IPOINT LOGO FOR HEADER 1 4 3

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૨૨૦.૩૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૪૭૧.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૪૫૭.૯૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૫.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૪૮૬.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૦૫.૪૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૩૯૪.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૭૪.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯.૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૯૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૫૨૧૬૦ ના મથાળેથી ખુલીને રૂ.૫૨૪૦૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૨૧૬૦ ના નીચા મથાળે નોંધાવી ૧૭૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૫૨૩૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૮૩૯૭ ના મથાળેથી ખુલીને રૂ.૬૮૯૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૮૩૯૭ ના નીચા મથાળે નોંધાવી ૯૮૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૬૮૫૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. સરકાર દ્વારા રિફોર્મના પગલાં આગળ વધારવામાં આવતા અને કેબિનેટની મળેલી બેઠકમાં ઉદ્યોગોને પગભર થવા માટે રાહતના પેકેજને વધુ બે મહિના સુધી લંબાવવામાં આવશે તેવી અટકળો પાછળ ભારતીય શેરબજારમાં સુધારો જોવાયો હતો. લઘુ અને નાના ઉદ્યોગોને નીચા દરે ધીરાણ મળી રહે તેવા પગલાં પણ ભરવામાં આવતા તેની પણ સેન્ટીમેન્ટ પર પોઝિટીવ અસર રહી હતી. સરકાર દ્વારા રિફોર્મ પ્રોસેસ આગળ વધારવામાં આવતા અને આત્મનિર્ભર યોજના પર વધુને વધુ ભાર આપવામાં આવતા તેની પોઝિટીવ અસર હતી. અમરિકન ફેડરલ રિઝર્વે બુધવારે મિનિટ્સની જાહેરાત કરતાં તેમાં સાવેચતીનો અભિગમ વધુ રહેતા તેની નકારાત્મક અસર થઈ હતી. અમરિકન ફેડરલ રિઝર્વે આર્થિક સંકેતો નબળા આપતા તેની પાછળ વૈશ્વિક શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી અને ગઇકાલે તેની નેગેટિવ અસરે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૩૨% અને નેસ્ડેક ૧.૦૬% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૯% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૬૭ અને વધનારની સંખ્યા ૧૬૮૯ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંને કારણે સેક્ટોરલ અથવા સ્ટોક સ્પેસિફિક તેજીનો માહોલ જોવા મળશે. ભારતીય શેરબજારમાં બેન્ચમાર્કના દરેક ઘટાડા સામે બ્રોડબેઇઝ આંકમાં સુધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં બ્રોડબેઇઝ હજી બજારમાં સ્ટ્રેન્થ જોવા મળેશે. આ કારણે સુધારા અંગે આશા છે. વૈશ્વિક સ્તરે અમરિકન ફેડરલ રિઝર્વે બુધવારે મિનિટ્સની જાહેરાત કરતાં તેમાં સાવેચતીનો અભિગમ વધુ રહેતા અને એફઓએમસીએ ભાવિ અંગે અમનિશ્ચિતતા વ્યકત કરવાની સાથે ટૂંકા ગાળા માટે વ્યાજદર ઐતિહાસિક નીચી સપાટીએ લઈ જવા છતાં આર્થિક રિકવરીની શક્યતા નથી એમ જણતા સપ્ટેમ્બરમાં મળનારી બેઠક અંગે અત્યારથી જ નિરાશા વ્યાપી ગઈ હતી. આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મોટા કારણોની ગેરહાજરીને કારણે ભારતીય શેરબજાર વૈશ્વિક પરિબળોની વધુ અસર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • ACC લિ. ( ૧૪૨૭ ) :- સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૪ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૪૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ ( ૯૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહિન્દ્ર & મહિન્દ્ર ( ૬૧૭ ) :- રૂ.૬૦૩ નો પ્રથમ તેમજ રૂ.૫૯૦ ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા સ્ટીલ ( ૪૩૭ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૪૬ થી રૂ.૪૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૩૫૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.