રામોડીયાબંધુના વિદેશ અને દેશના અનેક રાજયના હેન્ડલર સાથેના સંપર્કના એટીએસના રિપોર્ટના પગલે એનઆઇએ તપાસ સંભાળી અલગ ગુનો નોંધી ચાર્જશીટ માટે કોર્ટમાં વધુ સમય માગ્યો: રાજકોટ ઉપરાંત રાજયના અન્ય જેહાદીઓની સંડોવણી ખુલશે
આઇએસ સાથે જોડાયેલા રાજકોટના વસીમ અને નઇમ સામેની તપાસનો નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ દોર સતાવાર સંભાળી બંને સામે અલગ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ માટે વધારાની મુદત માગી છે. એનઆઇએની ટીમ દ્વારા રાજકોટ ઉપરાંત ચોટીલા અને ભાવનગર ખાતે ફરી તપાસ કરી ત્રાસવાદના મુળ સુધી પહોચવા ધમધમાટ શ‚ કર્યો છે.
૨૦૧૫માં ઉત્તર પ્રદેશમાંથી દિલ્હી પોલીસે મોલાના અબ્દુલ શામી કાસમી નામના ત્રાસવાદીને ઝડપી લીધા બાદ તેના મોબાઇલમાંથી રાજકોટના નહે‚નગરમાં રહેતા વસીમ રામોડીયા અને નઇમ રામોડીયાના નંબર મળતા ગુજરાત એટીએસ સતર્ક બની છેલ્લા એકાદ વર્ષથી રામોડીયાબંધુના મોબાઇલ ટ્રેસ કરવાના શ‚ કર્યા બાદ ગત તા.૨૬મી ફેબ્રુઆરીએ એટીએસની ટીમે બંનેને ઝડપી લીધા હતા.
એટીએસની ટીમ દ્વારા કરાયેલી તપાસમાં વસીમ અને નઇમ રાજકોટ, ચોટીલા અને ભાવનગરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્લાન બનાવ્યાનું ખુલ્યુ હતું તેમજ બંને પાસેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. વસીમ અને નઇમ મોબાઇલ અને ઇન્ટરનેટના માધ્યમથી યુપી, કેરળ, મહારાષ્ટ સહિતના રાજયના હેન્ડલરો સાથે સંપર્ક હોવાનું તેમજ વિદેશમાં પણ ત્રાસવાદીઓ સાથે સંબંધો ધરાવતા હોવાનો રિપોર્ટ એટીએસ દ્વારા રાજય સરકારને સોપતા રાજય સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ત્રાસવાદને લગતી તપાસ એનઆઇએને સોપવા રજૂઆત કરી હતી.
કેન્દ્રની એનઆઇએ દ્વારા તપાસ સંભાળી વસીમ અને નઇમ સામે અલગથી ગુનો નોંધી તેની સામે ચાર્જશીટ કરવા વધારાનો સમયની માગણી કર્યા બાદ એનઆઇએસની ટીમ રાજકોટ દોડી આવી હતી.
એસઓજીને સાથે રાખી એનઆઇએની ટીમ દ્વારા નહે‚નગર ખાતે તપાસ કરી હતી. તેમજ બંનેનો જેલમાંથી કબ્જો મેળવી સમગ્ર બનાવ અંગે ફરી તપાસ કરવા પૂછપરછનો ધમધમાટ શ‚ કર્યો છે. વસીમ અને નઇમ સાથે રાજકોટ ઉપરાંત રાજયના અન્ય કેટલાક જેહાદીઓ જોડાયા હોવાની શંકા સાથે એનઆઇએ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.