Abtak Media Google News
  • આપાતકાલીન સમયમાં વાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અપાયું માર્ગદર્શન

રાજકોટ શહેરના વોર્ડ નંબર. 1 માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગઈકાલે “મારી શાળા સલામત શાળા” અંતર્ગત વિદ્યાર્થી ભાઈઓને ફાયર અંગેની માહિતી મળે તે માટે ફાયર ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવેલ હતું; રાજકોટમાં બનેલ દુર્ઘટના બાદ દરેક વિદ્યાર્થી માં ફાયર અંગેનું જ્ઞાન આવે તેમજ ફાયર સેફ્ટી અંગે ના સાધનો કેવી રીતે ઉપયોગ કરી શકાય

તેની માહિતી મળે તે માટે આજ રોજ ફાયર સેફ્ટી ઓફિસર અસલમભાઈ સોરા દ્વારા નિધિ સ્કૂલના ધોરણ – પ થી 10 ના વિદ્યાર્થી ભાઈઓને ફાયર સેફ્ટી ના સાધનો અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ તેનો ઉપયોગ કેમ કરવો તે અંગેનું નિદર્શન કરવામાં આવેલ હતું. ફાયરની ઘટના કેવી રીતે બને અને ત્યાં શું તકેદારી રાખવી તેની પણ સમજણ આપવામાં આવેલ હતી; આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા; ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ, પુનમ કણજારીયા, ભૂમિ વાઘેલા તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા

અને ફાયર ડેમોસ્ટ્રેશન નિહાળેલ હતું. મહિલા પોલીસની સી ટીમ દ્વારા

નિધિ સ્કુલની દીકરીઓને સ્વ-રક્ષણ માટે અપાયું માર્ગદર્શન

રાજકોટની પ્રખ્યાત નીધી સ્કુલ દ્વારા અવાર – નવાર અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરે છે. ત્યારે મહિલા સશકિતકરણ માટે મહિલાઓને જાગૃત કરવા, પગભર બનાવવા વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે. જે અંતર્ગત મહિલા પોલીસની સી ટીમ દ્વારા મોદી સ્કુલની દીકરીઓને જાગૃત કરવા

અવાર નવાર બનતા ભયાનક કિસ્સાઓથી બચવા સ્વ-રક્ષણ માટે તથા વર્તમાન સમયમાં વધતું સાયબર ફ્રોડથી બચવા માટે સી ટીમ દ્વારા મોદી સ્કુલની દીકરીઓને સચોટ માર્ગદર્શન અપાયું.

અબતક સાથેની વાતચીતમાં નીધી સ્કુલની વિદ્યાર્થીની રંજન અધોડીયા એ જણાવ્યું હતું કે અમારી નીધી સ્કુલમાં સ્વ-રક્ષણ માટે અને સુરક્ષાના ભાગરુપે મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગમે તે સ્થળે વાઇ-ફાઇનો ઉપયોગ ટાળવો કયારેય પણ એવું લાગે કે સોશિયલ મીડીયામાં કંઇક ફ્રોડ થઇ રહ્યો છે ત્યારે 1930 નંબર પર સંંપર્ક કરવો જાહેર સ્થળોએ કોઇ ફોટોઝ પાડતા હોય ત્યારે તેમાં આવવાથી બચવું.

સોશ્યિલ મીડીયાને વ્યાપક ઉપયોગ ટાળવો જોઇએ.

કયારે એવી ઘટના બને કે ઘરે કહી ન શકતા હોય ત્યારે સ્કુલમાં મિત્રોને કહીને ગભરાયા વિના કહેવું જેથી આવા ગુનાનો ભોગ બનવાથી બચી શકીએ આ ઉપરાંત બાગ બગીચા શાળા કોલેજોમાં જઇએ ત્યારે પણ સર્તકતા રાખવી અનિવાર્ય છે.

આજની યુવા પેઢીમાં ફાયર અંગેનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી : યશપાલસિંહ ચુડાસમા

નિધિ સ્કૂલના સંચાલક યશપાલસિંહ ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની યુવા પેઢીમાં ફાયર અંગેનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. બાળકો આ તમામ જ્ઞાનને મેળવે તો આપાતકાલીન સમયમાં ઘણો ખરો લાભ તેઓને મળી શકશે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે આ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અગ્નિકાંડ જેવી દુર્ઘટના જે ઘટી તે પ્રકારની કોઈ ઘટના હવે આવનારા સમયમાં ન ઘટે અને જો ઘટે તો જે તે બાળક કે વિદ્યાર્થી હોય તે ખૂબ સારી રીતે આ ઘટનામાંથી બહાર આવી શકે ને લોકોનો બચાવ કરી શકે તે જરૂરી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.