સેન્સેક્સ :- શેરબજારમાં અયોધ્યા ચૂકાદાની કોઇ જ પોઝિટીવ ઇફેક્ટ જોવા મળી નથી જેની પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બજારો છે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર સમાધાન મુદ્દો ફરી ખોરંભાતા સ્થાનિક બજારમાં નિરૂત્સાહી જોવા મળી છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૩૨૩.૬૧ સામે ૪૦૩૧૬.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૯૨.૮૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૩૭ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- બજારની તેજીની ચાલમાં નિફ્ટી પાંચ માસની ટોચેથી પાછી ફરી ૧૧૯૦૦ નજીક પહોંચી છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૪૫.૩૫ સામે ૧૧૯૦૮.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૯૧૭.૯૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં ભાવ સપાટી નરમ પડવા સાથે સ્થાનિકમાં માગ ઠંડી રહેતા ભાવ ઘસાઇ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને ૧૪૫૦ ડોલર અને ચાંદી ૧૬.૩૦ ડોલરની સપાટી ગુમાવે તેવા સંકેતો છે. આગામી સમયમાં ડોલરની ચાલ કેવી રહે છે અને હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્ક તથા ગોલ્ડ ઇટીએફની ખરીદી કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી અંદર ૩૭૭૧૦ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૭૮૭૦ અને ૩૮૦૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૬૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૫૭૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૪૦૦૦ની સપાટી અંદર અત્યારે ૪૩૯૭૦ની સપાટી ઉપર રહીછે. જે ઉપરમાં ૪૪૨૫૦-૪૪૫૦૦ અને નીચામાં ૪૩૫૦૦ સુધી જઇ શકે.
ક્રૂડ :- ક્રૂડમાં બે તરફી રેન્જ જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર મુદ્દે સમાધાન થાય અને ચીનની ખરીદી આવે તો ક્રૂડમાં સુધારો આવી શકે છે પરંતુ માગ કરતા પુરવઠો વધુ હોવાથી ક્રૂડમાં ઝડપી તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. એમસીએક્સ નવેમ્બર ૪૦૪૭ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૦૭૦ અને ત્યાર બાદ ૪૧૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૩૯૭૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
શેરબજારની તેજીને કામચલાઉ બ્રેક લાગી છે. અયોધ્યા મુદ્દે પોઝિટીવ ચૂકાદો રહ્યો છતાં બજારમાં ખુલતામાં તેની કોઇ જ અસર જોવા મળી નથી. બજાર ઘટાડાનુ મુખ્ય કારણ વૈશ્વિક બજારોની મૂવમેન્ટ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર સમાધાન મુદ્દે ફરી નવો વળાંક આવ્યો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન કર્યું છે અમારા તરફથી ડ્યૂટી ઘટાડાની કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી અને અમે હજુ આ અંગે કાંઇ વિચારતા નથી. જેના પરિણામે વૈશ્વિક બજારોમાં ફરી નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. સ્થાનિક બજારમાં તેજી બાદ રોકાણકારોનું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. લોંગટર્મ ધ્યાનમાં લેતા ફંડામેન્ટલ તેજી તરફી બની રહ્યાં છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી ઝડપી ૭૧.૫૦ થી ૭૧.૭૦ અને ત્યાર બાદ ૭૨ની સપાટી કુદાવે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. સાપ્તાહિક ધોરણે વિદેશી રોકાણકારોએ સરેરાશ ૪૦૦૦ કરોડથી વધુની આક્રમક ખરીદી કરી છે તેની સામે સ્થાનિક સંસ્થાઓએ ૪૫૦૦ કરોડથી વધુનું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આગામી સપ્તાહ માટે હવે જ્યાં સુધી નિફ્ટી ૧૨૦૦૮ની સપાટી ઉપર બંધ ન આપે ત્યાં સુધી બજારમાં ઝડપી તેજી નકારાઇ રહી છે. બજારના નિષ્ણાતોને હવે આગામી બજેટમાં એક મોટી આશા છે કે સરકાર આગામી ટુંકાગાળામાં સીટીટી અને એસટીટીના દરોમાં ફેરફાર કરી રાહત આપે. જો આમ બનશે તો બજાર ઝડપી નવા શિખરો સુધી પહોંચી શકે છે. સ્થાનિક રોકાણકારો દ્વારા દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે જેના કારણે બજારને ધારણા મુજબનો સપોર્ટ નથી. માર્કેટ ઓલટાઇમ હાઇ સપાટી પર છે પરંતુ માર્કેટ કેપ હજુ ઓલટાઇમ હાઇ થી દૂર છે. આગળ જતા ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર બજારનો ટ્રેન્ડ નિર્ભર રહેશે. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે સાથે માર્કેટબ્રેઝથ નેગેટિવ બની હતી. કોર્પોરેટ ઇન્ડિયાના બાકી રહેલા પરિણામો કેવા રહે છે તેના પર મુખ્ય આધાર છે. બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૯૧ અને વધનારની સંખ્યા ૮૯૭ રહી હતી. ૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસો જાહેર થનારા આંકડામાં ભારતના સપ્ટમ્બર ૨૦૧૯ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ (આઈઆઈપી)ના આજે જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર ૨૦૧૯ માટેના મેન્યુફેકચરીંગ ઉત્પાદનના આજ દિવસે જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે. જ્યારે ગુરૂવારે ૧૪,નવેમ્બર ૨૦૧૯ના ભારતના ઓકટોબર ૨૦૧૯ મહિના માટેના હોલસેલ ફુગાવાના જાહેર થનારા ડબલ્યુપીઆઈ આંક પર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમજ અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલની વાટાઘાટની પ્રગતિ પર નજર રહેશે
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૮૮૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૭૭૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૩૦ પોઈન્ટ થી ૧૧૯૭૩ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
કોટક બેન્ક ( ૧૫૯૨ ) :- રૂ.૧૫૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૭૩ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ટેક મહિન્દ્રા ( ૭૭૨ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૭૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
ઇન્ફોસિસ ( ૬૯૯ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૭ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
ડિસક્લેમર / શરતો /પોલીસી www.nikhilbhatt.in ને આધીન