સ્વ. સાહિલ સીદી તથા સ્વ. સુખદેવસિંહ રાઠોડના સ્મરણાર્થે પ્રથમ વખત ઓપન ગુજરાત સિનિયર રાત્રિ પ્રકાશ ફુટબોલ સ્પર્ધાનું આયોજન
નિધિ સ્કુલ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી સ્વ. સાહિલ સીદી તથા સ્વ. સુખદેવસિંહ રાઠોડના સ્મરણાર્થે ફુટબોલ ગ્રાઉન્ડ રાત્રિ પ્રકાશ ફુટબોલ સ્પર્ધા યોજાઇ રહી છે.
નોકઆઉટ પઘ્ધતિ ચાલતી આ ટુર્નામેન્ટ વિશે વધુ વિગત આપતા યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં ગુજરાતની ૧૬ નામાંકિત ટીમે ભાગ લીધો છે. સાંજે ૭ થી ૧૧ દરમ્યાન દરરોજ ૩ મેચ રમાડવામાં આવી રહ્યા છે. આગળ જતાં કવાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલ આમ ત્રણ મેચ રમાડવામાં આવશે. જે ટીમ વિજેતા થશે તેને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડી ગોહીલે જણાવ્યું હતું કે હું મારવાડી કોલેજમાં અભ્યાસ કરું છું. હું એફ.એફ.સી. કલબ માટે રમુ છું દોઢ વર્ષથી ફુટબોલ રમી રહ્યો છે. આજે અમારો મેચ સાગર મતા ટીમ સાથે હતો આ મેચ અમે ૫/૧ થી જીત્યા છીએ. અમારો મેચ નિહાળવા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડિસ્ટ્રીક ફુટબોલ એસોશિએશન અને ગુજરાત ફુટબોલ એસોસિયેશનના જોઇન્ટ એસોસિયેશન સેક્રેટરી રોહિત બુંદેલાએ જણાવ્યું હતું કે નિધિ સ્કુલ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી આ સ્વ. સુખદેવસિંહ રાઠોડ અને સ્વ. સાહિલ સિદીના સ્મરણાર્થે ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે અને આ ટુર્નામેન્ટનું પહેલું વર્ષ છે બધાં જ ડિસ્ટ્રીકટ ખેલાડીઓને ટુર્નામેન્ટમાં પુરો સપોર્ટ છે.