રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૩૨૨૮.૮૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૩૮૫૩.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૭૭૩.૦૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૮.૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૬.૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૮૪૫.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૮૧૩.૭૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૦૧૮.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૯૬૦.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૯૬૪.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૬૦૭૫ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૦૯૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૯૯૦ ના નીચા મથાળે નોંધાવી ૭૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૬૦૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૭૬૪૨ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૮૩૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૫૭૦ ના નીચા મથાળે નોંધાવી ૨૦૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૭૬૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં આજે આરંભથી ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકી શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૬૨% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૦.૮૩% અને નેસ્ડેક ૧.૪૩% પોઈન્ટ વધીને સેટલ થયા હતા. ગ્લોબલ માર્કેટમાં તેજીને પગલે
ભારતીય શેરબજારમાં આજે ખૂલતાની સાથે જ શાનદાર તેજી જોવા મળી હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, આઈટી, બેન્કેક્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, તેમજ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૯૧ અને વધનારની સંખ્યા ૧૪૯૮ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક આર્થિક વૃદ્વિ ચાલુ વર્ષમાં અત્યંત નબળી રહેવાના વર્લ્ડ બેંક અને ઓઈસીડીના અંદાજ સાથે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ, મૂડીઝ સહિતના નબળા અંદાજો ભારત માટે પણ રજૂ થતાં કોર્પોરેટ ઈન્ડિયા માટે આગામી સમય અત્યંત પડકારરૂપ બની રહેશે. કોરોનાની વૈશ્વિક મહામારી અટકવાનું નામ લેતી નથી, ત્યાં હવે કોરોના વાઈરસનો બીજો તબક્કો વધુ ઘાતક પૂરવાર થશે એવા અંદાજો-અહેવાલો વહેતાં થતાં વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારોમાં ફરી ચિંતા વ્યાપ્ત છે. સરકારે ઔદ્યોગિક ઉત્પાદનના એપ્રિલ ૨૦૨૦ મહિનાના આંકડા ૫૫.૪%નો રકોર્ડ ઘટાડો અને મેન્યુફેકચરીંગમાં પણ ૬૪.૩%નો ઘટાડો નોંધાવનારા આંકડા જાહેર થતાં પરિસ્થિતિ અત્યંત વિકટ હોવાના સંકેતે હાલ દરેક ઉછાળે સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. આસાથે હવે કોર્પોરેટ પરિણામોમાં આજે ૧૬,જૂનના રોજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના રિઝલ્ટ તેમજ વૈશ્વિક મોરચે અમેરિકાના ઔદ્યોગિક ઉત્પાદનના જાહેર થનારા મે મહિનાના આંક પર નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિયોજેન કેમિકલ્સ ( ૫૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૫૦૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૭૭ થી રૂ.૫૭૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
માસ્ટેક લિ. ( ૩૯૧ ) :- રૂ.૩૮૩ નો પ્રથમ તેમજ રૂ.૩૭૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
DFM ફૂડ્સ લિ. ( ૨૦૩ ) :- પેકેજ્ડ ફૂડ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
મંગલમ સિમેન્ટ ( ૧૯૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૦૨ થી રૂ.૨૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!