- વિદ્યાર્થીકાળથી જ મચ્છર ઉત્પતિ કેન્દ્ર સામે જાગૃત્તિની શાળાની આગવી પહેલ
રાજકોટ શહેરના વોર્ડ નંબર-1માં આવેલ નિધિ સ્કૂલમાં ચોમાસામાં વરસાદ પડવાને કારણે જે રોગચાળો ઉત્પન્ન થાય છે અને એમાં શું કાળજી રાખવી તેની માહિતી આપવા આજ રોજ “ડેન્ગ્યુ મેલેરીયા વિરોધી માસ” જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જુલાઈ માસમાં વરસાદ પડવાથી ઘરમાં રહેલા માટીના કુંડા, ફ્રીજની ટ્રે, પંખીના પાણીના કુંડા તેમજ ખુલ્લા ટાંકાની અંદર ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય છે અને ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવી ગંભીર બીમારી આના દ્વારા ફેલાય છે, આ મચ્છરો ઉત્પન્ન ચોખા પાણીમાં થાય છે તો દરેક વિદ્યાર્થીને માહિતી દ્વારા એ સમજાવવામાં આવ્યું કે આ મચ્છર ઉત્પન્ન ન થાય અને ઘરમાં ચોખ્ખાઈ રહે, જેથી આપણે ગંભીર રોગોથી બચી શકીએ એની માહિતી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેલેરીયા વિભાગની વોર્ડ નંબર-1ના સુપરવાઇઝર હરદેવભાઈ ચાવડા, અશોકભાઈ બોખાણી, મહેન્દ્રભાઈ વડોદરા, જાગૃતીબેન વાઘેલા, જાગૃતીબેન કારેલીયા વગેરે વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ જાગૃતિ અંતર્ગત માહિતી આપેલ હતી. આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીનાબેન ગોહેલ, હર્ષદભાઇ રાઠોડ, જાનકીબેન નકુમ, પૂનમબેન કણજારીયા, ભૂમિબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
સંગ્રહીત પાણીની યોગ્ય વ્યવસ્થા થકી જ મચ્છરજન્ય રોગને મ્હાત આપી શકાય: હરદેવ ચાવડા
‘અબતક’ સાથેની વાતચિતમાં વોર્ડ નં.1ના મેલેરિયા સુપરવાઇઝર હરદેવ ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષા ઋતુમાં ગંદકીના કારણે અનેકવિધ બિમારીઓ મચ્છરના ઉપદ્રવના લીધે વધતી જોવા મળે છે ત્યારે તેના ઉપાય માટે મચ્છરનો નાશ કરવા માટે સ્ટોરેજ પાણીનો નિકાલ કરવો. જેમાં પક્ષીકુંજ, ટાંકાઓમાં ગંદા પાણીનો નિકાલ કરી ચોખ્ખું પાણી ભરવું અને તેની પણ યોગ્ય માવજત કરવી, અગાસીમાં રહેલા ભંગારનો નિકાલ કરવો. જેથી મચ્છરજન્ય રોગ ફેલાઇ ન શકે સાવચેતીના ભાગરૂપે મચ્છરજન્ય રોગથી બચવા પોતાની અને ઘર-પરિવારની કાળજી લેવી અત્યંત આવશ્યક છે.
વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગોથી બચવા અપાયું સચોટ માર્ગદર્શન: યશપાલસિંહ ચુડાસમા
‘અબતક’ સાથેની વાતચિતમાં નિધી સ્કૂલના પ્રિન્સીપાલ યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની મેલેરિયા ટીમ દ્વારા વર્ષા ઋતુમાં સ્ટોરેજ પાણીથી ડેન્ગ્યૂ, મેલેરિયાના કેસો વધતાં જોવા મળે છે. વિદ્યાર્થીઓએ તો બિમારીથી બચવા શું-શું કાળજી લેવી તે અંગે ટીમ દ્વારા સચોટ, માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિધી સ્કૂલના ધો.6 થી 12ના વિદ્યાર્થીઓ સહિત 500 લોકો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતાં.