ગુજરાત વન્યજીવન સરક્ષણ અને પર્યાવરણ સંવર્ધનના લાંબા ગાળાના આયોજનો હવે પરિણામદાયી બન્યા હોય તેમ તાજેતરમાં જ કરવામાં આવેલી સારસની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સારસની વસ્તીમાં 15 થી 20% નો વધારો નોંધાયો છે 2021 22 ની વસ્તી ગણતરી ગુજરાતમાં 992 સારસ પ્રકારના બગલા ની વસ્તી નોંધાઈ હતી જે તાજેતરમાં કરવામાં આવેલી વસ્તી ગણતરીમાં આ આંક વધીને 1150 એ પહોંચ્યો છે
બગલા પ્રજાતિના સાર ને ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ક્ધઝર્વેશન નેચર રેડ સ્ટેટ કરવામાં આવ્યા છે વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે સૌપ્રથમવાર 2015 16 માં કરવામાં આવેલી સારસ બંગલા ની વસ્તી ગણતરીમાં રાજ્યમાં માત્ર 500 સારસની વસ્તી નોંધાઈ હતી આ વસ્તી વધીને 1150 એ પહોંચી છે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આરક્ષિત જાહેર કરવામાં આવેલા સારસના રક્ષણ અને સંવર્ધનની હાથ ધરેલી કાર્યવાહીના પરિણામો મળ્યા છે અમદાવાદ ખેડા આણંદ જિલ્લામાં સવિશેષ લાલ ચાંચ વાળા સારસબગલા જોવા મળે છે ધોલકા બાવલા ધંધુકા વિરમગામ દેત્રોજ સહિતના વિસ્તારોમાં સારસની કુલ વસ્તીની 80 ટકા વસ્તી જોવા મળી છે સામાન્ય રીતે મોટાભાગે વડોદરા દાહોદ નવસારી સુરત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારસ જોવા મળે છે
સરસ મોટાભાગે જળસ્ત્રાવી વિસ્તારોમાં રહીને જળચર જીવો ના આહાર ઉપર નભે છે છેલ્લા કેટલાક વર્ષથી સારસ સરક્ષણની કામગીરી ના પગલે રાજ્યમાં સતત પણે સારસ્વની વધતી વસ્તી નોંધવામાં આવી છે સલીમ અલી સેન્ટર ફોર હોમીથોલોજી અને નેચરલ હિસ્ટ્રી એ બગલા પ્રજાતિ ની વસ્તી ગણતરી કરી હતી અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં સૌથી વધુ સારસ જોવા મળી રહ્યા છે સારસને કુતરા અને હિંસક પ્રાણીથી બચાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સાણંદના ગણપતિ ગામમાં સારસના ઈંડા ના જતન સરક્ષણ અને સેવવાની વ્યવસ્થા આના પરિણામો મળ્યા છે ગુજરાતમાં સારસને ફાવી ગયું હોય તેમ રાજ્યમાં 20 ટકા સારસની વસ્તી વધી છે