રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૯૩.૯૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૫૧૬.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૩૬૭.૦૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯.૨૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૨.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૫૫૬.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૦૬.૯૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા ૧૧૩૪૧.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૩૧.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩.૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૨.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૭૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૫૧૪૩૦ ના મથાળેથી ખુલીને રૂ.૫૧૪૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૧૩૭૩ ના નીચા મથાળે નોંધાવી ૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૫૧૪૦૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૮૬૬૦ ના મથાળેથી ખુલીને રૂ.૬૮૭૮૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૮૬૦૩ ના નીચા મથાળે નોંધાવી ૨૬૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૬૮૭૦૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. ગઇકાલે ચીનની સાથે બોર્ડર પર તણાવના અહેવાલો વહેતા થતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. આજે ભારતીય ફોરેન ફંડોની શેરોમાં અવિરત લેવાલી જળવાઈ રહેતા અને સરકાર દ્વારા એક પછી એક રિફોર્મના પગલાં ભરવામાં આવી રહ્યા હોવાથી તેની સકારાત્મક અસર અને દેશભરમાં સારા વરસાદથી આ વર્ષે કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ થકી અર્થતંત્રની રિકવરી ઝડપી બનવાના અંદાજો અને કોરોના વાઈરસ માટે વેક્સિનની અને દવાઓની વિવિધ દેશોમાં થઈ રહ્યાના પોઝિટીવ અહેવાલ વચ્ચે લોકડાઉનમાંથી હળવા થઈને દેશમાં ફરી ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વેગ પકડવા લાગતાં આગામી દિવસોમાં કંપનીઓની કામગીરી સુધરવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધયો હતો. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૬૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૨.૦૧% અને નેસ્ડેક ૨.૭૧%ના વધારા સાથે સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૨% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે એફએમસીજી, ટેલિકોમ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૬૮ અને વધનારની સંખ્યા ૧૬૭૧ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સપ્ટેમ્બર મહિનાના શરૂઆતી ટ્રેડિંગ સત્રોમાં વૈશ્વિક ઇક્વિટી માર્કેટ્સ સહિત કોમોડિટીઝમાં વોલેટિલિટી વધવા સાથે કરેક્શન પણ જોવાયું હતું. લિક્વિડિટી અને સરકારી સ્ટીમ્યુલસિસની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. બે દિવસમાં વૈશ્વિક ક્ર્રૂડના ભાવમાં અંદાજીત ૬%નો ઘટાડો જોવાયો છે. માર્ચમાં કોરોના મહામારીની શરૂઆત પાછળ તીવ્ર ઘટાડો દર્શાવનાર મૂડીબજારોને મધ્યસ્થ બેંકો દ્વારા આપવામાં આવેલા જંગી સ્ટીમ્યુલસ પેકેજના લીધે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ઉપરોક્ત ચાર મહિનાઓમાં અંદાજીત ૫૪% જેટલું રિટર્ન આપ્યું છે. જોકે યુએસ શેરબજારની આગેવાનીમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતીય શેરબજારોમાં કરેક્શન નોંધાયું હતું. મારા મતે સ્થાનિક બજારમાં પ્રાઇમરી માર્કેટ પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ફ્લો સપ્ટેમ્બરમાં પણ પોઝિટિવ રહેશે અને તેથી શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળે તેવી શક્યતા ઓછી છે. આગામી દિવસોમાં યુએસ ખાતે પ્રમુખની ચૂંટણી પાછળ યુએસ બજારોમાં અફડાતફડી નોંધાશે. યુએસ ફેડના વધુ સ્ટીમ્યુલસના ઇનકાર પાછળ ક્ર્રૂડ સહિતની કોમોડિટીઝમાં પણ સેન્ટિમેન્ટ ખરડાયું છે. ઉપરાંત સાઉદીએ ભાવ ઘટાડતાં બ્રેન્ટ ફ્યૂચર સપ્તાહમાં ૪૫ ડોલર પ્રતિ બેરલથી ઘટી ૪૦ ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ૧૧,સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય મોરચ અમેરિકાના ફુગાવાના ઓગસ્ટ મહિના માટેના જાહેર થનારા આંક તેમજ ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના જુલાઈ ૨૦૨૦ મહિના માટેના જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
- એસીસી લિ. ( ૧૩૨૧ ) :- સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૨૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૨ થી રૂ.૧૩૫૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
- લુપિન લિ. ( ૯૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૮૦૩ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૯૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- લાર્સેન લિ. ( ૯૧૮ ) :- કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા સ્ટીલ ( ૪૧૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૬ થી રૂ.૪૩૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!