રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૦૨.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૧ કલાકે….
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૬૭.૩૩ સામે ૩૮૮૧૩.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૯૨૯.૮૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૯૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૩૦૫.૪૧ પોઈન્ટ સાથે બંધ રહ્યા હતા…!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૩૪.૬૦ સામે ૧૧૫૬૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૧૦.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૪૩૬.૫૦ પોઈન્ટ આસપાસ સાથે બંધ રહ્યા હતા…!!!
MCX ગોલ્ડ ટ્રેડીંગ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૦૦૩ ના મથાળેથી ખુલીને ૩૭૧૪૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૬૭૭૧ ના નીચા મથાળે નોંધાવી ઉછાળા સાથે રૂ.૩૭૦૯૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૧૦૫ ના મથાળેથી ખુલીને ૪૩૯૬૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૭૮૬ ના નીચા મથાળે નોંધાવી ઉછાળા સાથે રૂ.૪૪૫૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના બીજા દિવસે ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી ત્યારબાદ મંદી જોવા મળી હતી.બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે ફરી કૌભાંડો સપાટી પર આવવા લાગતાં અને ફાઈનાન્સમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સામે દિલ્હી હાઈકોર્ટના પીટીશનમાં તપાસના નિર્ણય તેમ જ લક્ષ્મી વિલાસ બેંકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રોમ્પ્ટ કરેકટીવ એક્શન(પીઆઈએ) હેઠળ મૂકવાના નિર્ણય તેમ જ કો-ઓપરેટીંગ બેંક પીએમસી બેંકમાં કટોકટીને લઈ ચિંતાએ ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં સાવચેતી બજારનું સેન્ટીમેન્ટ ફરી વધુ ડહોળાયું હતું. તહેવારો ટાંકણે બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે આ નેગેટીવ સમાચાર તેમ જ ઓટોમોબાઈલ ઉદ્યોગ, કન્ઝ્યૂમર ડયુરેબલ્સ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યંત મંદ માંગને લઈ આગામી દિવસોમાં હવે સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પણ નબળા જાહેર થવાની શકયતાએ ફંડો શેરોમાં દરેક ઉછાળે ઓફલોડિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે હજુ અમેરિકા-ચાઈનાના ટ્રેડ વોરને લઈ અનિશ્ચિતતા કાયમ રહી અમેરિકાએ ચાઈનાની કંપનીઓને તેમના શેરબજારો પરથી ડીલિસ્ટ કરવાની ચેતવણી આપી દેતાં નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ હતી અલબત રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત થતાં અને રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો સહિતના પ્રમુખ શેરોમાં આકર્ષણે બજારમાં ઈન્ડેક્સ બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કડાકો બોલાઈ જતાં ઈન્ડેક્સ બેઝડ મોટં ધોવાણ થયા બાદ ઘટાડે આઈટી શેરોમાં તેજીએ મોટું ધોવાણ અટકી રિકવરી જોવા મળી હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ અફડાતફડીના અંતે તેજી-મંદીમાં ફંડોએ ખેલંદાઓને બે-તરફી ચાલ બતાવીને ઘટાડો જોવા મળ્યો હતો.
કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૪ અને વધનારની સંખ્યા ૬૫૫ રહી હતી.૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.૩૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ….
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૪૩૪ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૬૦ પોઈન્ટ થી ૧૧૪૮૮ પોઈન્ટ, ૧૧૫૦૫ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
HDFC લિમિટેડ ( ૨૦૦૭ ) :- ફાઇનન્સ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૯૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૨૩ થી રૂ.૨૦૪૭ સુધી તેજી તરફી ધ્યાન…!!!
રિલાયન્સ ( ૧૩૧૪ ) :- ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૯૬ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૩૩ થી ૧૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ઈન્ફોસિસ ( ૭૯૨ ) :- રૂ.૭૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૬૭ ના બીજા સપોર્ટથી ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ટેક મહિન્દ્રા ( ૭૦૯ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
એકસિસ બેન્ક ( ૬૭૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૪ થી રૂ.૬૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
બજારની ભાવિ દિશા….મિત્રો, લોનો-ધિરાણોની ચૂકવણીમાં ડિફોલ્ટરો સતત બેંકિંગ ક્ષેત્રને સતત બાનમાં રાખી રહ્યું છે,અને બેંકોના કૌભાંડો-ઉઠમણાં આવી રહ્યા છે,ત્યારે શકય છે કે આગામી દિવસોમાં ત્રિમાસિક પરિણામો આ પડકારરૂપ સંજોગોમાં નબળા આવી શકે છે, તેજીના વર્તમાન તોફાની દોરમાં સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિકના ઘણી કંપનીઓના પરિણામો નબળા આવવાની શકયતાને જોતાં સપ્ટેમ્બર મહિનો પૂરો થયા બાદ આગામી મહિનામાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થતાં પૂર્વેના તેજીનો ફૂંફાળામાં ફંડો શેરોમાં ઉછાળે ફરી તેજીનો વેપાર હળવો કરતાં જોવાય એવી શકયતા રહેશે……!!!
Email :- hellonikhilbhattgmail.com
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!