ધો.૧૦માં ૯૨ ટકા સાથે નિધી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ સ્કુલના ઉતમ પરિણામનો શ્રેય વિદ્યાર્થીઓને આપતા અભિનંદન પાઠવ્યા: ‚પલ ચૌહાણ ૯૫.૮૧ ટકા સાથે સ્કુલ પ્રથમ
આજરોજ ગુજરાત રાજય માધ્યમિકક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓમાં પરિણામોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો શહેરની નામાંકિત સ્કુલોમાં બોર્ડમાં ઝળકેલા વિદ્યાર્થીઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી નિધિ સ્કુલના ધો.૧૦ના વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સફળતા મેળવી છે. નિધિ સ્કુલનું ધો.૧૦નું ૯૨ ટકા પરીક્ષા પરિણામ આવ્યું છે. નિધિ સ્કુલનાં તમામ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા શિક્ષકગણમાં બોર્ડની સફળતા માટે અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.આ તકે નિધિ સ્કુલના મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ બોર્ડના વિદ્યાર્થીઓની સિધ્ધિ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે અમારી શાળાનું ધો.૧૦નું ૯૨ ટકા પરિણામ આવ્યું છે. તેનું સમગ્ર શ્રેય વિદ્યાર્થીઓને ફાળે જાય છે. તમામ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન સ્કુલ દ્વારા આપવામાં આવતી તમામ શૈક્ષણીક માહિતીને એકાગ્રતા પૂર્વક ગ્રહણ કરી પોતાની મહેનતથી શાળા તેમજ પરિવારનું નામ રોશન કરેલ છે. ધો.૧૦માં શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવતા ‚પલ ચૌહાણે જણાવ્યું હતુ કે મારી સફળતાનો શ્રેય હું મારી શાળાના શિક્ષકો ને આપું છું વર્ષ દરમિયાન શાળા પાસેથી અમને ખૂબ જ્ઞાન મળ્યું છે. મારે ધો.૧૦માં ૯૫.૮૧પીઆર આવ્યા છે. અને હું સાયન્સ કરીને ડોકટર બનવા ઈચ્છુ છું. બોર્ડમાં દ્વિતિય ક્રમાંક મેળવતા નિધિ સ્કુલનાં વિદ્યાર્થી રાજ ભરડવાએ જણાવ્યું હતુ કે મારે ૮૬.૭૫ પીઆર આવ્યા છે. તેનો શ્રેય હું મારી શાળા તથા મારા પરિવારને આપું છું વધુમાં મિત નકુમ નામના વિદ્યાર્થીએ જણાવ્યુંં હતુ કે ધો.૧૦માં મારે ૮૬.૧૫પીઆર આવ્યા છે. અને મારે એન્જીનીયર બનવું છે મારી સફળતાનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો અને યશપાલસિંહને આપું છું.
નિધી સ્કૂલનું ધો.૧ર સામાન્ય પ્રવાહનું ૮૦ ટકા પરિણામ
શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં હર્ષોલ્લાસ: ચોતરફથી અભિનંદન વર્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં રાજકોટમાં પ્રખ્યાત એવી નિધી સ્કૂલનું ૮૦ ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફની મહેનતે ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામનો વિજયરથ આગળ ધપાવેલ છે. સ્કૂલના સારા પરિણામ બદલ શાળાના મેનેજીંગ ડિરેકટરે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને શુભેચ્છા પાઠવી હતી.
તાજેતરમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહની લેવાયેલી પરીક્ષાના પરિણામમાં નિધી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં સ્કૂલ ટોપ-૫ માં ૯૪.૭૫ પીઆર સાથે કાજલ મુછડીયા પ્રથમ, ૮૭.૭ પીઆર સાથે વિવેક સવજાણી દ્વિતિય, ૭૬.૭૨ પીઆર સાથે રવિ ભટ્ટ તૃતિય, ૭૪.૪૧ પીઆર સાથે રીમા શાહ ચોથા અને ૬૮ પીઆર સાથે દિવ્યેશ મારુએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફને સારા પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નિધી સ્કૂલના ટ્રસ્ટી અને મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ ધો.૧૨ સામાન્ય પ્રવાહના સારા પરિણામ બદલ શુભેચ્છા સાથે જણાવ્યું હતું કે, અમારી સ્કુલનું ૮૦ ટકા પરીણામ આવ્યું છે. આ પરિણામ અમારી અપેક્ષા મુજબનું પરિણામ છે. વર્ષ દરમ્યાન તેમણે જે સ્ટુડન્ટ પાસેથી જેટલી અપેક્ષા હતી એટલું જ પરીણામ આવ્યું છે. ધો.૧૨ પાસ કર્યા બાદ પણ જો વિદ્યાર્થીઓને સ્કૂલની મદદની જ‚ર પડશે તો તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે અને આગળની જે ટ્રેનીંગની જ‚ર હશે તે પણ આપવામાં આવશે.
સ્કૂલ ફર્સ્ટ કાજલ મુછડીયાએ જણાવ્યું હતું કે અમે ધાર્યું હતું તે પ્રમાણે રિઝલ્ટ મળ્યું છે અને તેના માતા-પિતાને સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક આવ્યો તે માટે ગર્વ છે. અમારા શિક્ષકો તરફથી અમને ખુબ જ સ્પોર્ટ મળ્યો હતો. આગળ આઈપીએસ ઓફીસરની તૈયારી કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. સ્કૂલમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર રવિ ભટ્ટે જણાવ્યું હતું કે મને મારા પરીણામથી ખૂબ જ આનંદ થયો છે. મારા સારા પરિણામથી મારા માતા-પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અને હવે આગળ યુપીએસસીની તૈયારી કરવાની ઈચ્છા દર્શાવી હતી.