રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૩૯૫૬.૬૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૪૦૨૯.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૯૪૯.૪૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૯.૫૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૮.૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૪૧૨૪.૮૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૦૩૪.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૦૭૬.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૦૩૭.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦.૫૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૪.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૦૯૮.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૬૬૦૨ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૬૬૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૫૬૧ ના નીચા મથાળે નોંધાવી ૧૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૬૫૭૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૧૨૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૧૯૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૦૫૭ ના નીચા મથાળે નોંધાવી ૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૦૯૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારીથી દેશમાં હજુ અનેક પોઝિટીવ કેસો આવી રહ્યા હોવા છતાં અર્થતંત્રને ફરી પટરી પર લાવવા લોકડાઉનમાં દેશભરમાં મોટી છૂટછાટો આપીને આર્થિક વિકાસને વેગ આપવા થયેલા પ્રયાસ સાથે વૈશ્વિક પોઝિટિવ સંકેતો અને એશિયન માર્કેટ્સના સકારાત્મક વલણોના કારણે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. વિશ્વ બેંક દ્વારા ભારતીય અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્વિમાં ૩.૨%નો ઘટાડો નોંધાશે એવા અંદાજો અને તેજીનો લાંબો દોર જોવાયા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓવરબોટ પોઝિશન હળવી થતાં બે અફડાતફડી જોવા મળી હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે ફાઈનાન્સ, હેલ્થકેર, બેન્કેક્સ અને રિયલ્ટી સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા, જ્યારે ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, યુટિલિટીઝ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૯૮ અને વધનારની સંખ્યા ૧૦૮૭ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીના કારણે આવી પડેલા આર્થિક સંકટમાંથી દેશને ઉગારવા માટે સરકાર દ્વારા જંગી આર્થિક પેકેજ જાહેર કર્યા સાથે હવે દેશના અનેક ભાગોમાં લોકડાઉનમાં મોટી છૂટછાટો આપી દેવાતાં આર્થિક-ઔદ્યોગિક પુન: શરૂ થવા લાગી છે. અલબત આ આર્થિક પ્રવૃતિ પહેલાની માફક ફરી ધમધમતી થવા માટે લાંબો સમય લાગી જવાના અને અર્થતંત્રને બેઠું કરવા માટે પણ કેટલાક વર્ષો લાગી જવાના મૂકાઈ રહેલા અંદાજોને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈના અને અમેરિકા વચ્ચે વણસતા સંબંધો તેમજ જી-૭ દેશોમાં ભારતને સામેલ કરવાની અમેરિકાની પહેલથી ખફા ચાઈના પણ ભારત સાથે સરહદ મામલે કચવાટ વધવાના સંકેતોએ આગામી દિવસોમાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંજોગોમાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં અફડાતફડી નોંધશે. આગામી દિવસોમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના એપ્રિલ ૨૦૨૦ માટેના ૧૨,જૂન ૨૦૨૦ના રોજ જાહેર થનારા આંક તેમજ ચાઈના અને અમેરિકાના ફુગાવાના મે,૨૦૨૦ મહિના માટેના ૧૦,જૂનના રોજ જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
ડીવીઝ લેબ ( ૨૪૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૨૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૪૪૪ થી રૂ.૨૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
HDFC લિ. ( ૧૭૮૧ ) :- રૂ.૧૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ ના બીજા સપોર્ટથી હાઉસિંગ ફાયનાન્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
ગ્રાસીમ ઇન્ડ. ( ૬૧૪ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૦ થી રૂ.૬૩૬ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૬૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
મહિન્દ્રા મહિન્દ્રા ( ૪૭૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૮૪ થી રૂ.૪૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!