IPOINT LOGO FOR HEADER 1 3

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૯૫૨.૬૩ સામે ૪૧૯૬૯.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૭૫૯.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૮ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૭૬૪.૨૩ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૩૯૭.૦૦ સામે ૧૨૩૬૩.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૩૨૭.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૩૩૫.૨૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૬૪૬ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૭૦૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૬૧૨ ના નીચા મથાળે નોંધાવી ૨૩૫ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૯૬૮૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૧૭૦ ના મથાળેથી ખુલીને ૪૬૨૮૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૧૭૦ ના નીચા મથાળે નોંધાવી ૩૫૩ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૬૨૫૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ત્રીજા દિવસની ટ્રેડીંગની શરૂઆત ઘટાડે થઈ હતી. વૈશ્વિક બજારો અને ફંડોની વેચવાલીએ ભારતીય શેરબજારોમાં પણ આંચકા અનુભવાયા હતા. ગઈ કાલે ઉતરાણના દિવસે શેરબજારમાં તેજીનો પતંગ આભને આંબી ગયો હતો. બન્ને દેશો યુદ્વ નહીં ઈચ્છતાં હોવાના સંકેત આપતાં નિવેદનના પરિણામે ટેન્શન ઘટતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે આજ રોજ ૧૫,જાન્યુઆરી બાદ ટ્રેડ ડીલ થવાની સંભાવના બતાવતું નિવેદન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં પણ ઝડપી યુ-ટર્ન આવ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન-અમેરિકા વચ્ચે ટેન્શન હળવું થતાં બ્રેન્ટ ક્રુડ ૭૦ ડોલરથી ઘટીને ફરી ૬૫ ડોલર નજીક આવી જતાં ભારત માટે આ મોટું પોઝિટીવ પરિબળ સર્જાતાં આર્થિક પરિસ્થિતિને સંભવિત ફટકો નહીં પડવાના આશ્વાસને બજારનું સેન્ટીમેન્ટ પણ સુધર્યું હતું છે. આ સાથે હવે ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટની અપેક્ષાએ પણ ફોરેન ફંડો અને લોકલ ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. આજે બેન્ચમાર્ક સેન્સેકસ અને નિફટી ફ્યુચર વિક્રમી સપાટીએથી પાછો ફરી મંદી તરફી જોવા મળ્યા છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બેન્ચમાર્કસને પગલે સ્મોલ કેપ્સ તથા મિડ-કેપ્સ સ્ટોકસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૦૫ અને વધનારની સંખ્યા ૭૦૬ રહી હતી. ૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજારમાં ધીમો પણ મક્કમ સુધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે યુએસ-ઇરાન તંગદિલી બાદ ઘેરાયેલાં યુદ્ધનાં વાદળો હાલમાં વિખેરાઈ ગયાં છે. યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ પણ થવા જઈ રહી છે અને તેના કારણે વૈશ્વિક બજારો મજબૂત બન્યાં છે. સ્થાનિક સ્તરે પણ બજેટ આવી રહ્યું છે અને સરકાર તરફથી અર્થતંત્રની ગાડી પાટી પર ચઢાવવા માટે મહત્ત્વનાં પગલાં ભરવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. જેને લક્ષ્યમાં રાખીને બજારમાં પ્રિ-બજેટ રેલીનાં ચિહ્નો જોવા મળી શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૩૬૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૩૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૪૦૪ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૩૩૦ પોઈન્ટ થી ૧૨૩૧૭ પોઈન્ટ, ૧૨૩૦૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • એપોલો હોસ્પિટલ ( ૧૫૦૫ ) :- રૂ.૧૪૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૩ ના બીજા સપોર્ટથી હેલ્થકેર સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ટાઈટન કંપની લિ. ( ૧૧૭૩ ) :- એસેસરીઝ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૪૮૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૦ થી રૂ.૪૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.