વિશ્વહિન્દુ પરિષદ પૂર્વ-કચ્છ દ્વારા નંદીગ્રામ અંજારમાં અયોધ્યા ખાતે નિર્માણ થતા ભવ્ય રામ મંદિર નિધી સમર્પણ માટે જે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતુ એની બેઠકનું આયોજન કરવામા આવ્યું હતુ. આ સમય ત્રિકમદાસજી જણાવ્યુંં હતુ
રામમંદિર માટે કુલ 13500000 (રૂ.1.35 કરોડ) જેટલી નિધી એકત્રીકરણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતુ કે આ ગઠીત સમિતિ ચાલુ રાખવામાં આવશે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની ધાર્મિક-સામાજીક સેવાકીય પ્રવૃત્તિ જીવદયા જેવા કાર્ય કરશે. સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવાશે.
વિ.હિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહમંત્રી દેવજીભાઈ મ્યાત્રાએ જણાવ્યું હતુ કે સમગ્ર નિધીસમર્પણ કાર્યમાં મોટી સંખ્યામાં કાર્યકરો એ સાધુ સંતોનાં આશીર્વાદ કાર્યક્રમ હતુ આજના કાર્યક્રમમાં ત્રિકમદાસજી મહારાજ કે.પી.સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ રાજારામ ભગત, કેશવપુરી સામાજીક અગ્રણી બાબુભાઈ ભીમા હુબલ, રામજીભાઈ ઘેડા, સુરેશજી ગુપ્તા પ્રેમજી પડવા ડો. પ્રેમજીભાઈ પટેલ, જીતુભા જાડેજા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના કલ્પેશભાઈ જોષી, માવજીભાઈ સોરઠીયા, હરીભાઈ બારારીયા, વિશ્ર્વ હિન્દુ પરિષદના દેવજીભાઈ મ્યાત્રા, ગોવિંદભાઈ પાટીદાર હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિ.હિ.પ.ના જીલ્લા મંત્રી મહાદેવભાઈ વીરાએ કહ્યું હતુ.