• ઈન્ટીરીયરના 100 વિદ્યાર્થી દ્વારા જાપાન્ડી, બૌહૌસ, આર્ટ ડેકોર જેવી થીમ પર ફર્નીચર તૈયાર કર્યુ હતું

ફેશન અને ઇન્ટીરિયર ડિઝાઇન ક્ષેત્રે ગ્લોબલ નેટવર્ક ધરાવતી અને છેલ્લા 25 વર્ષથી ચાલતી રાજકોટની પ્રતિષ્ઠિત એકમાત્ર સંસ્થા એન.આઇ.એફ.ડી. દ્વારા વિદ્યાર્થીઓની ટેલેન્ટને બહાર લાવવા અને પ્રોત્સાહિત કરવાના તેમજ સમાજમાં એક ડિઝાઇનર તરીકે તેની ઓળખ ઉભી કરવા અને આત્મનિર્ભર બનાવવાના નમ્ર પ્રયાસ રૂપે 80 જેટલા વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનાની મહેનત બાદ તૈયાર કરેલ પરિધાનનો ફેશન શો સિઝન્સ હોટલ ખાતે યોજાયો હતો. જેમાં ફેશન ઇન્ડસ્ટ્રીમાંથી 14 મોડલોએ વિદ્યાર્થીઓના ગારમેન્ટ્સ પહેરી રેમ્પ વોક કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે 40 જેટલા બાળકોએ પણ રેમ્પ વોક કરી સહુના દિલ જીતી લીધા હતા.

8 23

 

આ અંગે રાજકોટ એન.આઇ.એફ.ડી. ના સેન્ટર હેડ નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, એન.આઇ.એફ.ડી. રાજકોટના વિદ્યાર્થીનીઓએ છેલ્લા 6 મહિનાની મહેનતથી વિવિધ થીમ બેઇઝ્ડ પરિધાન જાતે ડિઝાઇન કરી અને સિવ્યા હતા. જેમાં આ વખતે 10 કલેક્શન રજુ થયા હતા. 80 જેટલા ફેશન ડિઝાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ થીમ બેઇઝ્ડ ગારમેન્ટ તૈયાર કર્યા. જેમાં ગુજરીબજાર માંથી જુનાં કપડા લઇ તેને રિસાઇકલ કરી સસ્ટેનેબલ ફેશન માટે ડિઝાન કરી “થ્રીફ્ટેડ કલેક્શન” રજુ કર્યું હતું. જેને લોકોએ ખુબ વખાણ્યું હતું. એજ રીતે નેપાળના કલ્ચરથી પ્રેરીત હાથથી ડેનીમ જીન્સ પર પેઇન્ટ કરેલ ડિઝાન, નેતરની ખુરશીની ફેબ્રીકની દોરીની ડિઝાઇન, ઠંડા પ્રદેશમાં દેખાતા લેસર લાઇટ જેવા કુદરતી પ્રકાશની ડિઝાઇન પર ગારમેન્ટ્સ ડિઝાઇન કર્યા હતા.

વધુમાં મધ્યપ્રદેશના ભીલ અને ગોન્દ જાતિના લોકો જે ગોન્દ આર્ટ કરે તે વિદ્યાર્થીઓએ કપડાં પર તૈયાર કરી લોકો સમક્ષ રજુ કર્યા હતા. જેમાં પેચ વર્ક અને બાંધણીનો કલાત્મક ઉપયોગ દર્શાવાયો હતો. જ્યારે તમીલનાડુના પરંપરાગત નૃત્ય “થેરૂ કુઠુ” ના વસ્ત્રો પરથી આઇડિયા લઇ ખાદીના કપડા પર ડાન્સનું મોહરૂ અને આભલાનો ઉપયોગ કરી લાજવાબ ગારમેન્ટ્સ બનાવ્યા હતા.

જ્યારે બાળકોના રંગીન ગારમેન્ટ્સમાં જાદુઇ નગરી, કેનવાલ પેઇન્ટીંગ્ની થીમ સાથે આભલા, હિરા, મોતી વગેરેથી શણગાર કરાયો હતો. વધુમાં એન.આઇ.એફ.ડી. ના ઇન્ટીરિયર ડિઝાઇનના 100 જેટલા વિદ્યાર્થી દ્વારા જાપાન્ડી, બૌહૌસ, આર્ટ ડેકોર, ટ્રોપીકલ જેવી સદીઓ જુની થીમ પર અત્યાધુનિક ફર્નિચર તૈયાર કરાયું હતું.

6 26

જેમાં જાપાન્ડી, બૌહૌસ, આર્ટ ડેકોર, ટ્રોપીકલ જેવી સદીઓ જુની થીમ પર અત્યાધુનિક ફર્નિચરમાં વિદ્યાર્થીઓએ તેમની કોઠા સુઝથી અદભૂત-અકલ્પનિય ફર્નિચર, લાઇટ્સ, ઝુલા, ચિત્રો, ડિઝાઇનર પ્લાન્ટર (કુંડાઓ), વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલ ટેબલ, ખુરશી, લેમ્પ, કોર્નર, હેંન્ગીગ, શો-પીસ, જ્વેલરી બોક્સ, થ્રીડી પેઇન્ટીંગ વગેરે સહિત અનેક વસ્તુઓને રજુ કરાઇ હતી.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.