૩૮૩૭૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૧૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૮૦૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૪૨૮ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૫૦૦-૪૫૬૫૦ અને નીચામાં ૪૫૨૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ : ક્રૂડમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે બે તરફી રેન્જ રહી છે. વૈશ્વિક સ્તરે માગ કરતા પુરવઠો વધારે હોવાથી ક્રૂડ ૬૦ ડોલરની સપાટી ઉપર ટકતું નથી. જ્યારે નીચામાં ૫૭ ડોલર તૂટતું ન હોવાથી મોટી મંદી અટકી છે. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૨૫ની સપાટી ઉપર ૩૮૩૦ આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૮૦૦ અને ત્યાર બાદ ૩૭૭૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૮૫૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

નાણા પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય અર્થતંત્રને ફરી ઝડપી વિકાસને પંથે લાવવા આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ-પ્રોત્સાહનોના પગલાં લેવાનો સ્પષ્ટ સંકેત આપતાં શેરોમાં ફોરેન ફંડો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ ફંડોએ ઓલ રાઉન્ડ આક્રમક તેજી કરી હતી. યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને યુરોપીય યુનિયન (ઈયુ) સાથે નવી બ્રેક્ઝિટ ડીલ માટે સંમતિ થઈ ગઈ હોવાનું અને હવે યુ.કે.ની સંસદ દ્વારા શનિવારે તેને મંજૂર કરવાની રહે છે, એવા કરેલા નિવેદને વૈશ્વિક બજારોમાં યુરોપના બજારોમાં ઝડપી સુધારાની સાથે ભારતીય શેરબજારોમાં પણ ફંડોએ શેરોમાં આક્રમક તેજીનું તોફાન મચાવ્યું હતું. ભારતમાં દિવાળી પૂર્વે જ જાણે કે સેન્સેક્સને ફરી ૪૦,૦૦૦ની સપાટી અને નિફટીને ૧૨૦૦૦ની  સપાટી પાર કરાવવાનું ફંડો-મહારથીઓએ મન બનાવ્યું હોય એવી ચાલે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં આક્રમક તેજીનું તોફાન મચાવી સેન્સેક્સને અને નિફટીમાં ઉછાળો જોવાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) દ્વારા શેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી શરૂ થયેલી મોટાપાયે ખરીદી વધુ આક્રમક બની હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૮૫ અને વધનારની સંખ્યા ૧૦૭૮ રહી હતી. ૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક પરિબળોના કારણે વૃદ્ધિદર બે વર્ષથી ઘટવા લાગ્યો છે. ચાલુ વર્ષમાં તેની અસર વધારે વ્યાપક હતી કારણ કે વપરાશ અને રોકાણમાં તીવ્ર ઘટાડો થયો હતો. તાજેતરના ડેટા દર્શાવે છે કે ઓટો, ટેક્સટાઇલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં લોકોએ રોજગારી ગુમાવી શકે છે. આ ઉપરાંત બિઝનેસનું વાતાવરણ પ્રતિકૂળ બન્યું છે. પોલિસીને લગતી સમસ્યાના કારણે મૂડીખર્ચમાં કોઈને રસ રહ્યો નથી પરિણામે રોકાણ ઘટ્યું છે. રાજકોષીય મર્યાદાના કારણે સરકાર દ્વારા મૂડીખર્ચમાં પણ ઘટાડો થઇ શકે  છે.

જોકે આર્થિક નરમાઈના કારણે વોલ્યુમ સપાટ રહેવાની શક્યતા છે. ફાર્મા સેક્ટર સારો દેખાવ કરી શકે છે

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર : (  ૧૧૫૭૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૫૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૧૫ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૦૬ પોઈન્ટ થી ૧૧૬૧૬ પોઈન્ટ, ૧૧૬૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

લ્યુપિન લિમિટેડ ( ૭૩૦ ) : રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ટેક મહિન્દ્રા ( ૭૨૭ ) : ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઓરબિન્દો ફાર્મા ( ૪૭૦ ) : રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૫૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૮૪ થી રૂ.૪૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.