સોપિયા, પુલવામાં, અનંતનાગ સહિતના સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ !!!
સમગ્ર ભારતમાં ટેરર ફન્ડિંગ મુદ્દે દરેક એજન્સીઓ સાવચેત બની ગઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ જમ્મુ-કાશ્મીરમાં એનઆઈએના દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથીજ સોપિયા, પુલવામાં, અનંતનાગ સહિતના સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. આ દરોડા આતંકવાદી ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તલાશી લેવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, એનઆઈએની ટીમે શોપિયન જિલ્લાના વાચી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા, લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવાલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે, જ્યાં હજુ દરોડા પાડવાના બાકી છે.વહેલી સવારે શ્રીનગરમાં મહિલા અલગતાવાદી આસિયા અંદ્રાબીના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી.
આસિયા હાલ જેલમાં છે. એનઆઈએ દ્વારા 2019માં તેમના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી.સોમવારના રોજ એનઆઈએ આઈએસઆઈએસ કેરળ મોડ્યુલ કેસમાં શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનઆઈએના અધિકારીઓએ સર્ચ દરમિયાન ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. શ્રીનગરના કરફાલી મોહલ્લામાં ઉઝૈર અઝહર ભટના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ભટ કાવતરામાં સામેલ હોવાની શંકા છે.