સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૭૭૯.૫૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૯૫૨.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૮૧૧.૭૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૮૧૯.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૪૭.૭૦ સામે ૧૨૦૬૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૫૨.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૫૬.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
ખઈડ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ .૩૮૦૧૧ ના મથાળેથી ખુલીને .૩૮૦૫૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી .૩૮૦૧૦ ના નીચા મથાળે નોંધાવી ૪૭ પોઈન્ટ ઘટાડા સાથે .૩૮૦૩૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
ખઈડ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર .૪૪૫૯૯ ના મથાળેથી ખુલીને .૪૪૫૯૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી .૪૪૫૦૮ ના નીચા મથાળે નોંધાવી ૭૯ પોઈન્ટ ઘટાડા સાથે .૪૪૫૩૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. ભારતીય અર્થતંત્ર ડામાડોળ થયાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષામાં વ્યાજ દરમાં ઘટાડાને અણધારી બ્રેક લગાવી અનપેક્ષિત રેપો રેટ યથાવત રાખવામાં આવતાં અને ભારતના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો અંદાજ ઘટાડીને પાંચ ટકા મૂકવામાં આવતાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજી બતાવી હતી. રેપો રેટમાં ઉદ્યોગ-કોર્પોરેટ ઈન્ડિયાની વધુ ઘટાડાની અપેક્ષાથી વિપરીત રિઝર્વ બેંક દ્વારા ઘટાડાને બ્રેક મારતાં અને ફુગાવાની ચિંતા સાથે આર્થિક અધોગતિના એક પછી એક આવી રહેલા આંકડાએ આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડતાં નારાજ ઈન્વેસ્ટરો-ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. અલબત ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી જોવાઈ હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોએ નવેમ્બર ૨૦૧૯ના સર્વિસિઝ પીએમઆઈના આંક વધીને આવ્યાની પોઝિટીવ અસરે શોર્ટ કવરિંગ સાથે લેવાલી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૪૭ અને વધનારની સંખ્યા ૮૯૨ રહી હતી. ૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં બજારની નજર સંસદના ચાલી રહેલા શીયાળુ સત્રના ડેવલપમેન્ટ પર રહેશે. આ સાથે અમેરિકા-ચાઈના વચ્ચે ૧૫,ડિસેમ્બર સુધીમાં ટ્રેડ ડીલ થઈ જવાના અહેવાલ અને ભારતમાં આર્થિક વિકાસ સતત ઘટી રહ્યાના વર્તમાન આર્થિક મંદ પડેલી વૃદ્વિને ધ્યાનમાં લેતાં અત્યારે સંકટમાંથી પસાર થઈ રહેલા ઓટોમોબાઈલ ઉદ્યોગના નવેમ્બર મહિનાના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા તેમજ ભારતના મેન્યુફેકચરીંગ જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૫૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઈન્ટ થી ૧૨૧૦૮ પોઈન્ટ, ૧૨૧૨૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૨૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
ડિવિસ લેબ ( ૧૮૦૬ ) :- .૧૭૮૭ નો પ્રથમ તેમજ .૧૭૭૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક .૧૮૨૨ થી .૧૮૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૭૪ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી .૪૮૮ થી .૪૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત .૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
તાતા સ્ટીલ ( ૪૦૪ ) :- .૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક .૩૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી .૪૧૪ થી .૪૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / www.nikhilbhatti.in